SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [૨૧૧ રાતે વહેલાં જે સૂઈ વહેલા ઊઠે વીર; બળ, બુદ્ધિ, બહુ ધન વધે, સુખમાં રહે શરીર. એટલે વહેલાં ઊઠી, સૂર્યોદય પહેલાં જાગીને હોંશપૂર્વક પ્રભુને નમીને આ કામ કરવું. એમાં બળ, બુદ્ધિ અને ઘણું ધન વધે છે અને શરીરની પણ સુખાકારી થાય છે. બળ વધવાનું કારણ શરીરની સુખાકારી છે; તે પરસ્પર કાર્યકારણભાવરૂપે કામ કરે છે. અને મગજ સારું હોય તે ધન કમાય છે, તે પણ એક એનું સુંદર પરિણામ છે. એટલા માટે વહેલાં ઊઠી, જે વખતે મન કઈ જાતના વિકારને આધીન ન થયું હોય ત્યારે, સુવિધિનાથને અથવા આપણા આદર્શના સ્થાને જે હોય તેને હોંશપૂર્વક પગે લાગીને આ પૂજનકાર્ય કરવું, એ પ્રથમની ગાથાને આશય જણાય છે. (૧) દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેરે જઈએ રે દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે; સુવિધિ. ૨ અર્થ-દ્રવ્યથી એટલે બહારથી અને ભાવથી પવિત્ર ભાવને ધારણ કરીને આનંદપૂર્વક દેરાસરે જવું અને ત્યાં દશ ત્રિક અને પાંચ અભિગમ સાચવતી વખતે પ્રથમ તે એકસરખા મનવાળા થઈએ. (૨) ટબો–શુચિ-પવિત્ર, આશંસાદિ આશયે કલુષિત-મલિન નહિ એવો જે ભાવ-પરિણામ તેણે દ્રવ્ય ૧, ભાવ ૨, બને પૂજા કરીએ. હરખી-ચિત્તસમાધિ કરીદેરે જઈએ. ત્યાં પ્રથમ દશ ત્રિક સાચવીએ તે કેમ? ત્રણ નિસીહી ૧. ત્રણ પ્રદક્ષિણ ૨. ત્રણ પરિણામ ૩. ત્રિવિધા પૂજા ૪. અવસ્થા ત્રણ ભાવવી પ. ત્રણ દિશાએ ન જોવું ૬. ત્રણ વાર ભૂમિપદ પૂજવા ૭. ત્રણ અવલંબન ૮. મુદ્રા ત્રણ ૯. ત્રણ પ્રણિધાન ૧૦. એ પ્રકારના ૩૦ (ત્રીસ) બોલ સાચવવા. પાંચ અભિગમ-વંદનચિહ્ન સાચવવાં. સચિત્ત દ્રવ્યત્યાગ ૧. અચિત્ત દ્રવ્યઅનુજ્ઞા ૨. મનની એકા પાઠાંતર ધરીને ” સ્થાને પ્રતમાં “ધરીનૈ રે” એવો પાઠ છે, એ જૂની ગુજરાતી છે. “શુચિ” સ્થાને પ્રતોમાં “સૂચિ” પાઠ છે; અર્થમાં ફેર પડતો નથી. “હરખે ” સ્થાને એક પ્રતમાં “હરષી ” પાઠ છે, તે જની ગુજરાતી છે. (૨) શબ્દાર્થ-દ્રવ્ય = સારાં કપડાં પહેરવાં, શરીરે મર્દન કરવું વગેરે દ્રવ્ય, પૌગલિક પદાર્થો. ભાવ = ભાવપૂર્વક મનને શુદ્ધ કરવું તે. શુચિ ભાવ = શૌચ; આની બે પ્રકારની વિગતો માટે જુઓ પ્રશમરતિ. શ્લેક-૧૭૧; બાહ્યથી અને અંતરંગથી પવિત્ર થઈને. ધરીને = લઈને, ધારણ કરીને. હરખે = આનંદ સહિત, આનંદમાં આવી જઈને, ઉલ્લાસ પામીને. દેરે = મંદિરે, જ્યાં પ્રભુને સ્થાપેલ હોય તે જગ્યાએ. જઈએ રે - પિતે ચાલી–ચલાવીને જઈએ, જવું તે. દહ તિગ = દશ ત્રિક (આની વિગત માટે જુઓ વિવેચન), દેરાસરમાં દશ ત્રિક જાળવવાનાં હોય છે. પણ = પાંચ. અહિંગમ = અધિગમ. ( વિગત માટે જુઓ વિવેચન): દેરાસરમાં પાંચ અધિગમ જાળવવાના છે, તે જાળવવા. સાચવતાં = જાળવી રાખતાં, કરતાં. એમના = Concentrated, એકાગ્રમનવાળા, સ્થિરચિત્ત, લબ્ધલક્ષ્ય. ધરિ = પ્રથમ તો, શરૂઆતમાં. થઈએ = થઈ જઈએ. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy