SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬] શ્રી આનંદઘન–ચવીશી એ વાત તેમના મુખમાં શોભતી નથી. તેઓ તે પિતાના પેટને ભરે છે, એ પેટભરાનું કામ વગેરે કરતાં તેઓને જોઈને મેહરાજા તેઓને આ કળિયુગરાજમાં હેરાન કરી રહ્યો હોય એમ જરૂર જણાય છે. (૩) ટ –નજરે જોતાં ગચ્છના ભેદ બહુ દેખાય. મમત્વે કરી, અને તત્વની વાત કરતાં લાજે પણ નહિ. વચનશૂરાપણું કરે અથવા ગચ્છાદિકના મમત્વકાર રાખે અને તત્ત્વની વાત કરે, તે શું જાણીએ છીએ. લાજતા નથી તે માટે કહ્યું છે. ચત્ર હિ માનો, તત્ર શ્રેયસ ઘમ્ રૂતિ વવનાનું લાક્ષાત્રસાર પરમાર્થ ન્યૂના: રૂલ્યાટા એવા ઉદર ભરવાદિકનું પિતાનું કાર્ય કરતા હંતા મહારાજાના પરાભાવ્યા કળિયુગ તે પંચમ કાળના રાજ્યમાં એ બહુ દેખાય વદુ મુer બધું સમળા રૂત્તિવરના શેયમ્ (૩) વિવેચન–અને આ સેવાની વાત ઉપરથી ગચ્છના ભેદ ઉપર સ્વાભાવિક રીતે કર્તાશ્રી જાય છે. એને મુદ્દો પણ ભક્તિ-સેવાને જ છે. ગચ્છના ભેદ જતાં તપગચ્છીય છું, તમે પાયચંદગ૭વાળા છે, એવા એવા મમત્વ કરે કે પિતાને ગ૭ જ સાચો છે. તેઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વ કરનારા છે, પણ પિતે જ સાચા છે એમ માને છે અને પિતાને ગ૭ એ જ પ્રભુને ગ૭ છે એમ માની બીજા સર્વની નિંદા-કૂથલી કરે છે. અને પિતાના ગચ્છની મહત્તા સ્થાપવા માટે કંઈક તફાને મચાવે છે; એવા માણસ તત્ત્વની વાત કરતાં પણ શરમાતા નથી. મમત્વ હોય ત્યાં તત્ત્વ નહિ અને તત્વ હોય ત્યાં મમત્વ નહિ; પણ આ તે જાણે ઝઘડાના કેન્દ્ર હોય તેવા થઈ તત્વની મોટી મોટી વાત કરે, પણ તેવા લાજ વગરના માણસોએ શરમાવું જોઈએ અને ગચ્છના પક્ષકારોએ જાણવું જોઈએ કે એવા ગચ્છવાદીઓના મુખમાં તત્ત્વ ભત નથી. તેઓ ગચ્છના પક્ષકાર થયા એટલે તત્ત્વ તે તેમનાથી રસ માઈલ દૂર નાસે છે. આવા ગચ્છના આગ્રહી માણસો પોતાનું પેટભરાપણું વગેરે કરવાને કારણે, આ કળિકાળમાં મહરાજ તેઓને પડે છે એમ સમજવું. તેઓ ગચ્છની ભાંજગડમાં એટલા બધા પડી જાય છે કે બીજી વાતે તેમની નજરે ગૌણ બની જાય છે. પછી બૂમબરાડા પાડીને ક્રોધ કરે કે અભિઆત કરે કે માયા-કપટ કરે, પણ તેઓ સંસારમાં ભટકનાર છે અને જે સેવા-ભક્તિ માટે અગાઉ અનેક વાત કરી તેને માટે તેઓ તદ્દન અયોગ્ય છે. આનંદઘનજી ગમે તે સંપ્રદાયના હેય, પણ તેમણે આ વાત ઘણું મક્કમપણે કરી છે. ગચ્છાચારી અને ગચ્છમાં પૂર્ણતા માનનારા વાસ્તવિક રીતે કેવા હોય છે તે આ ગાથાથી સમજવા જેવું છે. ગચ્છના મરચા ન માંડવા અને ગચ્છની મોટી મોટી વાત ન કરવાને અંગે આ વાત કરી છે. અને જે સેવા-ભક્તિ માટે આગ્રહ કરવામાં આવ્યું છે, તેને માટે આ ગરછના મોહમાં પડેલા લાયક રહેતા નથી, એ વાત બરાબર લક્ષ્યમાં લેવા જેવી છે. આ ગચ્છમોહ તજવાને યોગ્ય ઉપદેશ છે અને આ કળિકાળમાં તે અત્યંત આવશ્યક છે. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy