SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [ ૭ અર્થ–પ્રેમસંબંધ તે જગતમાં સર્વે કરે છે, પણ એ પ્રેમસંબંધ કાંઈ નથી, એમાં દમ નથી. પ્રેમસગપણ સંબંધ તે ચિંતા–જંજાળ વગરને હોય તે જ સાચો સંબંધ કહેવાય. કારણ કે ઉપાધિવાળ સંબંધ તે (આત્મ)ધનને પણ નાશ કરે. (એટલે એ સાચે સંબંધ કહેવાય નહિ.) (૨) ટબે–જગમાં સહ કેઈ પ્રીતિની સગાઈ તથા પ્રીત બાંધીને સગાઈ–સંબંધ કરે છે, પણ પ્રીતની સગાઈ–સંબંધ કેઈ નથી તે જાણવું. જે માટે પ્રીતિ–પ્રીતસગાઈ તે નિરુપધિક કહી છે. જયાં પરભાવ મેળવી પ્રીત બાંધવી, તે પાધિક કહી છે અને સોપાધિક પ્રીતિ–સગાઈ તે ધન ખે –આત્મગુણને નાશ કરે એટલે અશુભ છે. (અશભનીક શબ્દ હોય એમ લાગે છે. ન શેભે તેવો.) રાષભ જિનેશ્વર પ્રીતમ માહરે છે. (૨) વિવેચન–પ્રીતિ કે સગપણ સંબંધ તે દુનિયામાં સહુ કોઈ કરે છે. જનાવરે પણ પરસ્પર આકર્ષણ કરે છે, અને સ્ત્રી-પુરુષે પણ એકબીજા તરફ ખેંચાય છે; પણ એ દુન્યવી પ્રેમમાં ખરી પ્રીતિ નથી, એમાં દેહસંબંધ થાય છે. એમાં મેહને આવિર્ભાવ હોય છે, એમાં બાહ્ય આકર્ષણનું વધતું-ઓછું તત્વ હોય છે, એમાં ખબર ન પડે તેવી રીતનું પૌગલિક આકર્ષણ વચ્ચે હોય છે; એમાં ચેતન-ચેતનને સીધો મેળાપ થતું નથી, એમાં આત્મા - આત્માને સંબંધ થત નથી, પણ એમાં રાગ-કેસરી મહારાજના ઇંદ્રિયવિષયે કામ કરે છે. એમાં આકાંક્ષા, વિયેગ, દિન આદિ અનેક પ્રકારની બાહ્ય ઉપાધિઓની દરમિયાનગીરી હોય છે. એમાં આકાંક્ષા, આકર્ષણ અને ધબકારા હોય છે. આ સર્વ પૌગલિક ઉપાધિઓ છે. આ સર્વ ક્ષણિક રંગરાગ છે. એક વાત સમજી લેવા જેવી છે. જ્યાં જ્યાં બાહ્ય ઉપચાર, દેખાવ કે દખલગીરી આવી, ત્યાં ઉપલયિાપણું અને અલ્પસ્થાયીપણું આવે છે. એવા પ્રકારની પ્રીતિ ચાલી ચાલીને કેટલી ચાલે? પિદુગલિક બાહ્ય પ્રેમ તે, પ્રેમનું કારણ ઢીલું થતાં, ખલાસ થઈ જાય, એટલે આવી બાહ્ય ઉપાધિવાળીને પ્રીતિનું નામ આપવું તે પણ ચેતન જેવા મહારાજને અઘટિત છે. ચેતનરાજની પ્રીતિ તે ઉપાધિ વગરની હોય, અપેક્ષા–આશા વગરની હેય, અંત વગરની હોય. પ્રેમમાં ઉપાધિ આવી એટલે પ્રેમ પ્રેમના નામને અયોગ્ય બની જાય છે. અને અહીં તે કહેવાતે પ્રેમ અનેક મનોવિકારને વશ હોઈ, ગમે ત્યારે ખલાસ થઈ જવાનો સંભવ છે. અને કદાચ બહુ ચાલે તે દેહ છૂટતાં તે તેને છેડો જરૂર આવે છે. આખું મહરાજાનું કાર્યશીલન વિચારીએ તે એવા રાગને પરિણામે થતા પ્રેમમાં સ્થાયીપણું દેખાતું નથી. ઘડપણ, ઈર્ષ્યા, હરીફાઈ વગેરે અનેક કારણે એ પ્રેમને બંધ તુટી જાય છે અને હોય ત્યારે પણ આત્મધનને ઓછું કરે છે. આવા સંબંધને પ્રીતસગાઈ કહેવી તે ખોટી વાત છે. એમાં તે અંદરનું જે સાચું આત્મધન છે તે ઊલટું ખોઈ બેસાય છે. સવ, બધાં. ન કઈ = નકે (મરાઠી) કોઈ નથી, જેવી ચીજ જ નથી. પ્રીતસગાઈ = પ્રીતિનો સંબંધ નેહસંબંધ. નિરુપાધિક = ઉપાધિ વગરની. ( ઉપાધિ = જ જાળ, પીય, આપદા.) કહી = બતાવી, પ્રતિપાદન કરી. સો પાધિક = ઉપાધિવાળી. ધન = આત્મધન, ખાય = નાશ કરે. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy