SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪] શ્રી આનંદઘન-ચાવીશી ટબો–વળી ચાર નિક્ષેપે અધ્યાતમ : નામ અધ્યાતમ ૧. સ્થાપના અધ્યાતમ ૨. દ્રવ્ય અધ્યાતમ ૩. એ ત્રણને રેયપણે કરી હેયપણે કરવા. ભાવ અધ્યાતમ નિરુપાધિક નિરાશંસપણે જે ક્રિયા સાધક એ જે પરિણામ, તે ભાવ અધ્યાતમ પિતાના ગુણને સાધે-નિપજાવે-નિરાવરણ કરે, તે માટે એ અધ્યાતમમાં દેવાનુપ્રિયે ! લેકરતિ-ચિરાગ માંડે (૪) - વિવેચન–અધ્યાત્મને ચાર નિક્ષેપથી અત્રે જણાવવામાં આવે છે. પ્રથમ તે નામમાત્ર અધ્યાત્મ, અધ્યાત્મનો શબ્દમાત્ર જાણે, પણ તે શું છે, તેને ઊંડો આશય શો છે, તે વિચારે નહિ, માત્ર નામથી અમે અધ્યાત્મી છીએ એવું જાણે, પણ તેને આશય જાણે નહિ. એ નામ અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મ શબ્દને સ્થાપવો, તેને માટે માનવો, પિતામાં તેના કાંઈ ગુણ ન હેવાપણું તે બીજે સ્થાપના અધ્યાત્મ નામને પ્રકાર જણ. ઉપર ઉપર યુગને ડોળ કરી કે રોચક, કુંભક, પૂરક નાડી દ્વારા બાહ્ય અધ્યાત્મને ડોળ રાખો કે પ્રાણાયામાદિ કરવા તે દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. આ પ્રકારમાં દેખાવ સિવાય અંતરવૃત્તિ જરા પણ સુધરી ન હોય. અધ્યાત્મના આ ત્રણે પ્રકારે–નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મ –એ માત્ર જાણવા યોગ્ય છે, તે સમજી રાખવા ગ્ય છે, પણ છોડવા યોગ્ય છે, તજવા યોગ્ય છે. તે સાચા અધ્યાત્મને સમજવા માત્ર ય વિભાગમાં આવે છે. રેય વિભાગની કોઈ પણ ચીજ જાણવા યોગ્ય છે, એટલે એના એટલા વિભાગ થઈ શકે છે, તે સમજવા ગ્ય છે પણ એ નિક્ષેપ સંઘરવા યોગ્ય નથી. હવે અધ્યાત્મને ચે નિક્ષેપ ભાવ અધ્યાત્મને છે, તે આદરવા યોગ્ય છે. તે શું છે તે આપણે વિચારીએ. વસ્તુના ત્રણ પ્રકાર પડે છેઃ હેય, રેય અને ઉપાદેય. હેય એટલે તજવા યોગ્ય, રેય એટલે જાણવા મેગ્ય અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. એમાં અહી ઉપર જે અધ્યાત્મના ત્રણ પ્રકાર બતાવ્યા તે ય વિભાગના છે, પણ જાણીને તજવા ગ્ય છે. એમાં કાંઈ લાભ થાય નહિ; અને તેમાં આપણને સંસારને છેડી દઈ, નિરંજન નિરાકાર સ્થિતિ પ્રાપ્ત કરવાનું થઈ શકે નહિ અને આપણે આશય મેક્ષ જવાને છે, તે કાંઈ અમલમાં મુકાય નહિ; અને આપણા જન્મમરણના ફેરા તે ચાલુ જ રહે. આ ચોથો ભાવ અધ્યાત્મને વિભાગ તે બહારની અને અંદરની સ્થિતિને એકસરખી રાખી અને પિતાના આત્મિક ગુણમાં પ્રવૃત્તિ કરાવી પિતાના આત્મિક ગુણને પ્રકટ કરે છે, અને તેમાં જ રમણ કરાવે છે; તે ઉપાદેય નિક્ષેપ છે. માટે નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ તથા દ્રવ્ય અધ્યાત્મને છોડી દઈ આ ભાવ અધ્યાત્મ ખાતર રઢ લગાવે. એમાં આત્માનું આ ભવસાફલ્ય છે અને એથી જીવનને ઉદ્દેશ પાર પડે છે, માટે એને ઉપાદેય ગણીને સ્વીકારે. સંસારના ફેરામાંથી બચવાને આ એક જ ઉપાય છે અને તે અમલમાં મૂકવા યોગ્ય છે. (૫)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy