SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ : શ્રી ધર્મનાથ જિન સ્તવન [ ૨૮૭ કર્યા કરું એ બીજી વાત થઈ. અમારા કુળની એવી રીત છે કે અમારા મનમાં કે સંકલ્પમાં બીજો કોઈ કદી આવે નહિ અને અમે જે કુળમાં જન્મ્યા છીએ તેની રીતિ અને વટ એવાં છે કે, એમાં બીજી ભળતી વાત હૃદયમાં આવે જ નહિ. જેમ સતી સ્ત્રીઓને એ કુળવટધર્મ હોય છે કે તેના મનમાં અન્ય કોઈ પુરુષ પ્રવેશે જ નહિ; એ તે પતિને જ ઇરછે અને બીજાને સંકલ્પ કદી કરે નહિ, તેમ મારા કુળવટની રીત છે કે હું એક માત્ર પ્રભુને જ મારા હૃદયમાં ધારી રાખ્યું અને બીજે મારા હૃદયમાં કદાપિ પણ દાખલ થાય જ નહિ. અહીં બીજા સર્વ દેવેને હદયમંદિરમાં સ્થાન ન આપવાને અને માત્ર એક જ ધર્મનાથ સ્વામીની આરાધના કરવાને અને તેને વળગી રહેવાને નિર્ણય પ્રાણી કરે છે અને તેને વળગી રહેવાને જાહેર એકરાર-કબૂલાત કરે છે, એમાં પ્રભુ તરફને એનો પ્રેમ દેખાઈ આવે છે. એને બીજા દેવ તરફ ઠેષ નથી, પણ પ્રભુ તરફ પ્રેમ છે, પ્રીતિ છે, એનું એ પ્રદર્શન કરે છે. ઘણી અગત્યની વાત સેવા–ભક્તિમાં એકાગ્રતાને અંગે કરવાની છે તે આપણે હવે એક પછી એક દેશું. પણ કુળવટ આ રીતે નેધવા લાયક છે અને અનુકરણ ગ્ય છે. અને પ્રભુ પણ જેવા તેવા મળ્યા નથી. એ નિરંજન નિરાકાર છે, એમનામાં અરાગ, અષ, વિકથાને ત્યાગ વગેરે અસાધારણ ગુણો છે. અને તેને વશ પડેલે આ જીવ પ્રભુમાં એકાગ્ર થઈ, તેમના ગુણનું ગાન કરવાને અંગે તેને થયેલ નવીન અનુભવો વર્ણવે છે. (૧) ધરમ ધરમ કરતે જગ સહુ ફીરે, ધરમ ન જાણે હો મર્મ, જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે છે કર્મ, જિનેશ્વર. ધર્મ અર્થ–દુનિયા આખીના લેકે મુખેથી ધરમ ધરમ કરતા ફરે છે, પણ તેઓ ધર્મનું રહસ્ય કે ધર્મને સાર જાણતા નથી, સમજતા નથી. ધર્મનાથ તીર્થંકરના પદકમળને પકડ્યા પછી કઈ પ્રાણી કર્મથી લેપાય નહિ, ખરડાય નહિ. (૨) ટો-ધર્મ, ધર્મ' નામ કહેતા સૌ ફરે. “ધર્મ” શબ્દ કુલ દેશ પાર્કંડાદિ ઘણાએ નામ છે, પણ “ધર્મ” શબ્દને મર્મ નથી લેતે; દુર્ગતિમાં પડતાં ધરઈ તે ધર્મ અથવા આત્મ પાઠાંતર–“જગ સહુ ફરે’ સ્થાને “કાં સી ફીરે એ પાઠ પ્રતમાં છે, ભીમશી માણેક ‘ફિરે છાપે છે: એક પ્રતમાં “કાં સુ ફિરે એમ પાઠ છે. જાણે સ્થાને પ્રત લખનાર “જાણે પાઠ લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. “જિનેશ્વર ” સ્થાને એક પ્રતમાં “જિનેસર ” પાઠ છે બંને સ્થાને. “પછી' સ્થાને ભીમશી માણેક પ”િ છાપે છે. (૨) શબ્દાર્થ –ધરમ = ધમ, ફરજ બજાવવી તે. ધરમ = ધમ ધમ ર્યા કરે છે, મુખેથી બોલ્યા કરે છે. જગ = દુનિયા, માણસે. કર = બોલતા, ધમી થાઓ એમ કહેતા. ફીરે = ફરે છે, બેલતો જાય છે. પણ ધરમ = ધર્મ, એ ધર્મ શબ્દ શું છે. ન જાણે = સમજે નહિ, આદરે નહિ. મમ = રહસ્ય, તત્વ, સાર. ધરમ = ધમ, પંદરમા પ્રભુ. જિનેશ્વર = તીર્થકર દેવ, પ્રભુ. ચરણ = પગે, તે ગ્રહ્યા = પકડવા પછી. કોઈ = ગમે છે. કઈ પણ ન બાંધે = ન સ્વીકારે, ન આદરે. કમ = કઈ જાતનું કમ", સંસારી પ્રાણીને બંધાતાં કર્મો. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy