SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ :શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન [૨૩૯ ૧૧ સ્તવન | (રાગ ગોડી; અહો મતવાલે સાજના–એ દેશી) શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમપદ પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી શ્રેયાંસ. ૧ અથ–શ્રી શ્રેયાંસ નામના અગિયારમા તીર્થંકર પ્રભુ તે આપણું મનના ભાવને જાણ નારા છે, તે આત્મસ્વરૂપમાં રમણ કરનાર છે અને પિતાનું નામ કાઢનાર અર્થાત્ કર્મરૂપ શત્રુને નમાવનાર છે, અધ્યાત્મજ્ઞાનના પૂરેપૂરા અભ્યાસ અને અનુસરણ પ્રાપ્ત કરીને વગર મહેનતે તેઓ મેક્ષમાં ગયેલા છે. (૧) બો–જ્ઞાનવિમળસૂરિ આ સ્તવનને ટબ નીચે પ્રમાણે પૂરે છે : એવા શ્રી શ્રેયાંસ જિન, જે અંતર્યામી છે, ચિત્તમાં વસ્યા છે, ઘણું જ વહાલા છે. તે શ્રી શ્રેયાંસ જિન આત્મામાં રમતા સહજ ગુણગી છે, કર્મને નમાવનાર માટે નામી છે, શબ્દાર્થ છે. અધ્યાતમ આત્મસ્વરૂપ પૂર્ણ પામીને સહજ મુગતિ નિરુપાધિક સ્વભાવ ગતિને પામતા છે, પામ્યા છે. (૧). વિવેચન–શ્રી શ્રેયાંસ નામના અગિયારમા તીર્થંકર-જિનવર આપણા હદયમાં—અંતઃકરણમાં થતા સર્વ ભાવને જાણનારા છે, ઊંડા અંતરની પણ કોઈ વાત એમનાથી ખાનગી રહેતી નથી; એવા એ સર્વ વ્યાપક અને સર્વ વસ્તુના જાણકાર છે. તેઓ પિતાના આત્મિક ગુણોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વીર્યમાં–રમનારા છતાં નામાંકિત છે, એ ભારે નવાઈની વાત છે. આ ઉપરાંત તેઓ અધ્યાત્મમત, જે પર આપણે તરતમાં વિવેચન કરવાના છીએ, તેને સંપૂર્ણ આકારમાં પામેલા છે અને જે અધ્યાત્મ આપણે વખાણશું, તેને તેઓ પામેલા છે એ એક વાત થઈ. અને બીજી વાત એ છે કે તેઓ વિના કટૈ મુક્તિગતિને વરેલા છે. મોક્ષ મેળવવાની ઈચ્છા તેઓને હોતી નથી. તેઓ તે, આગળ સોળમા શાંતિનાથના સ્તવનમાં કહેવામાં આવશે તેમ, મોક્ષ અને સંસારને સરખે ગણનારા છે, પણ તેઓનું વર્તન એવા પ્રકારનું છે કે જરાયે મહેનત ર્યા સિવાય તેઓ મોક્ષગતિને પામી ગયા છે. સંસારમાં ચાર ગતિ છે : પાઠાંતરદેશીમાં એક પ્રતમાં સાંજનાં” શબ્દ મૂકે છે, તે “સાજના” ને બદલે છે. “અંતરજામી.” સ્થાને એક પ્રતમાં “અંતરયામી’ પાઠ છે; અર્થ તે જ રહે છે. “પદ સ્થાને એક છાપેલ પુસ્તકમાં મત” શબ્દ છે. “ગામી’ સ્થાને એક પ્રતમાં ગીમી” પાઠ છે અને બીજી પ્રત “ગામી” પાઠ આપે છે. (૧) “શબ્દાર્થ–શ્રી શ્રેયાંસ = અગિયારમા તીર્થંકર, ભગવાન, પ્રભુ. જિન = તીર્થકદેવ, ભગવાન, જિનેશ્વરદેવ. અંતર્યામી = મનના ભાવને જાણનાર, ઊંડા ભેદોને જાણનાર, સવજ્ઞ. આતમરામી = સ્વસ્વભાવમાં–આત્મસ્વરૂપમાં રમણ કરનાર, આત્મારામી. નામી = પિતાનું નામ કાઢનાર, પ્રખ્યાત, જાણીતા, પ્રસિદ્ધ, દુશમનોને-કમ દુશ્મનોને વંદાવનાર, નમાવનાર (શત્રુઓને). અધ્યાતમ = આત્માને ઉદ્દેશીને જણાવાયેલું, લખેલું, શાસ્ત્ર પ્રસિદ્ધ આત્મા સંબંધી વાતો. મત = અભિપ્રાય, વિશેષ નિશ્ચય હોય તે તે. પૂરણ = સંપૂર્ણ રીતે. સવિશેષ, સારી રીતે. પામી = પ્રાપ્ત કરી, મેળવીને. સહજ = સ્વાભાવિક રીતે, મહેનત વગર. મુગતિ = મોક્ષ, સર્વ કર્મોથી મુકાવું, સર્વ કમથી રહિત એવી. ગતિ = પાંચમી ગતિ. ગામ = ગયેલા છે તે, જનારા છે તે. (૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy