SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન સંબંધ-આપણે અગાઉનાં સ્તવમાં પ્રભુપૂજા–સેવા-ભક્તિનો મહિમા વર્ણવ્યા. એ સેવામાં કેવી રીતે લીન થઈ જવું જોઈએ તે બતાવવાના અનેક દિશાએથી પ્રયત્ન કરવાના છે, કારણ કે આપણે સેવા-ભક્તિ કરી પ્રભુનું સામ્ય પ્રાપ્ત કરવું છે. આવો મજબૂત મુદ્દો હાથમાં આવી ગયું છે તેને હલાવવા અને તેને પ્રધાન સ્થાન પર લાવવાને આ પ્રયત્ન છે, અને તેથી પ્રભુસેવા-ભક્તિને આપણે જે એક મુદ્દો નક્કી કર્યો છે, એ જ મુદ્દા ઉપર આપણે કેટલાંક સ્તવને તપાસ્યાં. એમાં લેખકને એક જ આશય છેઃ સેવા-ભક્તિને જુદા જુદા દષ્ટિકણથી તમે બરાબર સમજી જાઓ અને તે દ્વારા તમારી પ્રગતિ વધારે. એ પ્રમાણે કરવું તમારે જરૂરી છે. બાકી, આ દુનિયાનાં કાર્યોમાં ફસાઈ જશે, તેમાં જ તમારી ઈતિકર્તવ્યતા માનશે, તે તમારે આરે નહિ આવે. તમે સંસાર સમુદ્રમાં ગોથાં ખાધા જ કરશે અને એને પાર કદી પણ નહિ પામો. તમે જરા સંસારનાં વાંધા-વચકા, નિંદા, કૂડ-કપટ અને રાજ્યક્રારી રમતે જુઓ અને તેમનું પૃથકકરણ કરતાં જણાઈ આવશે કે તે પણ એક જાતને સંસાર જ છે અને તમને દુન્યવી બનાવવાને જ પ્રયાસ છે અને રાગદ્વેષના પૂતળાને ચાવી દઈ જેમ નચાવશે તેમ નાચે, તેવા તે સર્વ પ્રયત્ન છે. આ પ્રયત્નમાંથી માખણ તારવવું અને તે પ્રયત્નોને લાભ લેવો તે તમારી અનિવાર્ય ફરજ છે. અને પ્રાણી એક વાર આત્મસન્મુખ થાય ત્યાર પછી તેને સૂઝી રહે તેવો તે માર્ગ છે. આત્મસન્મુખતાની વાત પર છીએ, ત્યારે કહી નાંખીએ કે એ અત્યંત મુશ્કેલ માર્ગ છે, પણ જરૂર આદરવા યોગ્ય છે, માટે તમારી જાતે વિચાર કરે અને વસ્તુ તેમ જ આજુબાજુના સંયોગનું મૂલ્યાંકન કરે. અને તમે જેમ જેમ વિચાર કરશે તેમ તેમ તમને ખરી વસ્તુસ્થિતિ જણાશે અને દુન્યવી વાતાવરણ કરતાં વધારે બીજા સ્વચ્છ વાતાવરણમાં તમે આવી પડશે. આ રીતે તમે પ્રભુભક્તિમાં લીન થઈ જાઓ અને તેને જ તમારું કર્તવ્ય માને એ દષ્ટિએ તમારા મન પર ઠસામણ કરવા માટે આ સ્તવન લખાયેલું છે. તમારે બહુ ચેતવાનું છે, ઘણું સમજવાનું છે. આ દૃષ્ટિ ધ્યાનમાં રાખી આપણે સેવના કેળવવા માટે આ સ્તવનને વિચાર કરીએ. સ્તવન (રાગ ગોડી, સારીગ; દેશી રસીઆની; કઈ સ્થાને સારંગ રસીઆની દેશી એમ લખેલ છે.) ધમ જિનેશ્વર ગાઉ રંગશું, ભંગ મ પડશે હો પ્રીત, જિનેશ્વર; બીજો મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત, જિનેશ્વર. ધર્મ. ૧ પાઠાંતર– જિનેશ્વર” સ્થાને પ્રતમાં “જિનેસર” પાઠ છે. “ગાઉ ” સ્થાને “ગાવું ” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “રંગશું” સ્થાને રંગમ્યું' પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “પડશે” “પડીયો” સ્થાને પાઠ બે
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy