SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] શ્રી આનંદઘન-ચાવીશી અર્થ-કોઈ કોઈ લોકો કહે છે કે જુદા જુદા પ્રકારની સેવા-ભક્તિ, અથવા ક્રિયા કરી ભગવાનની સેવા કરીએ છીએ, પણ તેની નજરે ક્રિયાનું ફળ જણાતું નથી, દેખાતું નથી. તેઓ બિચારા એકસરખા ફળને ન આપનારી ક્રિયા કરી ચારે ગતિમાં (દેવતા, મનુષ્ય, તિય ઇંચ અને નરક ગતિમાં) રખડે છે, આંટા માર્યા કરે છે. અને તે તે ચાર ગતિમાં આખડે છે, તેના નિસ્તાર થતા નથી, (ર) ટમે—હમણાં કેટલાએક એમ કહે છે જે વિવિધ-બહુ પ્રકારની ક્રિયા કરીને સેવીએ, એકાંત ક્રિયાવાદી તે ખેલ્યા, પણ તે અનેકાંતદૃષ્ટિ–રયાદ્વાદષ્ટિનું ફલ દેખતા નથી, કેટલાએક અનેકાંત ક્રિયા કરીને સ્યાદ્વાદળ નથી દેખતા, જિનમત નથી જાણતા, તે ખાપડા પ્રાણી જાણતાં ચાર ગતિમાં રજે-ફ્રે-ભમે. એકાંત જ્ઞાનને, એકાંત ક્રિયાને અનેકાંત દૃષ્ટિ ન કહીએ, જ્ઞાનક્રિયાએ મેાક્ષ જાણીએ. તે અનેકાંત મત. (ર) વિવેચન— યા યા ત્રિયા સા સા જ્જતી એ સૂત્રને માન આપનાર કેટલાક ક્રિયાવાદીએ કહે છે કે, અમે ક્રિયા કરીને ભગવાનને મેળવશું, પણ ક્રિયાનું ફળ તે એકાંત નથી. કેટલીક વખત ક્રિયાનું ફળ મેાક્ષમાની પ્રાપ્તિમાં થાય અને કેટલીક વખત સંસાર વધારનાર થાય. જેમ સંગમના જીવને દાન દેવાથી શાલિભદ્રના અવતાર મળ્યા, પણ આખરે તે તેમના સંસાર વધી જ ગયા. તેઓ અનેક ઋદ્ધિ પામ્યા, પણ તે તે થાડા વખત માટેની હતી. સંસાર વધી જવા એ, વિશાળ નજરે જોતાં, કોઇ પ્રકારના લાભ નથી, એ તો ‘ખાધું એટલે ખેાયુ” જેવી વાત છે. પછી તમે દૂધપાક ખાધા હોય કે ઘેંસ ખાધી હોય, તે જોવાનું નથી. પેટમાં ગયા પછી સં સરખું બની જાય છે. ક્રિયાનું ફળ તાત્કાલિક લાભમાં તે આવે, પણ એથી અન'તકાળના લાભ મળતા નથી; અને સુખ તે ભેગવ્યું એટલે ખલાસ થઇ જાય છે. ક્રિયાના લાભ તો મળે, પણ તે પૌદ્ગલિક પ્રાપ્તિમાં હોય તો એને કાંઇ અર્થ નથી. એ તે અસ્થાયી વસ્તુ છે અને જતી વખતે કચવાટ મૂકી જનાર છે. સ` ક્રિયાનો સાચેાસાચ લાભ જ મળે એમ ન સમજવું, કાંઇક લાભ મળે, તે અનંતકાળને હિસાબે કાંઇ ગણતરીમાં નથી; અને આવા અનેકાંત લાભ પર આધાર બાંધી શકાય નહિ. ક્રિયાવાદી માત્ર ક્રિયામાં જ માને છે, એ સમજ્યા વગર આખા વખત યંત્રની જેમ ક્રિયા જ કર્યા કરે, પણ હેતુ સમજ્યા વગરની સચા માફક કરેલ ક્રિયા તે સ્થાયી લાભ આપનાર નીવડતી નથી. એમાં દુનિયાદારી અને સુખસગવડ મળે, પણ મેક્ષ જેવા અનંત સુખ પાસે એ કાંઇ ગણતરીમાં નથી. જે ફળ હુંમેશ ટકે નહિ, તે અંતે અથ વગરનું છે અને પરિણામે સંસાર તરફ ગમન કરાવનાર છે. આવું ફળ કદાચ થાય તેા, તેઓ સિાખ આપવા ચારે ગતિમાં જાય–આવે છે. કોઇ વાર ગાય-ભેંસ થાય. કોઇ વાર નારક થાય, કોઇ વાર દેવ થાય અને કોઈ વાર મનુષ્ય થાય, પણ એનો છેડો આવે નહિ. અને જે સુખની પછી તેના અભાવ આવવાના હાય, તેને સુખ જ કહી શકાય નહિ. ચાર દિવસનુંચાંદરડું અને ઘેર અંધારી રાત' જેવી એમાં વાત થાય છે. ક્રિયા અનેકાંત ફળને આપે પણ ખરી, પણ એને આપણે ખરા અર્થમાં ફળ કહેતા જ નથી. આપણે તે સ્થાયી સુખ આપનારને જ ફળનું નામ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy