SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮: શ્રી અરનાથ જિન સ્તવન [૩૪૫ ધર્મમાં આત્માનુભવની વાતે કઈ કઈ વાર જ હોય છે, એમાં પગલિક ભાવની વાતે વધારે હેય છે. આવું જે શાસ્ત્રલક્ષણ હોય તે પરસમય છે એમ તમારે સમજવું. સ્વસમયમાં આત્માનુભવની વાત હોય છે અને પરસમયમાં પૌગલિક વાત હોય છે. સમયને ઓળખવાની ચાવી આવી રીતે સંક્ષેપમાં બતાવી. “પરબડી એ “વારપરબ” પરથી આવેલ શબ્દ છે. એને અર્થ કેઈ વાર તહેવાર એમ થાય છે. એટલે કેઈ કોઈ વાર છાયા માત્ર આત્માનુભવની વાત આવે તે પરસમયની વાત છે એમ સમજવું. અન્ય સર્વ શાસ્ત્રોમાં આત્માનુભવ, વૈદ્યકથાનકની પેઠે કઈ કઈ વાર જ જોવામાં આવે છે. બૃહસ્પતિ જેવા પરલોકને માને નહિ, તેનામાં આત્માનુભવની વાત ન હોય તે પણ પરસમય છે; અને કોઈ કોઈ વાર જરા આત્માનુભવ થાય તે પણ પરસમય છે, એમ તારે સમજવું. જ્ઞાનવિમળસૂરિ તે “પર” એટલે “પુદ્ગલ” અને “બડી” એટલે “કથન' એવો અર્થ કરી જ્યાં પૌગલિક વિષેની ચર્ચા હોય એટલે જેનામાં પૌગલિક વાતે જ હોય તેને પરસમય કહે છે. તે અર્થ પણ વિચારવા જેવો છે. પર એટલે બીજાની–પુગલની વાતે : આ પ્રમાણે અર્થ પણ શક્ય છે; પણ મૂળમાં જે અર્થ આપે છે તે ઉપર જણાવ્યું છે, તે પ્રમાણે અર્થ કરવો મને વધારે ઠીક લાગે છે. અમુક વાતને નિષેધ નહિ, પણ, વૈદ્યકથાનકની પેઠે, કોઈ કઈ વાર છૂટીછવાઈ છાયા આવી જાય તે પરસમયને ઓળખવાની રીત છે, એ વાત અહીં બતાવી. અમુક તત્ત્વજ્ઞાન સ્વસમય કે અપરે છે તે જાણવાની આ વાત કહી તે નયના જ્ઞાનની ખૂબ વિચારણા માગે છે, અને સારી રીતે સમજવા યોગ્ય ચાવી પૂરી પાડે છે. એ જ વાતને વિસ્તારથી આગળ કહેવામાં આવશે. (૨) તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જ્યોતિ દિનેશ મોજાર રે દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે. ધરમ૦ ૩ પાઠાંતર–“નક્ષત્ર” સ્થાને બન્ને પ્રતમાં “નધ્યત્ર” લખ્યું છે. “દિનેશ 'ને બદલે એક પ્રતવાળે “દિનાસ” લખે છે. મજાર” સ્થાને પ્રતવાળા “મઝારિ ” લખે છે; એક પ્રતમાં “માઝારિ” છે. “ચરણ થકી” સ્થાને ચરણ તણી” લખ્યું છે. “શકિત” સ્થાને પ્રતવાળા “શક્તિ” લખે છે. “નિજાતમ’ સ્થાને બને પ્રતમાં ન જાતિમ” પાઠ છે. “ધાર રે ” સ્થાને “મઝારિ” પાઠ છે; તેનો અર્થ “તેમાં ” એમ થાય છે. બીજી પ્રતમાં સારીસે' લખ્યું છે. શબ્દાર્થ –તારા = આકાશમાં અનેક તારાઓ છે, આપણે રાત્રે તેને દેખીએ છીએ, તેઓ ઝળઝળાટ પ્રકાશ કરે છે. નક્ષત્ર = કૃત્તિકા, રોહિણી વગેરે અનેક નક્ષત્રો રાતે ઝળકે છે. ગ્રહ = બુધ, ગુરુ, શુક વગેરે રહે આકાશમાં રાતે ઝળકે છે. ચંદ = ચાંદે આકાશમાં શુદ પક્ષમાં પ્રકાશે છે. જ્યોતિ = તેજ, પ્રકાશ, ઝળઝળાટ. દિનેશ = સુય; એ સર્વની જ્યોત સૂર્યમાં છે, સૂર્ય પાસે તે ઝાંખાઝબ લાગે છે તેમ. દરસન = દર્શન, સામાન્ય જ્ઞાન, વિશેષ વિગતો વગરનું જાણવાપણું. જ્ઞાન = વિશેષ જાણવાપણું, વિગતવાર સમજણ. ચરણ = ચારિત્ર, ચર્યા. થકી = થી, લીધે, તેનાથી થયેલી. શક્તિ = બળ. નિજાતમ = નિજ આત્માની, પિતાના આત્માની. ધાર = સમજ, ગણી લે. (૩) ४४
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy