SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન | [ ૯ કઈ કંત કારણ કાષ્ઠ-ભક્ષણ કરે છે, મિલરચું કંતને ધાય; એ મેલો નવિ કહિયે સંભવે રે, મેલો ઠામ ન ઠાય. ઋષભ૦ ૩ અર્થ કઈ કઈ તે પતિ(ને મળવાની ખાતર લાકડાભેગાં થાય છે ( સાથે બળી મરે છે ). (એને હેતુ એ હોય છે કે એમ કરી પતિને જલદી મળી જવાશે. પણ એવા પ્રકારને મેળાપ કોઈ પણ સ્થળે થે સંભવ નથી, કારણ કે મેળાપનું એમાં ઠેકાણું નથી, ઠેકાણું એક સ્થાનકે ચેકકસ રહેવાનું નથી. (૩) ટ –કેટલાએક કંતને પામવાને કાષ્ટભક્ષણાદિ કષ્ટ કરે છે એટલે અજ્ઞાન–કષ્ટાદિ તથા કાઠે (લાકડાની ચિતા પર) ચઢવાદિક સાધે છે, એમ કરતાં કંતને જઈને મિલશું એવું ઘણું ચિત્તમાં ધરે છે, પણ એ મેળો કહીએ સંભવે નહિ, મિથ્યા અજ્ઞાન-કષ્ટ કીધે પરમાત્મા ન પામીએ. એ મેળામાં પરમાતમ પ્રીત શું? ? ઠામઠેકાણું નથી જાણત, તે પતિને કિહાથકી પામીએ? 2ષભ જિનેશ્વર પ્રીતમ માહરે છે. (૩) વિવેચન—દુનિયાદારીના પ્રેમ-પ્રીતિના ઊંચા પ્રકારના દાખલા જોઈએ. મિલા–મિલીનાં ચેનચાળા, રાતના નિસાસા, વિયેગનાં રુદન વગેરેમાં તે મેહુરાજાનું સામ્રાજ્ય ઉઘાડું છે, પણ સાધારણ રીતે ઊંચી કક્ષાઓના દાખલાઓમાં પણ પ્રીતિની વિડંબના જ છે, મેળાપનાં ભામાં છે, વિવેકદ્રષ્ટિને અભાવ છે. આ વાત વિચારણાથી આપણને જણાશે. પૂર્વકાળમાં પતિને મળવા માટે સ્ત્રીઓ સતી થતી હતી. એ પતિ પરભવમાં મળે એટલા સારુ એના માથાને ખોળામાં મૂકી ચિતામાં પતિની સાથે સૂતી હતી. આ દેહાપણ અર્થ વગરનું હતું. એ બળી મળનાર સ્ત્રી એમ માનતી હતી કે પતિ પાછળ બળી મરવાથી આવતા ભવમાં એ જ પતિ મળશે. આ આખી માન્યતા ભ્રામક હતી, વ્યવહારમૂલક પણ પાયા વગરની હતી, આત્મઘાતી હતી. એનું આખું તત્ત્વજ્ઞાન વિચારી જતાં એમાં આત્મદષ્ટિની અલ્પતા, વિશ્વવ્યવસ્થાનું અજ્ઞાન, ગતિ આગતિનાં કારણોનું અ૫ ભાન અને નામ રાખવા અભિમાનના અંશને પરિણામે કરેલ આપઘાતને સ્થાન મળેલું દેખાય છે. એમાં સ્થાયી પ્રેમ કે અનંત પ્રીતિને અવકાશ જ નથી. એમાં પ્રીતિને ખરા અર્થમાં સ્થાન પણ નથી. આ હકીક્ત આપણા પૂર્વગ્રહને આઘાત કરાવે તેવી છે, પણ પૃથક્કરણ કરીને ગ્રાહ્યમાં લેવા જેવી છે. આપણે તે પાઠાંતર–કરે રે - કરે, કઈ મિલક્યું – મળશું. કંતને ધાય -- કેતનઈ ધાય. કહિ – કઈએ, કહીઈ. સંભવે રે – સંભવઈ મેલે – મેળો. (૩) | શબ્દાર્થ –કઈ = કઈ કઈ દુનિયાદારી છે. કંત = પતિ, નાથ. કારણ = માટે. કાષ્ઠભક્ષણ = લાકડે ચઢવું, ચિતાએ સૂવું, સાથે બળવું (સતી થવું તે). મિસ્ડ = મળશું, પાછા એકઠા થશે. ધાય = દોડીને જલદી, સત્ત્વર. મેળો = મેળાપ, સંગ નવિ = નહિ, ના. કહિપે = કહી પણ, કોઈ પણ સ્થળે. સંભવે = શક્ય. ઠામ = પત્તો, ઠેકાણું. ન ઠાય = સ્થિર નથી, ચોક્કસ નથી. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy