SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [ ૨૫૭ જે વસ્તુને યથાસ્વરૂપે કહી બતાવે, સમાવે તે જ આનંદઘનના મતમાં જોડયેલા છે, અંતે મેક્ષમાં જઇ અનંત આનંદમાં લહેર કરનાર છે, અને તે આનંદ જેને થાય તે સાધુ નામને બરાબર યાગ્ય છે. જેમાં એ ન હેાય તે તે વેશધારી છે, નાટિકયા છે, રમત કરનારા છે. માત્ર સાધુના વેશ લેવાથી ખરેખરા સાધુ થવાતું નથી. જેમ નાટકિયા રાજસિંહના પાઠ ભજવે તે કાંઈ ખરેખરા રાજસિ’હુ થતા નથી, તેમ આત્માને ન એળખનાર શ્રમણ નામને યોગ્ય નથી. વસ્તુગતે જે વસ્તુને કહે, વસ્તુ જેવી હોય તેવી તેને જણાવે, બીજા પાસે પ્રકટ કરે, તે આનંદઘનના મતના પ્રેમધારી છે, તેના મતમાં રહેનાર છે, તેના હિમાયતી છે. મેાક્ષવાચી શબ્દના અમાં, અગાઉ પેઠે, આનંદઘને પેતાનું આ સ્તવનના કર્તા તરીકે નામ પણ જણાવી દીધું. આનંદઘન મત એટલે જેમાં આત્મા આનંદઘનના સમૂહ સાથે જોડાઇ જાય તેવે અભિપ્રાય. બાકી આનદઘનના મત' એવા કોઈ સપ્રદાય થયા નથી અને જ્યાં આત્માને એળખવાની વાત હોય ત્યાં જુદો સંપ્રદાય ચલાવવાની વાત હેાય જ નહિ. આ સ્તવન ઉપરથી આત્માનું ખરુ' ભાન થાય છે અને તે અતિ મહત્ત્વના પ્રશ્નને આ સ્તવનમાં ચર્ચવામાં આવેલ છે, તેને બરાબર સમજી તે પ્રમાણે જીવનક્રમ ગેાઠવવા એ સ્તવન સમજવાના હેતુ છે. નાળળ ચ મુળી હોર્ફે એવું શાસ્ત્રવચન છે. જ્ઞાન વડે મુનિ થવાય. એમાં જ્ઞાન જે કહ્યું છે, તે આત્મજ્ઞાન સમજવાનું છે. જે વસ્તુ જેવી હેાય તેવી જણાવે, કૂતરાને જે કૂતરા જ કહે, તેમાં શરમ ન રાખે, તે સાચા સાધુ છે—એમ જાણવું. બાકીના તે નાટક કરનારા છે એમ સમજવું. મેાક્ષમાં જનાર અને ખશ આત્માનદ માણનાર તેા જુદા જ છે અને તે સાચા શ્રમણના નામને ચેગ્ય એમ જાણવું. (૬) ઉપસંહાર આ રીતે આ અગત્યનું સ્તવન પૂર્ણ થયું. તેના પ્રધાન સૂર એ છે કે ચેતનને ચેતન તરીકે જાણા અને પછી તેમાં જ મસ્ત બનીને રહેા. કં પોતાનું ફળ આપે જ છે, એ જરૂરી હકીકત છે. પ્રાણી રાજા, રંક કે ભિખારી થાય તે તેનાં કનું ફળ છે. પણ કર્મો અ'તે પૌદ્ગલિક છે અને આત્માને આત્મા તરીકે સમજવા એ જ્ઞાન જરૂરી છે. જ્યાં સુધી આત્માની આત્મા તરીકે જાણુ ન થાય અને પુદ્ગલને પુદ્ગલ તરીકે ન એળખાય, ત્યાં સુધી બધાં ફાંફાં છે, અને એમાં આત્માના ઉદ્ધાર થતા નથી. આત્માના ઉદ્ધાર માટે આત્માને બરાબર એળખવા જોઇએ. અને તે પુદ્ગલથી ન્યારો છે, એમ સ્પષ્ટ જ્ઞાન થવું બહુ જરૂરી છે. એવા ચેતન અને અચેતનના ખરાખર ખ્યાલ વગર પ્રાણી ઘણું રખડથો છે. અત્યારે એ જાણવા-સમજવાની એને બરાબર તક મળી છે. તે આત્માને આત્મા તરીકે એળખી, પુદ્ગલને પુદ્ગલ તરીકે એળખવાની અને તેનું સાર-રહસ્ય જાણવાની આ તકને લાભ લેવાની ખાસ આવશ્યકતા છે. મળેલી તકનો લાભ લેવે એ આ સ્તવનના પ્રથમ સૂર છે. અત્યારે તે આ પ્રાણીના પૌદ્ગલિક પ્રેમ જોયા હોય તેા ભારે નવાઇ લાગે. એ શરીરને પેાતાનું માને, ઘરને ઘરનું ઘર માને અને સગાંને પેાતાનાં સગાં ૩૩
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy