SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ સ્તવન [ ખરા પ્રભુપ્રેમનુ* સ્વરૂપ; અલખની લીલા-વીતરાગતા; ચિત્તપ્રસન્નતા-આન'દમયતા ] સંબંધ—શ્રી આનંદઘનજીની ચેાવીશી ઉપર જ્ઞાનસાર અને જ્ઞાનવિમળસૂરિના માળાવખાધ અને ટા ઉપલબ્ધ છે. શ્રી જ્ઞાનસારના ખાલાવબેધ શ્રી ભીમશી માણેકે છપાવેલ છે. જ્ઞાનવિમળસૂરિના ટમે સક્ષિપ્ત અને સુંદર છે. તેની ભાષાને જરૂરી વમાન રૂપક આપી અર્થ પછી મૂકેલ છે. એને આશય લઈને શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ વિ. સં. ૧૯૮૨માં અર્થ-ભાવાર્થ પ્રકટ કર્યા છે. એ સાધનાના મે' ઉપયોગ કર્યો છે. બે-ત્રણ પ્રતા મૂળના પાઠાંતરો જાણવા એકઠી કરી છે. તે પ્રતા મને શ્રી મુંબઇ ગાડીજી મહારાજના ભંડારમાંથી મળી છે. એક એક સ્તવન પર લગભગ એક એક માસ સુધી મેં' વિચાર કર્યો છે. દેરાસરમાં તે ગાયેલ છે, તેના પર યથાવકાશ પરિશીલન કર્યુ છે અને તેને અંગે જે વિચાર થયા તે અત્રે મારા પોતાના વિચારોની સ્પષ્ટતા માટે નોંધી લીધા છે. મને ઘણાં વર્ષોથી એમ લાગ્યું છે કે જ્ઞાનસારજીની ભાષામાં કહીએ તે · આશય આનદધન તણા, અતિ ગંભીર ઉદાર ’હાર્દ, તેના પર જેમ જેમ વિચારણા કરવામાં આવે તેમ તેમ નવીન નવીન સત્ય સાંપડે તેમ છે. લેખક પોતે જાતે અનુભવી હતા, મહાન યાગી હતા અને સ્પષ્ટ વક્તા હતા. એમના મનમાં જૈન ધર્માંના રંગ ખરાખર લાગી ગયેલા હતા. અને એમને દુનિયાની દરકાર નહેાતી, એટલે એમના વચનમાંથી સારતત્ત્વ ખૂબ સાંપડે તેવું છે અને એમની જીવનદોરી આત્મલક્ષી અને આંતરલક્ષી હાઈ અંદરથી જાગ્રત કરે તેવી તેમની માર્મિક શબ્દરચના છે. પેાતે કવિ હાવાના દાવેા ન કરનાર હાર્ટ, મનમાં સૂઝ્યું તે ગાઈ અતાવનાર છે, અને લેાકપ્રશ'સા કે જનસ્તુતિથી પર હાર્ટ માત્ર ચેતન-પ્રગતિસાધક છે; એટલે એમના હૃદયગાનમાંથી ઘણાં જીવવા-જાણવા જેવાં તત્ત્વા સાંપડે તેમ છે. આ દૃષ્ટિથી માત્ર સ્વલાભની નજરે જે સૂઝયું તે અહીં નોંધી લીધું છે. એમાં અન્ય કોઈ અપેક્ષા નથી, પ્રશંસાના મેહ નથી, સાક્ષરતા બતાવવાના આશય નથી. આ દૃષ્ટિ સતત ધ્યાનમાં રહી છે. હું આ પ્રત્યેક સ્તવન ગાઉં છું, ત્યારે મને ઊંડી અનુભવવેદના થાય છે, અને તેના કોઈ કોઈ ભાગ લેખરૂપે કાયમ થાય તેા સ` રીતે સ્વને લાભકારક છે એટલી દૃષ્ટિએ આ નોંધ કરી છે. જનપ્રવાહમાં એવી દંતકથા ચાલે છે કે, એક વખત આનંદઘન મહારાજ ( લાભાનંદજી ) ચાલ્યા જતા હતા, ત્યાં કોઇ સ્ત્રી પોતાના પતિ પાછળ સતી થવાને શ્મશાનયાત્રામાં જતી હતી. લોકો સતીના જય જય પોકારતા હતા અને સતીના મુખમાંથી કંકુ નીકળતું હતું. આજુબાજુ અનતા બનાવે। તરફ સાધારણ રીતે દુર્લક્ષ કરનાર યાગીરાજને કોઇએ કહ્યું કે આ ખાઈ પેાતાના પ્રીતમ–ધણી પાછળ સતી થવા જાય છે. પેાતાના ખેળામાં પતિનું માથું રાખી પોતે પતિની
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy