SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬] શ્રી આનંદઘન-ચવીશી અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન મત વાસી રે. શ્રી શ્રેયાંસવ ૬ અથ—અધ્યાત્મમાં તે વસ્તુને વિચાર જ હોય, બાકીના સર્વ માણસો બેટા છે, ગટાળિયા છે. વસ્તુ જેવી હોય, તેવી જે પ્રકટ કરે અને તેના પર અજવાળું ફેકે તે આનંદના સમૂહ(મોક્ષ)માં વાસ કરે, ત્યાં રહેનાર થાય. (૬) ટબે–વસ્તુગતે જે વિચારીને કહે તે અધ્યાત્મ કહીએ, બીજા જે વચનવિચાર તે લવાસી -વચનમાત્ર અને વરતુગતે જે પરમાર્થ જાણી વસ્તુ પ્રકાશે–કહે, આનંદઘનમત–સ્યાદ્વાદમત તેના વાસી જાણવા, એટલે અગીઆરમા શ્રી શ્રેયાંસ જિનનું સ્તવન પૂરું થયું. (૬) વિવેચન વિચારવાની પ્રાણ તેટલા માટે અધ્યાત્મને એના ખરા અર્થમાં સમજે. જેઓ ડળઘાલુ હોય છે, તેનાથી ચેતે, જેમાં વિષય-કષાયની મંદતા થયેલી ન હોય, તેને છોડી દે અને જ્યાં પૂરા અર્થમાં અધ્યાત્મ દેખાય ત્યાં તેને સ્વીકાર કરે અને ત્યાં આત્મસમર્પણ કરે. આ રીતને વિચાર કરી સાચા અર્થ સમજનારને આપણે આધ્યાત્મી તરીકે બીજે બધે વિચાર કરીને, રવીકારો. અને જે ખરા અર્થમાં ભાવ આત્મીય ન હોય તેને લબાડી કે હૈંગી જાવા. એવા લબાડ-લુચ્ચા માણસને વગર શંકાએ ત્યાગ કરવો. જે સંસારમાં રાચતા હોય, જે ઇન્દ્રિયને વશ પડેલા હોય, જેને વિષય-કષાય ઉપર કાબૂ ન આવ્યું હોય, તેવા માણસો પોતે તરે નહિ અને પિતાના આશ્રિતને તારે નહિ, માટે જે ભવિષ્યમાં પિતાનું શ્રેય ઇચ્છતા હોય, તેમણે આવા ગુરુને વગર શકાએ ત્યાગ કરે. જે પુરુષ વસ્તુગતે વસ્તુઓને જણાવે તે અંતે આનંદના સમૂહને પ્રાપ્ત થનાર છે. આનંદને ઘનમાં વસનાર છે અને અંતે આ સંસારને વિસ્તાર પામી ઊર્ધ્વગમન કરનાર છે. તેમને સમજી, ઓળખી, આદરવા અને તેમને સ્વસમર્પણ કરવું. અને તેમની નિશ્રાએ ચાલી પિતાનું ભવિષ્ય પણ સુધારવું. (૬) સંકલ્પ-વિકલ્પ વગર, વગર શંકાએ. આદર = સ્વીકારજે, તેને અમલ કરજે. શબ્દ અધ્યાત્મ = માત્ર અધ્યા શબ્દ જ. ભજના =હોય કે ન પણ હોય, વિકલ્પ હોવાપણું. જાણી = સમજી. હાન = ત્યાગ, ત્યજી દેવું તે. ગ્રહણ = સ્વીકારવું, આદરવું. મતિ = બુદ્ધિ, નિર્ણય. (૫) પાઠાંતર–વસ્તુ’ સ્થાને પ્રતમાં “વસુ” પાઠ છે; પણ જ્ઞાનવિમળસૂરિ વસ્તુ અર્થ કરે છે. “જાણ સ્થાને પ્રતમાં “જાણિ” પાઠ છે, અર્થ ફરતો નથી. જૂની ગુજરાતી છે. “ગ” સ્થાને પ્રતવાળો ગતૈ” પાઠ આપે છે, તે જૂની ગુજરાતી છે. પ્રકાશે સ્થાને ‘પ્રકાશ પાઠ છે, તે જૂની ગુજરાતી લઈને છે. “મત” સ્થાને મતિ પાઠ છે. આનંદઘનમત એટલે સ્યાદ્વાદમતે એ તેનો અર્થ છે. આનંદધનને અર્થ બીજે છે તે માટે જુઓ વિવેચન (૬) શબ્દાર્થઅધ્યાત્મ = અધ્યાત્મી પુરુષ, જે ખરેખરા અધ્યાત્મરંગથી રંગાયેલા હોય છે. જે = જેઓ વસ્તુવિચારી = વસ્તુનો વિચાર કરનાર હોય તે, સાચા આધ્યાત્મી. બીજા = અન્ય, કઈ પણ એ સિવાયનાજાણ = સમજ, લે. લબાસી = ખોટા, જૂઠા. વસ્તુગતે = વસ્તુ જેવી હોય તેવી વાત જેવી હોય તેવી, જે = જેઓ. વસ્તુ = વાતને. પ્રકાશ = જાહેર કરે, સમજાવે આનંદધન = આનંદના સમૂહને વરનોર. મત = માર્ગ. રસ્તો. તેમાં. વાસી રે = વસનાર છે. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy