SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૮] શ્રી આનંદઘન-વીશી આ પ્રાણુએ ધન, મિલકત, ઘરબાર કે છોકરા છોકરી ન માગતાં માત્ર વિજ્ઞપ્તિમાં પ્રભુની નજીકમાં પિતાને વસવાટ માગે, એમાં બહુ ડહાપણ છે. ધનસંપત્તિ તો પૌગલિક છે, થોડા વખતની છે, પણ પિતાની સાથે કાંઈ આવવાનું હોય તો તે પુરુષની કરેલી સેવા છે. આવી સેવાના કારણભૂત નિવાસસ્થાન માંગવામાં આ જીવે દીર્ધદષ્ટિ વાપરી છે અને સેવા-ભક્તિની ખરી જડ શોધી કાઢી છે. અને પરિણામે એ સારી રીતે સેવા-ભક્તિ મેળવશે અને એની મુરાદ પાર પડશે. એને ખાતરી થઈ ગઈ છે કે, પ્રભુની સેવા-ભક્તિ વગર બીજાં સર્વ કાર્ય નકામાં છે. તેથી એણે પ્રભુને વિનંતિ કરીને તેમની પાસે હંમેશ રહેવાનું માંગી લીધું અને તે દ્વારા પિતાની સેવા કરવાની તમન્ના બતાવી આપી. એક આંધળા ઉપર ભગવાન પ્રસન્ન થયા, ત્યારે તેણે એક વાક્યમાં માગણી કરી કે મારા દીકરાના દીકરાની વહુને સાતમા માળની હવેલીએથી સેનાની દેઘડીમાં છાશ લેવી જોઉં. આમાં એણે સાત માળની હવેલી માગી, દીકરાના દીકરા માગ્યા, તે થાય ત્યાં સુધી પોતે જીવે એમ માગ્યું અને સોનાના ઠામ માગવાને અંગે પિતાને એવી ઋદ્ધિ-સિદ્ધિ થાય એમ માગ્યું. આ પ્રાણીએ તો એવી સ્થૂળ ચીજ માગી જ નહિ, એણે તો માંગણી એક જ કરી, પ્રભુની પાસે હંમેશને માટે એને નિવાસ થાય. પિતે તેને પરિણામે પ્રભુને ઓળખે અને સેવે એટલું જ માગ્યું. તેમાં તેની દીર્ઘ નજરે અને સેવા કરવાની તમન્ના છે. (૮) ઉપસંહાર આ પ્રમાણે આ પંદરમાં પ્રભુનું સ્તવન પૂર્ણ થયું. પ્રભુમાં કેટલી ભક્તિ-ભાવના ઉત્પન્ન થઈ છે, તે આ સ્તવન બતાવે છે. બાકી, આ પ્રાણીનાં પાપ એટલાં બધાં હોય છે કે તેને તે વિચાર જ કરતો નથી. તે તો આ વખત કૂથલી કરે, બીજાના અપવાદ-અવર્ણવાદ બોલે. પિતે ક્રોધ, માન, માયાથી મસ્ત રહે અને હાસ્ય કે શેકમાં દિવસો પસાર કરે અને ખોટ રડે; મનમાં કાંઈ ન હોય, તોપણ મટી પિક મૂકે અને બીજાને રડાવે અને પ્રેરણા કરીને બીજાને કુટાવે, અને પોતે રાગદ્વેષનું પૂતળું હોય તે થઈ જાય, આમાંથી એ ઊંચા આવે તો જ પ્રભુને યાદ કરે. પોતે ધમી હોવાને દેખાવ તો એ કરે કે ન પૂછવી વાત! આ સર્વ ધાંધલ છે, અને એમ કદી પ્રભુ નજરે દેખાય નહિ અને સેવા થઈ શકે નહિ. માટે પાપનાં દ્વારે ઓછાં કરી નાખો, બને તો બંધ કરી દો અને દાન, શિયળ, તપ, ભાવનામાં પ્રવૃત્ત થાઓ. અને ધ્યાનમાં રાખો કે અત્યારનો પરિવાર તો અસ્થાયી છે. એ કાંઈ હમેશને માટે ચાલવાનું નથી અને તેને માટે સાચાખોટાં કરવાં કે તર્કટ કરવું અને સાથે ધમ હોવાનો દાવો કરે એ કઈ પણ રીતે બંધ બેસતી વાત નથી. તમે વિચાર કરશો તે કાળા બજાર કરનાર કે સરકારી નોકરને લાંચ આપનાર કોણ છે? કંટ્રોલનો લાભ લે છે અને કાળા બજાર કરવાં છે, છતાં પ્રભુની સેવા ઉઠાવવી છે, એ બે વાત કેમ બની શકે ? એ તે ઉઘાડે વિરોધાભાસ છે અને એ માગે તમને પ્રભુનું દર્શન પણ થવાનું નથી. અને સેવાની વાત તે દૂર રહી ! હે પ્રભુને મેળવવા હોય તો પ્રથમ પાપને ત્યાગ કરી સાચે રસ્તે આવી જાઓ અને તમારી અત્યારની દોડાદોડી મૂકી દે. તમને જ્યાં ત્યાં પ્રભુ મળી જશે એમ ખોટી ભ્રમણામાં ન રહો.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy