SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬] શ્રી આનંદઘન-ચોવીશી રંકને ભેદ ન હોય; એને શેઠ અને મજૂરમાં તફાવત ન લાગે, એ ઝાડુ કાઢનાર અને ખુરશી પર બેસનારને સરખા ગણે; એની નજરમાં રાણી અને દાસીને તફાવત ન હોય. એને મન તિર્ય અને માણસમાં તફાવત ન લાગે; એ જનાવર અને માણસ સર્વના આત્માને સરખા ગણે. એને એક ઇંદ્રિયવાળા જી અને પાંચ ઇન્દ્રિયવાળા જ સરખા જણાય. એ આત્મદષ્ટિએ વિચારે કે સવજીને આત્મા તે સરખો જ છે, અને પર્યાયભેદ એ શાંતિપ્રિયની નજરમાં કાંઈ તફાવત પાડતું નથી. સર્વ જીવોની આત્મિક દૃષ્ટિએ સમાવસ્થા જુએ છે, અનુભવે છે અને તે દૃષ્ટિએ એ પ્રત્યેક પ્રાણીને એકસરખા જુએ છે, માને છે, સમજે છે. શાંતિના વાંછક તણખલાને અને મણિરત્નને સરખાં જ જુએ, તેની નજરમાં તણખલું હલકું લાગતું નથી અને રતન મૂલ્યવાન લાગતું નથી. વસ્તુઓના વસ્તુગત ધર્મને સમજનાર તે બન્નેમાં સરખાઈ જ ગણે છે. એને એક હલક, ફેકી દેવા જેવું લાગતું નથી અને બીજે જાળવીને તિજોરીમાં મૂક્વા લાયક લાગતું નથી. અત્યારે લેકોએ જે નફા કર્યા છે તે નજરે આ પણ મુશ્કેલ વૃત્તિ છે, પણ તેવી વૃત્તિ વગર અંતે મોક્ષ નથી અને તે કેળવવાની જરૂર છે. અંતે એ વૃત્તિ જ મુક્તિને આણી દે છે અને જેને મુક્તિમાર્ગ મેળવવા પ્રયાસ છે તેને તે આ વૃત્તિ વિકસાવે જ છૂટકે છે. વળી, વધારે જણાવે છે કે ખરે શાંતિને ઈચ્છક મોક્ષ અને સંસારને એકસરખા ગણે. એની મોક્ષ મેળવવાની ઇચ્છા પણ સાતમે ગુણસ્થાનકે નાશ પામે છે. એને ત્યાં (મોક્ષ) જવાની હોંસ પણ મરી જાય છે. એના મનમાં મોક્ષ અને સંસાર એ બન્ને એકસરખા હોય છે. આવી સ્થિતિ પ્રાપ્તિ કરવી એ ઘણી મુશ્કેલ છે, પણ એવી સ્થિતિ જરૂરી છે. શાંતિની સ્થિતિ આવી હોય છે તેનું વર્ણન ચાલે છે તે ધ્યાનમાં રાખવું. આવી વૃત્તિને વિકાસ કરે તે બહુ આકરી બાબત છે, પણ તે શાંતિવૃત્તિનો એક આવિર્ભાવ છે તે હકીકતરૂપે અત્રે જણાવ્યું છે. એ સ્થિતિને સમજવી અને સમજીને તેને સ્વીકારવી એ આપણું કર્તવ્ય છે. આ શાંતિઈચ્છક માણસ તેને સંસારસમુદ્ર તરવાનું નાવ માને. એ સમતાને જ વહાણ ગણે અને સમતા જ તેને તરતા માટે જરૂરી છે એમ સમજે. એને શાંતિની એટલી રટના લાગેલી હોય કે તે સમતાને એટલે શાંતિને સંસારસમુદ્ર તરવાને પ્રવડુણ સમાન માને. સંસાર-ભવ એ મોટો દરિયો છે. દરિયે પિતાથી તરી શકાય નહિ, તેને તરી પાર ઊતરવા માટે વહાણ જોઈએ. શાંતિ એવા પ્રકારનું વહાણ છે અને તરવાને અંગે એ અતિ જરૂરી છે એમ તે માને. (૧૦) આપણો આતમભાવ જે, એક ચેતના ધાર રે, અવર સવી સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ. ૧૧ પાઠાંતર–આતમભાવ જે સ્થાને “આતમાં ભાવ જે” પાઠ એક પ્રતમાં છે. સાથ” સ્થાને બને પ્રતવાળા “સવિ” પાઠ લખે છે. “નિજ' સ્થાને “જન” પાઠ એક પ્રત લખનાર આપે છે; “નિજ' સ્થાને બીજી પ્રતિમાં “ નિન્જ' પાઠ છે. (૧૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy