SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન [૩૦૩ યોગ્ય છે. તેઓ જે પ્રકાશ પાડે અથવા તેઓના નામે જે પ્રકાશ પડે, તે ઉચિત બાબત હોવાથી ખાસ ધ્યાન આપવા યોગ્ય છે, અને આ જીવને ઉપકારક હોવાથી તેણે તેનું અનુકરણ કરવું તે તેના હિતનું જ કાર્ય છે. આ પ્રાણી હવે ભગવાનને સવાલ કરે છે, તે આ પ્રમાણે છે : આ જે શાંતિ છે તેનું ખરેખરું સ્વરૂપ શું છે? તે કેમ પામીએ? અને પામીએ ત્યારે તે આપણામાં છે એમ કેમ જાણી શકાય? તેને ઓળખવાને રસ્તે શું? ટૂંકામાં, આપ શાંતિની વિગતે મને સમજાવે અને બધી શાંતિની વાતે મને કહો અને તેવી શાંતિ મારામાં છે, તેની ખબર મને કેમ પડે?—તે જણો, આવો સવાલ જિજ્ઞાસુએ પ્રભુને કર્યો અને પોતે ખરી શાંતિની ઓળખાણ સમજવા ઈચ્છે છે એમ જણાવ્યું. તેના બાહ્ય ચિલ્લે જાણવાની ઈચ્છા જણાવી. ભગવાન અને પ્રશ્ન સાંભળી, તેને જે જવાબ આપશે તે હવે પછી આ સ્તવનમાં કહેવામાં આવશે. (૧) ધન્ય તું આતમ જેહને; એહવો પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળે, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ૨ અન્તરે આત્મા, જેને આ સવાલ ઊભા થયા છે અને જેને આ સવાલ કરવાનું મન થયું છે, તે ખરેખર ભાગ્યશાળીનસીબદાર છે. તે એ શાંતિનું પ્રતિબિંબ કેમ પડે, તે મનમાં હૈયે રાખીને બરાબર સાંભળે. (૨) ટ –ધન્ય-કૃત પુણ્ય તું, અરે આત્મા! જેને એવો પ્રશ્ન પૂછવાને અવકાશ થયો. વૈર્ય મન કરીને એ પ્રશ્નને અવકાશ સાંભળે: શાંતિજિનને પ્રતિભાસ કહું છું યથાર્થ. (૨) વિવેચન-–હવે પ્રભુ એ સવાલ જવાબ શું આપે છે તે આપણે જોઈએ. પ્રથમ તે સવાલને જવાબ આપવા પહેલાં તે સવાલ પૂછનારને ધન્યવાદ આપે છે. તારા મનમાં આવે સવાલ થયે તેથી ધન્ય છે, નસીબદાર છે, ભાગ્યશાળી છે, તારા અત્યંત ગંભીર સવાલને જવાબ આપું છું તે તારા સવાલના જવાબને મારા મનમાં ધૈર્ય ધારણ કરીને તું સંભાળ. તારા સવાલના જવાબમાં હું હવે શાંતિનું બરાબર પ્રતિબિંબ તારી પાસે કહી સંભળાવું છે. તારો સવાલ ભારે અગત્ય ધરાવે છે અને તેને જવાબ ઘણી મહત્તાથી ભરપૂર છે. તેની મહત્તાને પાઠાંતર–આતમ ” શબ્દ એક પ્રત મૂકી દે છે; બીજી પ્રતમાં “આતમા” પાઠ છે. “તું” સ્થાને પ્રતવાળા “તૂ' લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. “જેહને’ સ્થાને પ્રતિકાર “જેહનૈ” લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. “એહવો” સ્થાને પ્રતમાં “એહેવો હો’ શબ્દ લખે છે. પ્રશ્ન અવકાશ” સ્થાને પ્રતમાં પ્રશ્નવકાશ’ પાઠ છે. “પ્રતિભાસ ” સ્થાને બન્ને પ્રતવાળાઓ “પ્રભાસ” લખે છે. (૨) શબ્દાર્થ –ધન્ય = નસીબદાર, ભાગ્યશાળી. તું = તારા. આતમ = આતમાં. જેહને = જેને. એહો = એવો, એવા પ્રકારને. પ્રશ્ન = સવાલ, તપાસ અવકાશ = ઈચ્છા, વિચાર, હોંસ. ધીરજ = વૈર્ય, શાણપણ, મન = ચિત્ત, અંદરના ભાગમાં. ધરી = ધારણ કરી. સાંભળો = નિર્ણો, સમજો. કહું = સમજાવું, જણાવું. શાંતિ = એક્તા, ગડબડ રહિત સ્થિતિ. પ્રતિભાસ = પ્રતિબિંબ, આકાર. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy