SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [પ ૩% નમઃ શ્રી આનંદઘનની વીશી અર્થે કરી લખીએ છીએ. શુદ્ધ ચેતના અને આત્માને શિક્ષારૂપ વિનંતી દ્વારે શ્રી વીતરાગ-સ્તુતિ-સ્તોત્ર કરી લખીએ છીએ તે અધ્યાત્મરૂપ છે. શ્રી કષભજિનેશ્વર તે મુજને અત્યંત વલ્લભ છે. શુદ્ધ ચેતના કહે છે તે “વૃષ” કહેતાં આત્મસ્વભાવરૂપ ધર્મ, તેણે કરી “ભ૦ કહેતાં શેભે એ જિનેશ્વર રાગદ્વેષને જિપક; તેહી જ મારે પ્રીતમ–વાલો છે. અવર અશુદ્ધ રાગાદિ મલિન આત્મા તથા દેવ, તેહને કંત પરે ચાહું નહિ, ઇચછું નહિ. તે સાહેબ રીઝક્યો હોય તે કહીં–એક વાર પણ–સંગ ન મૂકે, અભેદ રૂપે મળ્યો ભિન્ન ન થાય, તે સાદિ અને અનંત ભાગે સંગ ન મૂકે. “ભંગી” એટલે અનંત શુદ્ધ સ્વભાવ પ્રગટયો તે સાદિ અનંત સ્વભાવ તે ત્રિકાલે અક્ષય, તે માટે તથા વીતરાગપણે પ્રતીત કર્યો તે સાદિ, તસ્વરૂપભાવી તન્મયભાવ આચરણ હેતુએ કરી થયે તે અનંત. વિવેચન–ખરા પ્રેમનું લક્ષણ એ છે કે જેની સાથે પ્રીતિ બાંધી તેની સાથે હંમેશને માટે પ્રીતિ ચાલુ રહેવી જોઈએ. આજે એક સ્ત્રીને “વહાલી–વહાલી” કરી બોલાવવી, બે-પાંચ માસ કે વર્ષ ગયા પછી બીજી સ્ત્રીના વિયોગે ઝૂરવું અને વળી ત્રીજી સ્ત્રી સાથે પ્રેમમાં મસ્ત થવું, એનું નામ ખરે પ્રેમ કહેવાય નહિ “કેળભાઈને કૂબો અને એક મૂઓ ને બીજે ઊભો” એ સાચી પ્રીતિનું લક્ષણ નહિ. આપણે પૂર્વકાળનાં ચરિત્ર વાંચીએ છીએ, તે ત્યાં આજીવન એકપત્નીવ્રત અને એકપતિવ્રતને મહિમા ગવાય છે. શ્રી રામના અનેક ગુણોમાં એકપત્નીવ્રતને બહુ આગળ પડતું સ્થાન રામાયણમાં મળે છે. અને અનેક સતી સ્ત્રીએ પોતાના પતિ પાછળ ગૂરી ઝૂરીને મરતી અથવા સતી થતી આપણે જાણીએ છીએ. એટલે સાચી પ્રીતમાં આંતરે ન હોય, ત્રુટિ ન હોય; એ તે જેને હદય એક વાર સોંપ્યું તે સંપ્યું, તેમાં પછી મીનમેષ થાય નહિ. પછી ગમે તેટલી યાતના સહન કરવી પડે, પણ જેને હૃદય એક વાર આપ્યું તે આમરણાંત પતિ : આર્ય સંસ્કારને પતિપ્રેમ આવા પ્રકાર હોય છે. પતિ એને મારે-કૂટ, પણ એ પતિપ્રાણા, પતિવત્સલા જ રહે. એના સંકલ્પમાં પણ અન્ય તરફ પ્રેમ ન થાય. આનંદઘનજી કહે છે કે આ આર્ય સંસ્કૃતિને આજીવન પ્રેમ છે, તેના કરતાં પણ આત્મપ્રેમ–પ્રભુપ્રેમ વધારે સ્થાયી, વધારે ચોક્કસ અને તેટલા કારણે વધારે અનુકરણીય છે. આત્માની શુદ્ધ દશામાં વર્તનને શુદ્ધ ચેતના કહેવામાં આવે છે. શુદ્ધ ચેતના એટલે આત્માની વિશુદ્ધ દશા. એને રૂપક આપી તેની પાસે આ સ્તવન ગવરાવ્યું છે. એ શુદ્ધ ચેતના ખૂબ ઉલ્લાસમાં આવી ગાન કરે છે. એને ઊર્મિઉદ્ગાર આપણે સાંભળીએ, થ્થાઈએ. ' એ કહે છે કે મારે પ્રીતમ તે શ્રી ઋષભદેવ ભગવાન છે. એને ચરણે મારું મસ્તક છે, એની બાજુએ રહેવાના મારા કોડ છે, એની સાથેની મારી પ્રીતિ ભારે મૂલ્યવતી, પરિણામવતી, સસત્તા ( Pregnant) છે. એ મારા પતિદેવને જ હું ચાહું છું, એના પર વારી જોઉં છું, એની બતમાં મારા અસ્તિત્વની સફળતા માનું છું. એનું એક મુખ્ય કારણ એ છે કે એ મારા પતિદેવને રીઝવ્યો હોય તે પછી અનંતકાળ સુધી એ મારો સંગ છેડે તેવું નથી. દુનિયા
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy