SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨] શ્રી આનંદઘન–વીશી થાય છે, કુટુંબના દુઃખે દુખિયે થાય છે, સુગુરુને કુગુરુ માને, કુદેવને સુદેવ માને અને સુદેવને કુદેવ માને, સુધર્મને કુધર્મ માને છે અને પાંચ ઇંદ્રિયના ત્રેવીશ વિષમાં લુબ્ધ થઈ પ્રવર્તે છે, અને ધન, કુટુંબ, જે પર વસ્તુ છે, તેને પિતાનાં માને છે. તે કર્મને ઓળખતો નથી અને કર્મ કેમ ઉદયમાં આવે છે અને તેને કેમ નિર્જરી શકાય તે જાણતો નથી. પ્રાણી અનેક ખોટાં કામ કરે છે. ષટ્ર દ્રવ્યને એ ઓળખતો જ નથી. એ અજ્ઞાનદશામાં ચાલતો આવ્યો છે અને ચાલે છે અને અનાદિકાળથી સંસારમાં રખડે છે. આ અજ્ઞાનદશાનો સર્વથા ત્યાગ કરી જ્ઞાનગુણને સ્વીકારે તે ઘણી મહત્વની બાબત છે. જ્ઞાનથી કાલેક પ્રકટ થાય છે અને જે ભાવ મહાજ્ઞાની કહી શકે તેને શ્રુતજ્ઞાનથી તે કહી શકે છે. આપે જે જ્ઞાનદશાને સ્વીકાર કર્યો અને અજ્ઞાનદશાને રિસાવી મૂકી તે એટલે સુધી કે તેની કાણું પણ ન માંડી, અને આપને તેના ચાલી જવાને અંગે મનમાં પણ કાંઈ ન આવ્યું તે આપને બીજો ગુણ છે. આપે અઢાર દોષને નિવાર્યા તેમાં અજ્ઞાનદશાને આપે ત્યાગ કર્યો અને જ્ઞાનદશાને સ્વીકાર કર્યો તે કાંઈ જેવું તેવું કામ નથી કર્યું. જ્ઞાન એ તો દી છે. જેમ દીવો પ્રકાશ આપે તેમ આપનું જ્ઞાન સંદર ઝળકાટ આપે છે. અને આપે આ જ્ઞાનને સ્વીકાર કરી મેટો સુંદર દાખલે બેસાડ્યો છે. આપ આવા મોટા છો તો આ સેવકની કેમ અવગણના કરે છે? આપે આ સેવકને તદ્દન વિસારી ન દેવું જોઈએ એવી મારી આપને વિનતિ છે. નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવરથા આવી; નિદ્રા સુપનદશા રીસાણી, જાણી ન નાથ મનાવી. હે મહિલ૦ ૩ અર્થ_ઊંઘ, સ્વપ્નાવસ્થા, જાગ્રતદશા અને ચોથી ઉજાગરદશા એ પૈકી ચેથી ઉજાગર દશા આપને મળી. આપની નિદ્રાદશા અને સુપનાની દશા-સ્વપ્નદશા એટલી બધી રીસાણી, આપનાથી છેટે ચાલી ગઈ અને આપે તે વાત જાણી પણ આપે–નાથે ન મનાવી, ફોસલાવી પણ નહિ, તે જાય તેને જવા દીધી. (૩) ટ -નિદ્રા ૧, સ્વદશા ૨, જાગરતા ૩, ઉજાગરતા ૪. 'मोहो अणाइनिद्दा, सुपणदशा भव्ववोहिपरिणामो। अपमत्तमुणी जागर जागर, उयागर वीयराउ त्ति ।।' પાઠાંતર–“ જાણી’ને બદલે બન્ને પ્રતમાં “ણિ” લખ્યું છે. (૩) શબ્દાર્થ – નિદ્રા = ઊંધા સૂઈ જવું તે, પિઢી જવું તે, પલંગ કે તળાઈમાં ઊંઘી જવું તે. સુપન = સ્વખદશા, ઊંઘમાં સ્વનાં આવે છે. જાગર = જાગરૂકદશા, જાગતી સ્થિતિ, સમાધિ પણ જાગરૂક દશામાં ગણાય. ઉજાગરતા = સવિશેષ જાગૃત દશા, જેમાં ઊંધ જ ન આવે તેવી દશા. તુરીય = ચોથી (જે ઉપર કહેલ ઉજાગર દશા છે તેને). આવી = મેળવી, આપને પ્રાપ્ત થઈ આપે આંણી. નિદ્રા – ઊંધવાની દશા. જેને ઉપર પહેલી દશા કહી છે તે. સુપનદશા = સ્વન, જેમાં સોણલાં આવે તે ઉપર કહેલ બીજી દશા. રીસાણી = રિસાઈ ગઈઊઠીને દૂર થઈ ગઈ અળગી થઈ. જાણી = એમ ખબર હતી છતાં, સમજીને. ન = નહિ, નકાર, નાથ = ભગવાન, પ્રભુ. મનાવી = ફેસલાવી, સમજાવી. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy