SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન [૩૦૫ ટબો–સંસારમાંહે શુદ્ધ અને અશુદ્ધ ભાવપદાર્થ, એ બે ભાવ શ્રી જિનવરદેવે કહ્યા છે, તે તેમ જ અવિતત્થ સાચા સદ્દહે. અસ્તિ ૧, નાસ્તિ ૨, અસ્તિ-નાસ્તિ ૩. પણ પ્રથમ સહણ શુદ્ધિ-શાંતિપદપણે એમ સેવવી. (૩) વિવેચન-શાંતિના સ્વરૂપ સમજેલની પ્રથમ શરત એ છે કે તીર્થપતિએ જે સારા અને ખરાબ ભાવે વર્ણવ્યા છે, તે તે પ્રકારના છે એમ સમજે, એના ઉપર શ્રદ્ધા રાખે અને તેમ જ છે એમ જાણે એ શાંતિને બરાબર સમજે છે એમ જાણવું. આપણામાં અનેક ભાવો હોય છે. ભાવ એટલે પ્રકૃતિ અથવા સ્વભાવ, અથવા અભિપ્રાય. તીર્થંકરદેવે જે પ્રકારે મૂળ સૂત્રમાં બતાવ્યા છે, જીવ સંબંધી વિચારે, નવ ત અને બીજા અનેક ભાવે પ્રભુએ જે પ્રકારે જણાવ્યા છે, તે પ્રકારે જ બરાબર છે, એવી શ્રદ્ધા રાખે એ શાંતિને સાચા સ્વરૂપે સમજવાની પ્રથમ શરત છે. પ્રભુએ ખરાબ ભાવ પણ બતાવ્યા છે. અનેક હલકા જ કર્મનાં કેવાં પરિણામ ભોગવે છે તેનાં ચરિત્રો પણ વર્ણવ્યાં છે અને કર્મનાં માઠાં ફળ જણાવ્યાં છે, તથા સૃષ્ટિકર્તુત્વને સવાલ ચચી લઈ તેને ખુલાસો મૂળ સૂત્રમાં આવે છે. એ સર્વ ભાવને ભગવાને કહ્યા છે તે જ આકારમાં સાચા છે એમ જે સંકેચ વગર માને અને સ્વીકારે, તેમાં જરા પણ શંકા ન કરે અને તેને તે પ્રકારે અનુસરવાને સંકેત કરે, એના મનમાં જરા પણ અરુચિ હોય નહિ, એ તીર્થકરના આધારભૂતપણાની ખાતરી કરી લે, પણ પછી તો પુરુવિધારે વનવિશ્વાસ: એટલે કહેનાર પુરુષ ઉપર વિશ્વાસ પડે એટલે એના કહેલાં વચને ઉપર પણ વિશ્વાસ બેસે. એટલે દેવ સંબંધી એને મનમાં જરા પણ શંકા રહે નહિ. મારા દેવે કહેલ છે, સારા ને ખરાબ ભાવે બતાવ્યા છે, તે તે જ પ્રકારે સાચા છે એવા નિર્ણયથી જ એ ચાલે, એ શાંતિસ્વરૂપની પ્રાથમિક શરત છે. અને આવી શ્રદ્ધા રાખનાર પ્રાણી જ ખરા ધર્મને અને શાંતિને પામી શકે છે, એ વાતની મનમાં પ્રતીતી લાવવી એ બહુ જરૂરી બાબત છે. કેટલાક ભાવે તો દેખી શકાય છે, પણ દૂરના ભાવે દેખાતા નથી, કાલેકની વાત આંખે જોઈ શકાતી નથી, દેવલોક અને નારકી દૂર છે—એ સર્વ તે જ પ્રકારે છે, ભગવાને જણાવ્યા તે જ રીતે છે, એમ વગર શંકાએ જે કબૂલ રાખે તે શાંતિની પ્રથમ શરત છે. આ સમ્યકત્વનું લક્ષણ છે. દેવને દેવ તરીકે જાણે અને દેવે કહેલ વાતને, તે ગમે તેવી હોય તેને, તે પ્રમાણે જાણે, સમજે, સ્વીકારે અને એમાં કઈ જાતની શંકા-કુશંકા ન કરે તે શાંતિને બરાબર સમજવાની પ્રથમ શરત છે. આ શાંતિને સેવવાથી શાંતિનાથની સેવા થાય છે, કારણ કે શાંતિ અને શાંતિનાથ સ્વરૂપે એક જ છે. આ ગાથામાં શાંતિને બરાબર સમજવાનું લક્ષણ કહેવામાં આવ્યું. આ સમ્યકત્વ પ્રાણીનું . લક્ષણ છે અને શાંતિનું સ્વરૂપ પ્રથમ ભૂમિકામાં છે. દેવ સંબંધી એના મનમાં જરા પણ ગોટાળો ન હોય, એને પ્રભુ પર પરમ વિશ્વાસ હોય અને તેમનાં કહેલાં વચન પર પૂરેપૂરી શ્રદ્ધા હોય. પ્રભુએ ભાખેલ છ દ્રવ્યને વિચાર અને પ્રાણીઓના આંતરભા-સારા અને ૩૯
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy