SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩] શ્રી આનંદઘન-ચાવીશી કાંઈ કામમાં રોકી રાખું તે એ સપની પેઠે વાંકું થઈ જાય છે અને વાંકાઈમાં ને વાંકાઈમાં વધારે રખડે છે અને મને હેરાન પરેશાન કરી મૂકે છે. મનને અહીં સર્પ સાથે સરખાવ્યું છે, તે તેનું આબેહૂબ વર્ણન છે. સર્પ મૂળ તે વાંકે જ છે. એને ઉશ્કેરે તે એ પિતાની વાંકાઈ વધારે બતાવે છે. મારું મન સર્ષની જેમ જાતે વાંકુ અને હું એને ઉશ્કેરું અને એને કાબૂમાં રાખવા પ્રયત્ન કરું તે તે વધારે વાંકું થાય છે. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી, તેમ મનનું પણ એવું જ સમજવું. એને જેમ જેમ હું ઠરીઠામ બેસવા કહું છું તેમ તેમ તે વધારે વાંકાઈ કરે છે અને જરા પણ મારા અંકુશમાં આવતું નથી. એ તે નવા નવા બુટ્ટા ઉડાડી વધારે આડાઈ કરે છે અને જ્યાં ત્યાં ફર્યા જ કરે છે. ભગવાન ! મને મારા આવા હાલ કર્યા છે. હજુ પણ આપ મારા મનની કથની સાંભળે. (૪) જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નાંહિ; સર્વમાંહે ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ હો. કુંથુ ૫ અથ–જે એને લુચ્ચું કહું તે એને કોઈને છેતરતાં પણ હું જેતે નથી. અને મને ખાતરી છે કે એ સાહુકાર ( સાવકાર)-પિતાને વટ રાખનાર પણ નથી જ. એ તે બધામાં છે અને બધાથી જુદું-દૂર રહેનાર છે. આવી આશ્ચર્યકારક ઘટના એને અંગે થયેલી છે. (૫) ટબો– મનને ઠગ કહે તે દ્રવ્યથી ઠગાઈ કરતાં દેખતે નથી, પિતે છઘસ્થ છે માટે. અને સાહુકાર-ભલુંયે નથી જ, પુદ્ગલધમ માટે. એ મન સર્વમાં-પ્રશસ્ત અપ્રશસ્ત સર્વ સં૫માં છે અને આત્માના સર્વ પ્રદેશથી અળગું, એ મનમાં મોટું અચરિજ-વિરમયપણું છે. (૫) વિવેચન–એ મનને ઠગારું કહું તે કોઈને છેતરતાં એને દેખતે નથી, એટલે એને લુચ્ચું કે ઠગારું પણ કહી શકાય તેમ નથી, કારણ કે યંગ્ય માણસે નજરે જોયા વગર કોઈના ઉપર તે ઠગાર–છેતરનાર છે એવું તહોમત ન મૂકવું જોઈએ. અને એને હું ઠગનાર તરીકે જેતે નથી; ઉઘાડી રીતે તે ઇંદ્રિયે જ કામ કરે છે. અને જ્યાં સુધી મનને હું છેતરપીંડી કરતું ન જોઉં ત્યાં સુધી એક ભલા માણસ તરીકે મારાથી એના ઉપર તહોમત ન જ મુકાય. એ એવી સિફતથી કામ કરે છે કે એને ઠગારું પણ ન કહેવાય. આવી રીતે એ ઠગારાના ઈલકાબને નથી. પાઠાંતર—“ કહું’ સ્થાને એક પ્રતમાં “કહ્યું” લખે છે. “દેખુ’ સ્થાને બન્ને પ્રત લખનાર “દેવું” એમ લખે છે, કારણ વ્યક્તિ છે. “પણ”ને સ્થાને પ્રતને પાઠ “પણિ છે. “નહી” સ્થાને પ્રતને પાઠ “નહી” છે. સવ' સ્થાને પ્રતને પાઠ “સવિ' છે; બીજી પ્રતમાં “સહુ” પાઠ છે. “ને’ સ્થાને પ્રતવાળો ને ” લખે છે. “માહી' સ્થાને પ્રત લખનાર “માંહિ” લખે છે (છેલ્લા પાદમાં). (૫) શબ્દાર્થ—જે = કદાપિ, કોઈ બાબતમાં, કેઈવાર. ઠગ = લુચ્ચો, ધમાલીઓ. કહું = વણવું, બતાવું, દર્શાવું. ઠગતો = લુચ્ચાઈ કરતો. ન દેખું = દેખાતો નથી. હું જોઈ શકું નહિ. સાહુકાર = સાવકાર, ભલો માણસ, સારો માણસ. નહી = નથી, નહિ. સર્વમાંહે = બધામાં, સર્વમાં. સહુથી = સર્વથી. અળગું = દૂર, જાદૂ. અચરિજ = અચરીજ, આશ્રય, નવાઈ. મનમાંહી = મનમાં, દિલમાં. (૫).
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy