SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [૨૧૯ સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર સત ભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ દુરગતિ છેદે રે. સુવિધિ. ૬ અથ–વળી પૂજા સત્તર પ્રકારે થાય છે, એકવીસ પ્રકારે પણ થાય છે અને એક ને આઠ પ્રકારે પણ થાય છે. ભાવપૂજા તે બહુ પ્રકારે થાય છે અને તે દુર્ભાગ્ય અને ખરાબ ગતિને છેદી નાખે છે, દૂર કરે છે. (૬) ટો–સત્તર ભેદવાળી પૂજાના પ્રકાર : હવણ ૧, વિલેપન ૨, અંગમાં ચક્ષુ જુઅલ અને વાસપૂજા ઈત્યાદિ. તથા વળી એકવીશ પ્રકારે યથા–નાન ૧, વિલેપન ૨, વિભૂષણ ૩, પુષ્પરાસ ૪, ધૂપ ૫, પ્રદીપ ૬, ફળ ૭, તંદુલ ૮, પત્ર ૯, પૂગ (સોપારી) ૧૦, નૈવેદ્ય ૧૧, વારિ (પાણી) ૧૨, વસન (કપડાં) ૧૩, ચામર ૧૪, આતપત્ર ૧૫, વાજિંત્ર ૧૬, ગીત ૧૭, નટ ૧૮, સ્તુતિ ૧૯, કેશ ૨૦, વૃદ્ધિ ૨૧–એ પ્રમાણે એકવીશ વિધા જિનરાજપૂજા માટે વ્યાખ્યાન કરવામાં આવ્યું છે– इत्येकविंशतिविधा जिनराजपूजा ख्याता सुरासुरगणेन कृता सदैव । खण्डीकृता कुमतिभिःकलिकालयोगात् यद्यत्प्रिय तदिह भाववशेन योज्यम् ॥ તથા વળી અઠોતર સો (૧૦૮) ભેદે પણ પૂજા. એવં દ્રવ્યપૂજા અનેક પ્રકારે કહી. ભાવપૂજા શુદ્ધાજ્ઞા પાળવારૂપ, ઉગ્ર વિહાર સ્વરૂપે. તે પણ બહુ પ્રકારે નિરધાર-નિર્ણય કરીને. દડગ -મિથ્યાત્વાદિ, દુઃખ જન્મ-જરા-મરણાદિ, ઈત્યાદિકની ગતિ પરંપરાને ઉછેદક થાય. (૬) વિવેચન-દ્રવ્યપૂજા સત્તર પ્રકારે છે. સકળચંદજી ઉપાધ્યાયની તથા આત્મારામ (આનંદવિજય)ની સત્તરભેદી પૂજા પ્રસિદ્ધ છે. એમાં શ્રી સકળચંદજીએ સત્તર પ્રકાર નીચે પ્રમાણે પાડ્યા છેઃ ૧. હવણ પૂજા, (પાણીનું સ્નાન, અભિષેક), ૨. ચંદન (તેનું શરીરે વિલેપન કરવું), ૩. વસ્ત્રયુગલ, ૪. વાસપૂજા (વાસક્ષેપ), પ. પુષ્પપૂજા (છૂટાં ફૂલ), ૬. ફૂલની - પાઠાંતર–પ્રકારે” સ્થાને એક પ્રતમાં “પ્રકાશે” એવો પાઠ છે. “સત” સ્થાને “સો” એવો પાઠ બને પ્રતમાં છે. પૂજા’ સ્થાને “પૂજન” પાઠ એક પ્રતમાં છે. “દુરગતિ ” સ્થાને એક પ્રતમાં “ભાવિ ભાવિક શભ ગતિ વરી રે” પાઠ છે; એક પ્રત “દુખગતિ” એવો પાઠ પણ આપે છે. “છેદે રે’ સ્થાને એક પ્રતમાં છેદે રે’ એવો પાઠ છે, (૬) | શબ્દાર્થ–સત્તર ભેદ = સત્તરભેદી પૂા. (એના વિસ્તાર માટે વિવેચન જુઓ). એકવીશ પ્રકારે = એકવીશ પ્રકારની પૂજા (વિસ્તાર માટે જુઓ વિવેચન), પ્રકાર = જાતની. અઠોત્તર સત = એકસો ને આઠ (૧૦૮) ( વિસ્તાર માટે જુઓ વિવેચન) સ ઉપર આઠ, શત એટલે સે, અઠોત્તર = એટલે જેમાં આઠ વધારવાના છે તે. એટલે ૧૦૮ પ્રકારી પૂજા. આ સર્વ દ્રવ્યપૂજા થઈ. ભાવપૂજા = ત્યાર પછી ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ થાય તે ભાવપૂજા, હૃદયના ઉલ્લાસથી થતી પૂજા. એ દ્રપૂજન અને ભાવપૂજા એમ પૂજાના બે પ્રકાર છે. બહુવિધ = અનેક રીતે, ઘણા પ્રકારે. ભાવપૂજાના અનેક ભેદો, પ્રકાર છે. નિરધારી = બતાવી છે. આગમ અને ત્યાર પછીના અનેક ગ્રંથોમાં તેને વિધિ કહ્યો છે. દેહાગ = ખરાબ નસીબ, દુર્ભાગ્ય, કમનસીબ. દરગતિ ' ખરાબ ગતિ, નારકી, તિર્યંચાદિ ખરાબ ગતિ, નીચ ગતિ. છેદે = દૂર કરે, મટાડે. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy