SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [ ૨૦૫ ટબ -- નિર્મળ નિરાશસ સાધુભક્તિ પામીને વળી યોગ જો અવંચક હોય તે ગ, જ્ઞાન, દર્શન ચારિત્રનું અવંચકપણું કિયા અવંચકપણે આશંસાદિ દોષે કિયાનું અવંચકપણું ન થાય એટલે સફળ થાય, ફળઅવંચક તે ચારિત્રફળ, નિર્વાણ ઈણે જેગે એકીવારે નીપજે. (૬) વિવેચન–આગલી ગાથામાં દેવની નિર્મળ ભક્તિ કરવાનું કહ્યું. એ તે જિનદેવના દર્શનની વાત થઈ. હવે અહીં સાધુમહારાજની ભક્તિ બરાબર કરવાનું જણાવે છે. આ છઠ્ઠી ગાથામાં ગાવંચકપણાની, ક્રિયાવંચકપણાની અને ફળાવંચકપણાની ગની વાત કરે છે. સાધુમહારાજની નિર્મળ ભક્તિ પ્રાપ્ત કરીને પ્રાણી પ્રથમ તે ગાવંચક થાય. યોગ એટલે જોગ. આત્માના ગુણને ઠગનારી નહિ એવી જોગવાઈ થાય, પ્રથમ થવી જોઈએ. એને યોગની પરિભાષામાં ગાવંચકપણું કહે છે. વેગને અવંચકભાવ, ન ઠગનારે ભાવ, તે વંચકર્યું. એવી ભક્તિ પ્રાપ્ત થવી અને તેમાં રસ લે તે ગાવંચકહ્યું છે, એટલે એનો જોગ થવો એ ઘણું મુશ્કેલ છે. પહેલાં પિતે સંસારમાં ઘણું રખડ્યો છે, પણ એને સાધુમહારાજની ભક્તિને યોગ થયો નથી. અત્યારે તેને તે કરવાનો ગાવંચક ભાવ પ્રાપ્ત થયેલ છે તેથી તે પ્રાણી ગાવંચકભાવને પામે એમ કહેવાય છે. ગાવંચકત્વની પછી તેને કિયાવંચકત્વ મળે છે, એટલે જે કાળે જે કિયા કરવાની હોય તે કાળે તે તે કિયા કરવાની તેને વૃત્તિ થાય. પ્રભુનાં દર્શન કરે તે પણ શાસ્ત્ર કહેલી રીત પ્રમાણે. બધી વિધિ જળવાઈને ક્રિયા થાય તેને કિયાઅવંચકત્વ પ્રાપ્ત થયું છે એમ કહેવાય. એ કિયાઅવંચકત્વ કેમ પ્રાપ્ત થાય અને કિયા કેમ કરવી જોઈએ તે માટે દેવવંદનભાગમાં વિધિ છે. ત્યાં દશ ત્રિક તથા અધિગમ જાળવવાના છે, તેને વિસ્તાર કરવામાં આવ્યું છે. આવું કિયાવંચકત્વ એટલે ખોટી રીતે ક્રિયા કરવાનું પ્રાપ્ત થાય તેનાથી ઊલટું, તેનું અવંચકાવ મળે, ત્યાર પછી ત્રીજુ ફળાવંચકત વેગ માર્ગમાં સાંપડે છે. જે જે ક્રિયા કરવામાં આવે, તે જે બરાબર કરવામાં આવે તે આખર જતાં તેનાં ફળ જરૂર મળે છે. કારણ કે યા યા ક્રિયા, સાં સાં રેવતી. એટલે બધી રીતે વિધિપૂર્વક અને કહી છે તે સર્વ રીતિને જાળવીને ક્રિયા કરવામાં આવે, તે જરૂર ફળાવંચકવ પ્રાપ્ત થાય છે, એટલે ફળની બાબતમાં પ્રાણી ઠગાતે નથી. આવી રીતે ગાવંચકત્વ, ક્રિયાવંચકવ અને ફળાવંચકત્વ પ્રાપ્ત કરવું જોઈએ એ ભાવ અહીં આપણને પ્રાપ્ત થાય છે. દર્શન કરવું અને તે બધી રીતે યુગ્ય થાય તો તે ફળ આપ્યા વગર રહેતું નથી, એ આ ગાથામાં છુપાયેલે ભાવ છે. તેને માટે દર્શનના પ્રાથમિક પગથિયાની જરૂર છે. ભગવાન મને તે જરૂર આપો એવી મારે માટે આપને વિજ્ઞપ્તિ કરવાની છે, તે છે શુદ્ધ ચેતના ! મને પ્રાપ્ત કરાવ. આ ગાવંચકત્વ અને ફળાવંચકત્વ એ ખાસ યોગના વિષય છે અને પૂર્ણ શ્રદ્ધાથી સમજવા યોગ્ય છે; એને જે સમજે તે ખરું દશન પ્રાપ્ત કરે અને એનું નામ સફળ દર્શન કહેવાય. જોય એટલે જોઈ લેવું. જે શુદ્ધ દર્શન કરે, જે ફળવતી ક્રિયા કહેલ વિધિ અનુસાર આદરે, તે સાચી ક્રિયા કરી, આખરે ફળાવંચકત્વ, આવતી ગાથામાં કહેશે તેમ, મેળવે. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy