SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦: શ્રી શીતળનાથ જિન સ્તવન [૨૨૭ અર્થ–શીતળનાથ નામના તીર્થકરની સરસ ત્રિભંગીઓ તેમ જ અનેક ભંગીઓ મનને આકર્ષણ કરે છે. કરુણા, કમળતા અને સાથે તીક્ષ્ણતા સાથે ઉદાસીનતા–એ ત્રિભંગી શોભે છે. (૧) ટબો-જ્ઞાનવિમળસૂરિન ટબ નીચે પ્રમાણે છે (ફેરફાર સાથે) –: હે શ્રી શીતળ જિન! સામાન્ય કેવળીના સ્વામી ! તમારી ત્રિભંગી-ત્રિપદી તે લલિત છે. સુખાધે પામીએ. વિવિધ –અનેક પ્રકારે ભંગી-રચનાએ કરી ભલી પ્રાણીનાં મન મેહે છે, મન હરે છે. કરુણા તે કમળતા-અહિંસકભાવ, ૧. તીક્ષણતા તે ક્રૂરતા ૨. ઉદાસીનતા તે બન્ને સર્વ અનેરે ધર્મ શોભીએ. (૧) વિવેચન–હવે આપણે આપણા આદર્શને બરાબર ઓળખવા પ્રયત્ન કરીએ. એમાં ભારે નવાઈની વાત એ છે કે તેમાં ઉઘાડી રીતે વિચિત્ર દેખાય, પણ વિચાર કરતાં ઘડ બેસી જાય એવી અનેક ત્રિભંગીઓ દેખાઈ આવે છે. ઉઘાડી રીતે આ વિરોધ દેખાય તેવી વાત છે, પણ તે આભાસ માત્ર જ છે અને વધુ વિચાર કરતાં તે સમજાઈ જશે. આ ત્રિભંગી એક સ્થાને એકીવખતે શ્રી તીર્થકરમાં–જિનેશ્વરમાં રહેલ છે, તે ભારે નવાઈની વાત છે, પણ તે એકીસાથે લભ્ય થઈ શકે છે, તે હકીકત છે. આપણે પ્રથમ તે એક એવી સુંદર ત્રિભંગીને વિચાર કરીએ અને એવી એકબીજાની વિરુદ્ધ જાય તેવી દેખાતી હોય તે ખરેખર ભગવાનમાં લભ્ય છે એમ જાણી એ પ્રભુને આપણે પોતાના આદર્શ સ્થાને સ્થાપીએ. એ ત્રિભંગીઓ બહુ સુંદર છે, આકર્ષક છે અને મનને પ્રભુ તરફ આકર્ષણ કરે તેવી છે. પ્રથમ ત્રિભંગી તે ૧. કરુણા, ૨. તીક્ષ્ણતા અને ૩. ઉદાસીનતા છે. આનું સ્વરૂપ તમે જાણશે ત્યારે ઉઘાડી રીતે તમને આશ્ચર્ય લાગશે કે એકબીજાની વિરુદ્ધ જાય તેવી આવી ત્રણ વાત એક સ્થાને કેવી રીતે હોઈ શકે ? અહીં ગુરુગમને અને ભગવાનના ચરિત્રને વિગતવાર જાણવાની જરૂર છે. તમે જરા ધીરજ રાખી સમજવા પ્રયત્ન કરે. આ પ્રથમ ત્રિભંગી તમને વિચિત્ર લાગશે, પણ સ્તવનકર્તા શ્રીમદ્ આનંદઘનજીએ જ તેને ખુલાસો કર્યો છે તેથી તમારા જાણવામાં આવશે કે, એ ત્રિભંગી પ્રભુમાં એકીસાથે હેવી શક્ય છે. કરુણા સાથે તીક્ષ્ણતા હોવી અને સાથે ઉદાસીનતા હોવી, તે તમને પ્રથમ નજરે વિચિત્ર અને અણઘટતી વાત લાગશે, પણ એ તુરત તીક્ષા' એવો પાઠ છે “હે રે’ સ્થાને “સહિરે' એવો પાઠ છે; અર્થ ફરતો નથી. પ્રતમાં ૧ અને ૨ ઉપર પ્રમાણે લખેલ છે. એક પ્રતમાં ઉદાસીનતા આગળ ૩-તગડે છે. વિવિધ” સ્થાને એક પ્રતમાં “વીવીધ’ પાઠ છે. (૧) | શબ્દાર્થ–શીતલ = દશમાં તીર્થપતિ શ્રી શીતળનાથ મહારાજની. લલિત = સુંદર, મજાની, સરસ. ત્રિભંગી = જેના ત્રણ ભંગ-ભાંગા થાય છે તે. વિવિધ = પૃથક પૃથફ. ભંગી = ભાંગાઓ, વિભાગે, મન = ચિત્તને, મનને. મોહે રે = આકર્ષણ કરે છે, પ્રેમમાં નાખે છે. કરુણ = યા, સહાનુભૂતિ. કમળતા = તે જ કરુણા, તે જ કોમળતા = અહિંસારૂપ કમળતા. તીક્ષણતા = ખડબચડાપણું, આકરાશ. ઉદાસીનતા = નિલેપભાવ, અંદર જઈ ને ઈરાદાપૂર્વક લેપાઈ જવું તે. સોહે રે – સારી લાગે છે. (૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy