SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૬] આનંદઘન-ચાવીશી દરિસણ દીઠે જિનતાણું રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસતા રે, અંધકાર પ્રતિષેધ. વિમલ જિનવ પ અર્થ_શ્રી તીર્થકર દેવનાં દર્શન પામીને, તેને જોઈને, કોઈ પણ પ્રકારના વિરોધનું સ્વપ્ન પણ આવે નહિ; જેમ સંસારમાં સૂર્ય એક હાથ જેટલે પસાર પામે, ત્યાં અંધારાની અટકાયત થાય છે તેની પેઠે, અથવા સૂર્ય કે કિરણને સમૂહ છે, તે પસાર થતાં અંધારાનો નાશ થાય છે તેની પેઠે. (૫) ટો–દર્શન દેખીને શ્રી વીતરાગને સંશય-મનભ્રાંતિને વેધ ન રહે, જેમ દિનકરસૂર્યનાં કિરણ પ્રસરેતે હવે અંધકારને પ્રતિષેધ થાય, તેમ જિન દર્શને મારું મિથ્યાત્વ નિષેધ થાય. (૫) - વિવેચન—આપનું દર્શન કેવું સરસ છે, તે હું ગણી બતાવું છું. જિનેશ્વરનાં દર્શન કરવાથી મનમાં વેધ એટલે સામા પડવાપણાને સંશય રહેતો નથી. વ્યવહારમાં કહેવાય છે કે સંસાચારમાં વિનરાતિ એટલે જેને મનમાં સંશય પડે, તે મય જે થાય, તે વિનાશ પામે છે. પણ આપનું દર્શન તે એવું સરસ છે કે મનમાં જે સંશય હોય, શંકા હોય, તે ભાંગીને સ્વયમેવ ભુક્કો થઈ જાય છે. ગુરુ મહારાજ મન રહે તેનાથી શિવે જેમ શંકા વગરના થઈ જાય છે, તેમ આપને દૂરથી દેખવાથી બધા સંશ-શંકાઓ નાશ પામી જાય છે અને વિરોધ બધે નાશ પામે છે. જેમ દિનકર એક હાથ જેટલે પસાર પામે, ત્યાં અંધારાને નાશ થઈ જાય છે, તેમ આપનાં દર્શનથી વિરોધ સર્વ નાશ પામે છે. સૂર્ય તે એક હાથ લાંબો દેખાય છે, પણ તે જ્યારે દેખાય ત્યારે સર્વ અંધકારને અટકાવ થઈ જાય છે. સૂર્યથી જેમ અંધારું અટકે છે, તેમ આપનાં દર્શનથી સર્વ વિરોધ અટકી જાય છે અને ચારે તરફ અજવાળું–જ્ઞાનને ઉદ્યોત–થઈ જાય છે. આપ આવા પ્રકાશમય હોવાથી આપનું દર્શન મને ખૂબ વહાલું લાગે છે અને મારું મન એમાં રીઝે છે અને આપને આદર્શ પણ મને કમનીય લાગે છે. આવા આપના દર્શનથી મારાં સર્વ કામ ફળે, સફળ થાય એ બાબતની મારા મનમાં જરાય શંકા નથી. અને આપને મારા આદર્શ તરીકે હું સ્વીકારી લઉં છું. (૫) પાઠાંતર–“દરિસણ દીઠે જિન તણે રે ' પાઠ પ્રથમ પંક્તિમાં મૂકે છે. “સંશય ન રહે ભેદ' એ પાઠ બીજા પાદમાં મૂકે છે અથવા આ પંક્તિ મૂકી દે છે. “દીઠે ” સ્થાને પ્રતમાં “દીઠે” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “તણું રે' સ્થાને એક પ્રતિકાર “તણી પાઠ લખે છે, તે લિંગવ્યત્યય છે. “સંશય” સ્થાને એક પ્રતમાં “સાંસો” પાઠ છે. “ રહે’ સ્થાને પ્રતિકાર ‘રહૈ” પાઠ આપે છે, તે જૂની ગુજરાતીને લઈને છે. પ્રસરતા રે” સ્થાને એક પ્રકાર “વરસતાં રે' એવો પાઠ આપે છે. (૫) શબ્દાર્થ –દરિસણ = દર્શન, દેખવું તે. દીઠે = જોયે, મને, પ્રાપ્ત થયે. જિનતણું = તીર્થકર મહારાજનું. સંશય = શકા, સંદેહ. ન રહે = થાય નહિ, નીપજે નહિ. વેધ = વાંધા વચકો. દિનકર = સૂય. કરભર = હાથ જેટલે, જેનું માપ હાથ થાય છે તે. પરંતા = પસાર પામતાં, પ્રસરતાં. અંધકાર = અંધારું, તિમિર. પ્રતિવેધ = ને નાશ, અટકાયત. (૫)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy