SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૧ જીવનને કશે। ઉપયાગ નથી અને તેને ફળ બેસતું નથી. તે ચાલ્યા જાય છે અને પછી તે તેનું ઘણે વર્ષે નામ પણ ભુલાઈ જાય છે એ નિશાન પણ નાશ પામે છે. આવા જીવતરનું કાંઈ મૂલ્ય નથી. ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન વધારે થાય છે. પણ એ નિષ્ફળ તા આવ્યા હોય તેવા ને તેવે જ જો જીવનને મૂલ્યવાન કરવું હોય તે સ્તવનમાં બતાવવામાં આવી છે તેવી શાંતિ પ્રાપ્ત કરો અને મનમાં આવે તે સ કરો, પણ જે કરો તેમાં મનમાં શાંતિ રાખેા. ઉકળાટવાળો માણસ ગમે તે કામ કરે તે સવ નિષ્ફળ થાય છે, અને, ઉપર જણાવ્યું તેમ, આંખરા ઉપર ચિત્રકામ જેવું થાય છે, માટે જો તમારું જીવન સફળ કરવું હોય તે આ સ્તવનમાં રજૂ કરેલ શાંતિને રાખવાની ટેવ પાડો અને તેની ટેવ પડતાં ધીમે ધીમે તમે તેમય થઈ જશે અને જીવનને ફળવાન કરશે. આ વાતની મહત્તા ખાસ સમજવા જેવી છે અને અનુસરવા યાગ્ય છે. બાકી અનંત ભવ કર્યો, તેમાં એકના વધારા કરવા હાય, તે તે કાંઈ કહેવાની કે વિચારવાની જરૂર નથી; ચાલે છે તેમ ચાલવા દો! આ પ્રકારની ગેરસમજૂતી અને મારામારી ઊભી કેવી રીતે થાય છે તે વિચારતાં એમ લાગે છે કે પ્રાણી પેાતાની જાતને વિચાર કરતા નથી અને અમરપટા લખાવીને અહી આવ્યા હાય, તેમ વતે છે. અંતે તે એ ખાટલામાં પડવો પડયો પોતાની ભૂલ જુએ છે, પણ પછી ઘણું મોડું થઇ જાય છે. અને શરીર ચાલે નહિ, તે વખતના પશ્ચાત્તાપ નિરર્થક છે. પાણી ચાલ્યા ગયા પછી પાળ બાંધવા જેવા તે મૂર્ખાઈના નમૂના છે અને પોતાની અકલમંદીનું પ્રદર્શીન છે. એ સ્થિતિ ન થવા દેવી હેાય તેા આ નીચેના સ્તવનમાં બતાવેલા વિચારે ધ્યાન પર લે અને તે પ્રમાણે વર્તો. સ્તવન (રાગ મલ્હાર; ચતુર ચામાસું પડિકમી–એ દેશી. ) શાંતિ જિન એક મુજ વિનતિ, સુણા ત્રિભુવનરાય રે શાંતિસ્વરૂપ કેમ જાણીએ, કહા મન કિમ પરખાય રે? શાંતિ- ૧ ' પાઠાંતર- વિનતિ ' સ્થાને એક પ્રતમાં ‘વીનતિ ’ પાડે છે. ‘ જાણીએ ’ સ્થાને ‘ જાણીઇ' પાડે પ્રતમાં છે. ‘ મન ક્રિમ ’ સ્થાને ‘જિન મતિ' પાડે છે. ‘શાંતિ’ સ્થાને એક પ્રતમાં ‘શાતી શબ્દ છે, ‘મન કમ પરખાય રે' સ્થાને એક પ્રતમાં કહેા મન પરસ થાય રે' એવા પાડે છે. (૧) શબ્દા—શાંતિ જિન = શાંતિનાથ નામના સોળમા તી`પતિ, સાળમા જિનદેવ. એક = માત્ર એક, નાનીશી, નજીવી. મુજ મારી વિનતિ = વિજ્ઞપ્તિ, માગણી. સુણા = સાંભળો. ત્રિભુવનરાય = સ્વ, મૃત્યુ અને પાતાળના રાજા, ઉપરી, પતિ. શાંતિસ્વરૂપ = શાંતિનું સ્વરૂપ, મનમાં ઉકળાટની ગેરહાજરી. કેમ = ડેવી રીતે, યે માગે.... જાણીએ = સમજીએ, પામીએ. કહેા = કહી બતાવેા, જણાવેા. પરખાય = જણાવા, સ્પષ્ટ કરો, નિવેદન કરે. મન = ચિત્ત, આંતર વૃત્તિ. પરખાય = જાણી શકાય, પરખી શકાય. (૧) =
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy