SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૩ ૧૫ : શ્રી ધર્મનાથ જિન સ્તવન તરફની એકપક્ષીય પ્રીતિ કેમ પસંદ કરાય? એ કેમ જામે? તું તે તદ્દન નીરાગી રહ્યો, વીતરાગ રહ્યો અને હું તને વળગતે ચાલું એમાં પસંદગી શી કરાય? દુનિયામાં પણ એવું જેવાય છે કે એક માણસ બીજા ઉપર પડતે જાય, તેને સ્નેહસંબંધ જાળવી રાખવા અને તે કરે, અને સામને મનમાં તે સ્નેહઊર્મિ હોય જ નહિ–એવી એક પક્ષની પ્રીતિ તે કેમ કરીને જામે? તે પ્રમાણે હું પ્રીતિ કરવા ઈચ્છું છું અને તમારા મનમાં તે એ કાંઈ આવતું નથી, તે આપણે મેળ જ કેમ જામે? આપણી વચ્ચે પ્રીતિ જામતી નથી તેનું કારણ એ છે કે હું પ્રેમ કરવા પ્રયત્ન કરું છું, પણ સામેથી તમારા પક્ષે કાંઈ જવાબ મળતું નથી, તમે વીતરાગ હોવાથી કઈ પ્રકારને જવાબ આપતા નથી, સ્નેહ દાખવતા નથી, એટલે મારે એક પક્ષને સ્નેહ માર્યો જાય છે. આ કારણે મને આપની ઉપર સ્નેહ થતું નથી. પણ મારા સ્નેહને કાંઈ જવાબ આપો અને મને આપને પિતાને સેવક ગણે તે તે બધી વાત બની આવે. અત્યારે તે હું આપની સેવામાં પડ્યો પાથર્યો રહું છું અને આપમય થવા યત્ન કરું છું, પણ આપ તે નીરાગી રહ્યા; તેથી જવાબ આપતા નથી. હું અને તમે બને મળીએ, તે તે કાંઈ મેળાપ થાય પણ ખરે, પણ આપ રહ્યા વીતરાગ અને હું તે સંસારમાં સરાગી. આ કારણે આપણે બે બચ્ચે પ્રીતિ થતી નથી અને થાય તે નભતી નથી, આવી વિચિત્ર પરિસ્થિતિ છે તે છતાં એક વાત છે, તે ખૂબ વિચારવા ગ્ય છે. (૫) પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંધી હો જાય જિનેશ્વર; જાતિ વિના જુઓ જગદીશની, અંધ અંધ પુલાય, જિનેશ્વર ધર્મ ૦ ૬ અર્થ—ઊંચામાં ઊંચે ખજાને તે મુખ આગળ જ પડે છે, અને આ પ્રાણી તે આખી દુનિયાને ટપી જાય છે, જ્યાં ત્યાં ફર્યા કરે છે અને રખડ્યા કરે છે. પ્રભુ તરફના તેજ વગર જુઓ તે ખરા, એ તે આંધળાની પાછળ આંધળાની હાર લાગે, તેની જેમ વર્તે છે, ચાલે છે. (૬) પાઠાંતર–પરમ નિધાન’ સ્થાને પ્રતમાં “પર નિદાન” પાઠ છે. “નિધાન” સ્થાને પ્રતમાં નિધી” પાઠ છે. “પ્રગટ સ્થાને પરગટ” પાઠ પ્રતમાં છે, અર્થ ફરતો નથી. “મુખ” રથાને પ્રતમાં મુષ' પાઠ છે. તે પ્રાચીન ગુજરાતી છે. આગળે” સ્થાને પ્રત લખનાર “આગ” પાઠ લખે છે તે જૂની ગુજરાતી છે. - ઉલ્લંઘી’ સ્થાને “ઉલંગી” પાઠ છે (બને પ્રતમાં); અને ભીમશી માણેક “ઉલંઘી’ છાપે છે. “જુઓ” સ્થાને પ્રતમાં “જોઉં” પાઠ છે. “જગદીશ” સ્થાને પ્રતમાં ‘જગદીસ” પાઠ લખે છે. “પુલાય’ સ્થાને બને પ્રતમાં “પિલાય” પાઠ છે. (૬) શબ્દાર્થ–પરમ = સરસમાં સરસ, મહામૂલ્યવાન. નિધાન = ભંડાર, જમીનમાં દાટેલ. પ્રગટ = સ્પષ્ટ, ઉઘાડે. મુખ = મોટું, મોં. આગળ = આગળ, સામે. જગત = સવ લેકે, ઘણા ખરા. ઉલ્લંઘી = તેની આડા થઈ, ટપી જાય. હે જાય = તેને ઓળંગી જાય, ટપી જાય. જ્યોતિ = પ્રકાશ, તેજ. વિના = વગર, સિવાય. જગદીશની = ઈશ્વરની, નાથની. અ = આંધળા પાછળ, પછવાડે. અંધ = આંધળો, આંધળા પછવાડે આંધળો, આંધળાની હાર લાગે. પુલાય = ચાલે છે, અનુસરે છે. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy