SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪] શ્રી આનંદઘન–ચવીશી સુખ સ્થાયી ન હોય, જે સુખની પાછળ અસુખ અથવા દુઃખ ઊભું હોય તેને ખરેખરી રીતે સુખ ન જ કહી શકાય. શાશ્વત સુખ, જે એક વખત થયા પછી તેની પાછળ દુઃખ થતું નથી, એવાં પરમ શાશ્વત સુખ, આ પ્રભુ મારફત આપણને મળે છે, તે માટે આપણે તેમને નમીએ. મન જ્યારે પ્રભુમાં એકાગ્ર થાય, જ્યારે આપણે એકચિત્તે પ્રભુસેવા-ભક્તિ કરીએ, ત્યારે ધ્યાતા અને ધ્યેયની એકતા થતાં, આપણે પ્રભુ જેવા થઈ જઈએ અને અનંતકાળ માટે મોક્ષનું સુખ પામીએ. અનંત કાળનાં સુખ માટે પ્રયાસ કરે તે આપણો ઉદ્દેશ છે. અને તે માગે જવામાં જ આપણું સાચું હિત છે. તે માર્ગ બતાવનાર પ્રભુને આપણે નમીએ. આમાં કદાચ સ્વાર્થ જેવું લાગશે, પણ ઊંચામાં ઊંચે સ્વાર્થ તે પરમાર્થ છે, અને તે મેળવા માટે ઉચિત રસ્તે લેવામાં જે પરમાર્થ રહેલે છે તેને આપણે સ્વાર્થ ગણવામાં આવે તે પછી પરમાર્થને પણ સ્વાર્થ ગણ જોઈએ. જ્યાં પરમાર્થ સાધી શકાય ત્યાં સ્વાર્થ નથી. પ્રભુમય થતાં અનંત સુખ મળે એટલે આપણે તે માર્ગે આગળ ધપવું જ યોગ્ય છે. સ્વર્ગદિકનાં કે મનુષ્યપણામાં પૌગલિક સુખો મળે છે તે છેડા વખત માટેનાં જ સુખ છે, અને જે સુખની પછવાડે અસુખ થવાનું હોય તેને વાસ્તવિક સુખનું નામ જ ન આપી શકાય. આવું અવ્યાબાધ શાશ્વત સુખ મેળવવા માટે આપણે પ્રભુને નમીએ, અને નિરવધિ સુખ પ્રાપ્ત કરવાના કામમાં લાગી જઈએ. પ્રભુને વંદન કરવાને એક બીજે પણ હેતુ છે; તેઓ આપણું જે ખરેખરી આત્માદ્ધિ છે, તેને મેળવી આપનાર છે. આ દુનિયા પૈસા ખાતર અનેક વલખાં મારે છે અને અનેક ખુશામત કરે છે. તે આખર વખતે જાણે છે કે એ ત્રાદ્ધિ કેઈની સાથે ગઈ નથી અને જવાની પણ નથી, છતાં તેની પાછળ આ જીવ પડે છે, તે પછી જે આત્માદ્ધિ મેળવી આપે અને આપણે અનંત કાળ સુધી સુખ ભોગવીએ તેવી આપણા આત્માની મિલક્ત મેળવવામાં જે કારણ થાય, તેને આપણે જરૂર વાંદવા–નમવા-પૂજવા જોઈએ. આપણને સ્થાયી સુખનાં કારણ હોવાથી અને આપણને આત્માદ્ધિ મેળવી આપનાર હોવાથી, આ બન્ને કારણે, આપણે તેમને વંદવા જોઈએ. અને તેમ કરવામાં આપણે પિતાની ફરજ જ બજાવીએ છીએ. અહીં આપણું મનમાં સવાલ થશે કે આ પ્રભુ કેવા છે? તેથી આ પ્રભુને બરાબર ઓળખવા જોઈએ. ચાલે, આપણે આનંદઘન સાથે તેમને ઓળખવા પ્રયત્ન કરીએ. શાંત નામને નવમે રસ છે. આ રસને રસ તરીકે સ્વીકારે કે નહિ તેને માટે સંસારરસિક કવિઓમાં ચર્ચા ચાલે છે. તે ગમે તેમ હો, પણ આ શાંત રસ રસ છે તે માટે આ પુસ્તકમાં પૃથફ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે શાંત રસના મોટા દરિયા પ્રભુ પિતે છે. શાંત રસને નમૂને જેવો હોય તે પ્રભુને એક વાર જોઈ લે. એ તે શાંતરસમય છે. આવા શાંત રસના સમુદ્રને આપણે નમીએ. આ શાંત રસથી તેઓ ભરપૂર હોવાથી તેઓ એ રસનું બીજાને દાન દેનાર છે એટલે આપણને જે શાંત રસ ગમતું હોય તે આપણે સાતમા જિનને નમીએ, અને તેમની સેવા કરી તેમની પાસેથી શાંત રસ મેળવવા ભાગ્યશાળી થઈએ.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy