SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪] શ્રી આનંદઘન–વીશી ઉપસંહાર આ પ્રમાણે આ શાંતિના સ્વરૂપને દર્શાવનારા સ્તવનનું અત્ર વિવેચન પૂર્ણ થાય છે અને શાંતિના સ્વરૂપનું સાધન વિચારતાં અહીં એમ લાગે છે કે શાંતિ ઘણી દુર્ગમ વસ્તુ છે. માણસ તીથે તળે દોડાદોડી કરી મૂકે છે અને અહીંથી શાંતિ લઉ કે પેલી જગાએથી લઉં એવી બ્રાંતિમાં શાંતિને બદલે અશાંતિ વહોરે છે. માટે શાંતિ ક્યાં મળે અને કેમ મળે, તે ખાસ વિચારવા યોગ્ય છે. એ દોડાદોડીમાં મળતી નથી, અને રખડવાથી મળતી નથી. પણ પિતે જ શાંતિમય છે તેમાંથી શોધી કાઢવાની છે : આખા સ્તવનને આ પ્રધાન સૂર છે અને તે ખાસ સમજવા યોગ્ય છે. બાકી, પ્રાણીના આખા વર્તનને વિચારતાં એને આપણે કષાયથી પ્રેરિત જોઈએ છીએ. એને ખોટું સાચું બોલવું, નિંદા-કૂથલી કરવી અને પાપસ્થાનકમાં મચ્યા રહેવું એ એને વિષય થઈ ગયું હોય છે. પરિણામે એ એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે અને એને છેડે આવતું જ નથી. સવારથી સાંજ કેમ પડે છે. અને દિવસે કેમ પસાર થાય છે તેને એ કદી વિચાર જ કરેત નથી. એ તે “મા જાણે દીકરે મોટો થયે, પણ આઉખામાંથી ઓછો થયે, આવી આવી વાત તે કરે છે, પણ એ એનું રહસ્ય જાણતો નથી. દરેક દિવસ જાય છે તે અંતે હાથમાંથી સરી જાય છે અને ગયેલે વખત પાછો આવતો નથી તે એ જાણે છે, છતાં કેટલે કાળ કેવી રીતે ગયે તેનું તેને ભાન જ રહેતું નથી. એ તે દિવસ ઉપર દિવસ પસાર જ કરતો જાય છે. બીજાને મરતાં જોઈ એને ત્રાસ પણ થતું નથી અને પિતાને તે અમરપટ્ટો હોય તેમ વર્તે છે. અંતે એક વખત આવે છે ત્યારે તે ચાલ્યા જાય છે અને ભવમાં ભટકે છે. આ એની રખડપાટને અંત જ આવતું નથી. અને તેનું કારણ એ છે કે એ ખરી શાંતિ કેમ મળે? ક્યારે મળે? કોને મળે –તે વિષે વિચાર જ કરતું નથી. શાંતિ એ રમતમાં મળી જાય એવી ચીજ નથી, પણ એ અશક્ય હોય તેવી પણ ચીજ નથી. એને મેળવવા એ પ્રામાણિક યત્ન કરે તે તેને તે પ્રાપ્ત થઈ શકે એવી વસ્તુ છે. એની ગુપ્ત ચાવીઓ પણ આ સ્તવનમાં હસ્તગત થઈ શકે તેવું છે. તેથી પ્રાણીએ નકામા આંટા મારવાને બદલે અને પારકાને માટે મહેનત કરવાને બદલે આ શાંતિ મેળવવા માટે પ્રયત્ન કરવાને છે. બાકી શાંતિ મેળવવાની ઈચ્છામાં એ અશાંતિ વહોરે છે એમાં જરા પણ શંકા નથી એને આખો કારભાર જોઈએ, એની પ્રવૃત્તિ વિચારીએ, તે અર્થશૂન્ય પ્રવૃત્તિ અને વિચારશુન્ય કે પરિણામશૂન્ય વાતાવરણમાં એ રહેંસાઈ જતે જોવામાં આવે છે. કેઈ છોકરાએ બાપને આભાર માન્ય નથી, છતાં તે ખાતર તે અનેક કાળાંધળાં કામ કરવા દોરવાઈ જાય છે અને પાછો ખાડામાં અટવાઈ પડે છે. તે ખરી શાંતિને સમજવા કોઈ કોઈ વાર યત્ન તો કરે છે, પણ અનેક વખત શાંતિને નામે અશાંતિ લઈ આવે છે અને હેરાન થાય છે. આનું કારણ એની વિચારણાને અલ્પભાવ કે અભાવ છે. આ બધું કોને માટે અને શા માટે ?
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy