SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [૨૨૩ તેટલે લાભ લે. આવો અવસર પાછો ફરી ફરીને મળ અતિ મુશ્કેલ છે, તેથી નકામાં કામ મૂકી દઈ, આ આત્મિક કામો કરવાં. જે આવી રીતે પૂજાને લાભ લેશે તે પિતાની જિંદગી સફળ કરશે અને એની ઉત્તરેત્તર મંગળિકમાળા વિસ્તરશે. ચિદાનંદજી કહે છે કે “વાર અનંતી ચૂકીઆ ચેતન, ઈણ અવસર મત ચૂકે.” એવી વાત ન થાય તે ધ્યાનમાં રાખવું અને ભાવપૂજા કરવી અને દ્રવ્યપૂજા તે ભાવ નિમિત્ત છે એમ સમજી પિતાની ભવિષ્યન્ ગતિને સુધારી લેવી. (૭) ઈમ પૂજા બહભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, “આનંદઘન પદ ધરણી રે. સુવિધિ૦ ૮ અર્થ આ પ્રકારે પૂજાના ભેદો જાણીને સુખને આપનાર સુંદર કિયાઓ જે ભવ્ય કરશે, અમલમાં મૂકશે તે આનંદના સમૂહની ભૂમિકાએ જશે. (૮) ટઓ એ પ્રકારે પૂજાના ઘણા ભેદ સાંભળીને એહી જ નિર્ધાર જે વિધિસ્ય જિનપૂજા તે સુખદાયક અને શુભ કરણી કહેતાં અનુબંધે નિરવ કરણી એવા જે ભવિ પ્રાણી કરશે તે જ પ્રાણી પામશે એ નિઃસંદેહ જાણવું, પરમાનંદની ઘન ચિત્ત ધરણી-ભૂમિકા. તે જ વીતરાગની ભક્તિ છે. એ સુવિધિનાથને વિધિથી પૂજીએ, શા માટે? શીતળતા પામીએ તે માટે. એવી ભક્તિ કરતાં આત્મા પણ રાગદ્વેષરૂપ મલથી શીતળ થાય. તે ભણી શ્રી શીતળનાથ સ્વામીનું સ્તવન કહીએ છીએ. (૮) વિવેચન–છેવટે કહે છે કે આ પ્રકારે પૂજાના બહુ ભેદો જાણીને અને એ સુખ આપનાર સારી કિયા છે અને આત્માની પ્રગતિ વધારનાર છે, માટે તેને સાંભળીને–જાણને, જે પ્રાણીઓ એને આદરશે તે આનંદઘન ધરણી એટલે પરમાનંદ રથાન મેક્ષ, તેને પામશે અને ત્યાં અનંત કાળ લહેર કરશે. પૂજાની બાબતમાં ઘણી ગેરસમજૂતી ચાલે છે તે આ સ્તવનથી દૂર કરી દેવા જેવી છે અને પૂજાના અનેક ભેદો જાણીને આ મોક્ષ મેળવવાને માર્ગ આદરવા ગ્ય છે. આ પ્રાણીઓ અનેક વખત મળેલી તકે ગુમાવી છે. આ અવસરે વિભાવદશામાં ન પડતાં આ ભાવપૂજાના કામમાં પડી જઈ પિતાના ભવિષ્યન્ ભવોને સુધારી લેવા જેવું છે. નહિ તે અને તે કાળ જેમ ગમે તેમ આ અવસર પણ ચાલ્યા જશે અને જીવનને અંતે કાંઈ લાભ નહિ મળે અને ખાલી હાથે જેવા આવ્યા તેવા ચાલ્યા ગયા જેવું થશે. મોડે મોડે પસ્તા થાય. પાઠાંતર–સુણીને સ્થાને “સુણીનૈ” એ પાઠ છે. “લેશે” સ્થાને એક પ્રતમાં “લહસ્થે' પાઠ છે: બીજી પ્રતમાં “લહસ્ય” પાઠ છે. ભીમસી માણેકની આવૃત્તિ “લેસેછાપે છે. પદો ગોટાળે ચઢયાં છે (એક પ્રતમાં). “ભવિક' સ્થાને “ભાવિક” ભીમસી માણેક છાપે છે. (૮) | શબ્દાર્થ–ઈમ = એ પ્રકારે, એ રીતે, સદરહુ જણાવ્યા પ્રમાણે. પૂજા = સેવાના, પૂજનના બહુ = ઘણા પ્રકાર છે, અનેક રીતે-ભેદે પૂજા થાય છે. ભેદ = પ્રકાર. સુણીને = સાંભળીને. સુખદાયક = સુખ આપનાર, પરિણામે લાભ કરી આપનાર. શુભ = મજાની, સુંદર, કરણી = કિયા. ભવિક = ભવ્ય, મેક્ષમાં જવાની લાયકાતવાળા. જીવ = પ્રાણી, સંસારી કરશે = એને અમલમાં, ગતિમાં, ક્રિયામાં મૂકશે. લેશે = મેળવશે. પહોંચશે. આનંદધન = આનંદને સમૂહ, આનંદના થર, ધરણી = વાળી પૃથ્વી, જગા. (૮)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy