SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧: શ્રી ઋભુદેવ સ્તવન [ ૧૧ રહે વગેરે અનેક કષ્ટો ખમે, પણ એ જો પ્રીતિ શી ચીજ છે, કોની સાથે કરવાની છે, શા માટે કરવાની છે, એનાં પરિણામ શું છે—એ વિચાર્યા વગર કરે તે એને પ્રયાસ નકામા થાય, અને એની ધારણા ભ્રષ્ટ થાય. સમજ્યા વગર થતી ક્રિયામાં આ જ મોટી અગવડ છે, પ્રાણી લાંખે। થઈ જાય છતાં એને પ્રયાસ પૂરતા ઇષ્ટલાભ ન મળે. એવી પ્રીતિને કે પ્રીતિનાં વલખાંને બરાબર એળખવાં જોઈએ, પ્રીતિના આખા વિષયને વિચારવા જોઇએ અને અજ્ઞાનકષ્ટ કે ખાળઆચારથી ચેતવું જોઇએ. બાહ્ય પ્રીતિ શરીર પૂરતી છે, શરીરનો નાશ થતાં એના છેડો આવે છે અને એવી પ્રીતિ તે સંસારવિડ બનાને વધારે છે, રખડપાટાને ટેકો આપે છે અને મનને દુર્ધ્યાન કરાવે છે. બાહ્ય પ્રીતિનું આ સ્વરૂપ છે, સમજ્યા વગરના કષ્ટસહુનનાં આ પરિણામ છે અને વસ્તુ અજ્ઞાન અને આત્મસ્વરૂપના અણુજાણપણામાં આ રીતે પ્રાણી સંસારને વધારી મૂકે છે. આ બાહ્ય મહને—અજ્ઞાન કષ્ટ, સમજણુ વગરના પ્રેમને—હજુ વધારે ખારીકાઇથી વિચારીએ. (૩) કોઈ પતિ ર ંજણ અતિ ઘણા તપ કરે રે, પતિ રંજણ તનુ તાપ; એ પતિ જણ મેં નવિ ચિત્ત ધર્યા રે, રજણ ધાતુ-મિલાપ. ઋષભ૦ ૪ અ—કેટલાંક માણસો પતિ ( પરમાત્માનાથ )ને રીઝવવાને અંગે ઘણાં આકરાં તપ કરે છે અને એવા પ્રકારના રંજન સારું (આતાપના, સ્નાન વગેરે) શરીરનાં કષ્ટો પણ ખમે છે. ( આનંદઘન કહે છે કે) આવા પ્રકારનાં રંજનને પણ મેં મનમાં સ્થાન આપ્યું નથી. હું ધાતુના મેળાપ જેવું એકરૂપ થનાર રજન હેાય તેને જ રજન કહું. (૪) ટમે—વળી, કેટલાંએક પ્રાણી પતિને રજવા-રાજી કરવાને ઘણાં તપ કરે છે—દ્રવ્ય સંવરાક્રિક. એમ કરી પતિ-કતને રાગી કરવા. તે તનું-શરીરને તાપ હાય. એવા પતિરંજન તે મેં ચિત્તમાં નથી ધર્યાં, પણ મેં શુદ્ધ ચેતના રૂપ પરમાત્મા, તે મે ધર્યાં છે. કેણુ આત્મા પતિર’જન, તે કહું છું. જે ધાતુએ ધાતુ મળે, વીતરાગને વીતરાગપણે મળે તે ધાતુમિલાપ. બીજો તે તનુ તાપ જાણવા. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહુરો. (૪) પાઠાંતર—રજણ – રંજન. ઘણો – ધણું. તનું – તન. કરે રે – કરઈ. મેં – મઇ. ધર્યો – ધર્યું. મિલાપ – મેળાપ. રે – બન્ને પ્રતમાં બન્ને સ્થાને નથી. (૪) શબ્દા—કાઈ = કેટલાંક ( પ્રાણીએ ). પતિર ંજણ = નાથને રીઝવવા માટે. અતિ ધા = મહાત, ખૂબ, સારી પેઠે. તપ = તપસ્યા, ઇંદ્રિયદમન, લાંધણ, ઊપવાસ, એકાસણાં, પતિ જણ = પરમાત્માને રાજી કરવા સારુ તનુ તાપ = કાયાને કષ્ટ આપવું તે. એ = એવા પ્રકારનું. પતિરંજણ = નાથને રાજી કરવાનું. મે = મ્હે', લેખકે, આનંદને. નવિ = નહિ. ચિત્ત ધર્યું = મનથી સ્વીકાર્યું, કબૂલ કર્યુ..રજણ = ખરું રિઝામણ. ધાતુમિલાપ = સાત ધાતુના મેળાપ જેવું એકરૂપ હાય તે. ધાતુ સાત છે : રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મા અને શુક્ર; અથવા સાનું, રૂપું, ત્રાંશુ, કીર, જસત, સીસુ અને લાઢું. એ ધાતુઓના ભેડાણ જેવુ'. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy