SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મલિનાથ જિન સ્તવન અઢાર દૂષણો સંબંધ-આ ઓગણીશમા સ્તવનમાં અઢાર દે–દૂષણોને બતાવીને એ અઢાર દેને પ્રભુ નિવારનાર હતા, તે દ્વારા પ્રભુ આપણુ આદર્શ છે અને આદર્શ હોઈ પૂજનિક છે, એ પ્રધાન સુર, જે કેટલાંક સ્તવનેથી ચાલ્યા આવે છે, તેને મુકરર કર્યો છે. પ્રાણી જ્યારે આદર્શ મુકરર કરે ત્યારે તે આદર્શને પહોંચવા પિતાના બની શકતા સર્વ પ્રયત્ન શરૂ કરી દે છે, કારણ કે અંતે પિતાના આદર્શને પહોંચવું અને આદર્શમય થઈ જવા પતે પ્રયાસ કરે એ તેની ઇચ્છા હોય છે. એટલા માટે એ પ્રભુ કેવા હતા તે પ્રથમ નકકી કરી નાખવું જોઈએ. અને તે ચોક્કસ થયા પછી પિતે તે આદર્શમય થવા પ્રયત્ન કરવા જોઈએ. એટલા માટે પ્રભુના ગુણો વિચારવા અને ખાસ કરીને તેમાં એક પણ દોષ નહેતે એમ ધારી રાખવું જોઈએ. આ અઢાર દે પર ભરૂચનગરનિવાસી વિર્ય શ્રાવકરત્ન શેઠ અને પચંદભાઈએ એક પુસ્તક છપાવ્યું છે એમ મને, તે પુસ્તક વાંચેલ હોઈ, યાદ છે. મારા પુસ્તકાલયમાંથી તે પુસ્તક મળી શકયું નથી, પણ તે વાંચી લેવા યોગ્ય છે એટલું જણાવવું અત્ર પ્રાસંગિક છે. જ પ્રભુ સંબંધી વિચાર કરતાં પ્રભુને આ જગતના કર્તા માનવાની ભૂલ ન કરવી; તર્ક અને ન્યાયની દલીલે તેને સૃષ્ટિકર્તા તરીકે સિદ્ધ કરી શકે તેમ નથી. અને કોઈ સુષ્ટિ બનાવે તે આવી આપત્તિ અને આફતોથી ભરપૂર સૃષ્ટિ બનાવે તે મગજમાં પણ ઊતરવું મુશ્કેલ છે. બનાવે, અને આવી અનેક આશાભંગ અને આઘાતથી ભરેલી સુષ્ટિ કેમ બનાવે ? તેની પાસે નંદનવનનો આદર્શ તે હાજર હતે; છતાં આવી રેગ-શાક-દારિદમય પૃથ્વી તેણે બનાવી? તે કાંઈ સમજાતું નથી. અને શેમાંથી બનાવે ? આ છેલ્લો સવાલ ખાસ વિચારવા યોગ્ય છે. સૃષ્ટિ શેમાંથી બનાવે ? જે પ્રથમથી કથક વગેરે પુદ્ગલેને કંધ હતે તેના ચાણક થયા અને આખરે તેને કપાટ થયે એમ માનીએ તો એ પુદ્ગલને બનાવનાર કેણ?_એમ અનવસ્થા દોષ લાગી જાય છે. એટલે પ્રભુને આદર્શ સ્થાને રાખવા છતાં પ્રભુ સૃષ્ટિ બનાવનાર હોય એમ માની શકાય તેવું નથી. પિતાના વિનેદ માટે સુષ્ટિ બનાવી એમ પણ માની શકાતું નથી. એક તો આદર્શ પ્રભુમાં વિનોદ જ ન હોવો જોઈએ, કારણ આપણા આદર્શમાં એ વિનેદને ભાવ પણ હતું જ નથી. આ સંબંધમાં પ્રભુની લીલાને અંગે ચેડા વિચારે પ્રથમ સ્તવનમાં આદર્શને અંગે બતાવ્યા છે, ત્યાંથી યાદ કરી જવા. આ સર્વ વિચાર કરતાં સૃષ્ટિ અનાદિ જ માનવી પડશે અને આપણે પ્રભુ જેવા થવું છે, તે માટે પ્રભુને આદર્શ સ્થાને-ભાવનામય સ્થાને જ રાખવા પડશે. પ્રભુમાં અઢારે પ્રકારના દોષ નહેતા તે આપણે જોઈ જઈએ. એ અઢાર દોષ દશમી ગાથામાં ગણવશે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy