SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ] શ્રી આનંદઘન–વીશી શકે છે અને હરાવી દે છે. મનને નપુંસક જાણીને હું નિર્માલ્ય ધારતો હતો, પણ મારું જાણપણું બરાબર નહોતું. કારણ કે માણસ બીજી ઘણી બાબતમાં હિંમતવાળો છે, તે અનેકને જીતી જાય છે અને બહાદુરી બતાવે છે, પણ કોઈ એ માણસ (નીચેના અપવાદ સિવાય) મારા જેવા કે જાણવામાં આવ્યો નથી કે જે એ મનને પકડી લે. મન એવું જબરું છે કે મોટા મોટા માણસના હાથમાં આવતું નથી અને એવું છટકી જનારું છે કે આવેલ પકડને પણ એ નકામી કરી આગળ વધી જાય છે. ક્રિકેટની રમતમાં અનેક રમનારના હાથમાંથી આવેલ દડો પણ છટકી જાય છે તેવી જ રીતે એ હાથમાં આવેલ હોય તે પણ ચાલ્યું જાય અને એને પકડીને કબજામાં રાખી શકે એવો કોઈ માણસ હું તો જોતો નથી. આવું ચપળ મારું મન છે અને તેને હું મારે વશ રાખી શકતો નથી. આવી મારા મનની સ્થિતિ છે, તેને હે ભગવદ્ ! આપ જાણો છો. (૭) મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત તે મોટી હો. કુંથુ૮ અર્થ–જેણે મનને કાબૂમાં આપ્યું હોય તેણે બધાને કાબૂમાં લીધા છે એ હકીક્ત અસત્ય નથી, એ સાચી જ વાત છે; છતાં કોઈ એવો દાવો કરે કે પોતે પોતાના મનને કાબૂમાં લીધું છે તો તેની વાત કબૂલ કરવાને હું તૈયાર નથી, કારણ કે એ વાત તો ઘણી મુશ્કેલ છે અને એ વાત તો ખરેખર અગમ્ય છે. (૮) ટબે—મન સાધ્યું તેણે સર્વ સાધ્યું એ વાત ખોટી નથી. મનને વશ કરતાં સર્વ રાગાદિ વશ કીધા. પણ કોઈ એમ કહે કે મેં મનને સાધ્યું, વશ કીધું, પણ એ વાત મોટી દુર્ગમ છે, ખોટી છે. અતિશયવંત કે શ્રુતજ્ઞાનીને તે પ્રમાણે હોય, પણ પિતાના માટે કરે તે ખોટું (૮) વિવેચન–માટે જેણે પિતાના મનને કાબૂમાં આપ્યું, એકાગ્ર કર્યું, તેણે સર્વ વાતને સિદ્ધ કરી, સાધી લીધી છે, એમ હું સ્વીકારું છું. માણસ ગમે તેટલી ક્રિયા કરે, ઉનાળે પાઠાંતર–તેણે” સ્થાને એક પ્રતમાં “તિણે પાઠ છે. એ વાત ને સ્થાને પ્રતમાં “એ કહેવત” પાઠ છે. “ નહિ બેટી ” સ્થાને એક પ્રતવાળો “નહિ ષટી ” લખે છે. એમ કહે ” સ્થાને પ્રતવાળો અમુકે ” લખે છે. “માનું સ્થાને માન્યું ' પ્રતમાં છે. “કહી વાત” સ્થાને પ્રતમાં “કહેવત' લખે છે. (૮) શબ્દાર્થ–મન = દિલ, ચિત્ત. સાધ્યું = કાજે આપ્યું, પિતાનું કર્યું. તેણે = તે માણસે, તે મનુષ્ય. સઘળું = સર્વ, બધાને. સાધ્યું = મેળવ્યું, કબજે કર્યું. એહ = એ, તે, પેલી વાત = વાર્તા, સામાન્ય ઉક્તિ. બોટી = અસત્ય, ન માનવા લાયક, ન બનવા જોગ. એમ = એ પ્રમાણે, એમ કોઈ પણ દાવો કરે. કહે = સ્થાપન કરે, દાવો કરે. સાધ્યું = કબજે કર્યું , વશ ક્યું", હુકમ-તાબામાં આપ્યું. તે = એવો દાવો, એવું કથન. નવિ = નહીં. માનું = સ્વીકારી ન લઉં, કબૂલ ન કરું. એ = તે. કહી = કીધેલ, દાવો કરેલ. વાત = વાર્તા, કથન, દા. મોટી = મુશ્કેલ, દુઃખે કબૂલ કરાય તેવી. (૮)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy