SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ : શ્રી શીતળનાથ જિન સ્તવન [ ૨૩પ અનિષ્ટ નથી, તે નિર્ચથતા છે. આવા નિગ્રંથ પ્રભુ છે એટલે ત્રણ ભુવનની શેઠાઈ સાથે તેઓ જાતે તે નિગ્રંથ છે. પરિગ્રહ રહિત હોય તે સર્વ નિગ્રંથ કહેવાય. એટલે ઈંદ્ર અને ચક્રવર્તીથી પૂજનિક માણસમાં ત્રિભુવનપ્રભુતા, પણ તે જ વખતે જાતે નિગ્રંથ ગુણથી ભરેલા હોઈ તેઓમાં નિર્ચથતા ગુણ છે આ રીતે પરસ્પરવિરોધી લાગતા ત્રિભુવનપ્રભુતા અને નિર્ચથતા નામના બે ગુણો ભગવાનમાં છે. આ રીતે ત્રિભુવનપ્રભુતા હોવા છતાં, પિતે જાતે નિગ્રંથ છે અને તેમ છતાં, તેઓમાં ત્રિભુવનપ્રભુતાને ગુણ છે, સાથે તેઓ જાતે નિગ્રંથ છે અને તેમાં ન ત્રિભુવનપ્રભુતા છે અને ન નિJથતા છે. તેઓ જાતે આવી રીતે અજાયબીથી ભરેલા છે, અને એકબીજાની સામે જતા ત્રણે ગુણો એકીવખતે ધરાવે છે, આ રીતે બીજી ત્રિભંગી પ્રભુમાં જણાવી. હવે આપણે એક બીજી ત્રિભંગી વિચારીએ એ વિરુદ્ધ લાગતી–દેખાતી ત્રણ વાત પ્રભુમાં એકીવખતે રહેલી છે. પ્રભુ જાતે યોગી છે, તેઓ મન-વચન-કાયાને પિતાને વશ રાખનાર છે. ગીના સર્વ ગુણ તેમનામાં છે એટલે તેઓને ભેગી કહી શકાય. અને તે જ વખતે ભગવાન સ્વગુણને, આત્મિક ગુણને અનુભવે છે એ દષ્ટિએ વિચારતાં પ્રભુ ભેગી છે. ભેગી હમેશાં ભેગ ભોગવનાર હોય છે. એટલે ભગવાન યોગી અને સાથે ભાગી છે એમ કહી શકાય. સર્વ કર્મને ક્ષય થાય ત્યારે અગી ગુણસ્થાનકે અને મોક્ષ ગયા પછીની અવસ્થામાં તેઓ ન ભેગી કે ન ચગી છે. તેઓના સર્વ ગો દૂર થઈ જાય છે. અને અગી ગુણસ્થાનકને પંચ હસ્વાક્ષર બેલતાં જેટલો સમય લાગે, તે વખતે અને સિદ્ધ અવસ્થામાં તેઓ અગી અને અભેગી છે. એટલે તેઓ ન તે યોગી છે કે ન તે ભગી છે. આવી રીતે એક વધારે ત્રિભંગી થઈ. આવી રીતે આપણે આ ગાથામાં ત્રણ ત્રિભંગીઓ સંબંધી વિચાર કર્યો. હવે આપણે એક થી ત્રિભંગી જોઈએ. ભગવાન પિતે દ્વાદશાંગીના બોલનારા તેથી વકતા છે. અને તેઓ દ્વાદશાંગીના બેલનાર તથા અનેક જીવને ઉપદેશ આપનાર હોવા છતાં, તે સાથે જ આસ્રવ સંબંધી બોલનાર કે ઉપદેશ આપનાર ન હોવાથી, તેઓ મૌની છે, એટલે વક્તા હોવા છતાં આસ્રવને અંગે તેઓ મૌની છે. અને એ વક્તા અને મૌની હોવા છતાં તે જ વખતે તેઓ દ્વાદશાંગી સિવાય કાંઈ વચન બોલતા ન હોવાથી તેઓ એ જ વખતે ન વક્તા ન મૌની છે. આવી રીતે થી ત્રિભંગી પ્રભુમાં અજબ રીતે મળી આવે છે. હવે એક પાંચમી ત્રિભંગી વિચારીએ. સામાન્ય છદ્મસ્થ જ્ઞાનવાળાને કોઈ વાત કહેવી કે જાણવી હોય તે તેને ઉપગ મૂકવો પડે છે. પણ ભગવાન તે કેવળજ્ઞાનના ધણી હોવાથી, વગર ઉપગે તે વાતને જાણી શકે છે, તેથી તેઓ અનુપયેગી છે એટલે તેઓને સામાન્ય વાત જાણવા–સમજાવવા માટે ઉપયોગ મૂકવાની જરૂર પડતી નથી. વળી, કેવળજ્ઞાન સાથે કેવળદનને ઉપગ તો પ્રભુ મૂકે છે, એટલે તેઓ ઉપગવાન છે. જ્ઞાન અને દર્શન ભિન્ન છે. અને તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપયોગ કરે છે. એટલે ભગવાન કેવળજ્ઞાન અને કેવળદનને અંગે ઉપગી–ઉપગવાળા થયા. અને ગર્ધન થયા પછી, તેમને જ્ઞાનને
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy