SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪] શ્રી આનંદઘન ચેવશી તેમ અર્થ કરે વધારે ઉચિત લાગે છે, તે આપણે આગળ ઉપર જેશું. અને પરિસર્ષણને અર્થ ફેલાવો થાય છે તે તે અર્થને પુષ્ટ કરે છે. આ રીતે અર્થ કરીને આપણે પ્રથમ તે આત્માના પ્રકાર વિચારીએ. આત્માને ઓળખવાથી સર્વ વસ્તુ ઓળખાઈ જાય છે, તેથી યેગમાર્ગ જાણવા પહેલાં આત્માને ઓળખી લેવાને આપણે પ્રયત્ન કરીએ. (૧) ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધરિ ભેદ, સુગ્યાની; બીજો અંતર આતમા તીસર, પરમાતમ અવિચ્છેદ, સુગ્યાની. સુમતિવર અથ–સર્વ શરીરધારી (માણસ) ના આત્મા ત્રણ જાતના હોય છે. તેને પહેલે પ્રકાર બહિરાત્મા નામને છે, બીજો પ્રકાર અંતરાત્મા નામને છે અને ત્રીજો પ્રકાર પરમાત્મા નામને છે; જે ત્રીજે પ્રકાર કેઈ પ્રકારના વિભાગ વગરને છે. (૨) ટબે-ત્રણ પ્રકારના આત્મા સકલ સંસારી જીવને શરીરધારીને વ્યાપ્ત છે. આતમા તે મહે પ્રથમ ભેદ બહિરાત્મા, બીજો ભેદ અંતરાત્મા, તીસરે પરમાત્મા તે અપેદ, અભેદ, અક્ષય છે. (૨) વિવેચન–શરીરધારીના શરીરને ગતિમાં મૂકનાર આત્મા ત્રણ પ્રકારનો છે. એટલે, એની દશાની અપેક્ષા ધ્યાનમાં લેતાં, દરેક આત્મા આ ત્રણ પ્રકારમાંથી એક પ્રકારમાં આવે. પિતાનો આત્મા આમાંથી કયા પ્રકારમાં આવે છે તે તેનાં લક્ષણ, જે હવે પછી કહેવામાં આવશે, તેનાથી જાણ લઈ નકકી કરવું. એ પ્રકાર નક્કી કરવાનું કારણ પણ જણાવવામાં આવશે. પણ આત્માના આ ત્રણ પ્રકારે ઘણી અગત્યની બાબત છે એ પ્રથમ સમજવા. તે હવે પછીની ગાથામાં ગ્રંથકાર પિતે જ કહેશે અને વિવેચનમાં આપણે બીજા ગ્રંથેનો આધાર પણ લેશું. આ ગાથામાં તે તે ત્રણ પ્રકારને નામમાત્ર જણાવવામાં આવ્યા છે – પ્રથમ પ્રકાર બહિરાત્માને છે. આત્માના ત્રણ પ્રકારમાંથી આ પ્રથમને ભેદ છે. બહિરાત્મા કેને કહે તે આપણે ગ્રંથકારના પોતાના શબ્દોમાં આગળ ત્રીજી ગામામાં જાણવા પ્રયત્ન કરશું. અહીં તેની સંજ્ઞા જ માત્ર આપવામાં આવે છે. બીજે આત્માનો પ્રકાર છે તે અંતરાત્માના નામથી ઓળખવાનું છે. એનું વિસ્તારથી વર્ણન આપણે આ ગ્રંથકાર અને બીજાઓની સમજણને અંગે ત્રીજી ગાથાના વિવેચનમાં કરશું. અને આત્માનો ત્રીજો પ્રકાર તે પરમાત્મા નામથી ઓળખાય છે. એને વિસ્તાર આપણે ચેથી ગાથાના વિવેચન ઉપર રાખશું. આ પરમાત્મા નામનો આત્માનો પ્રકાર છે તે અવિનાશી છે, એક સ્વરૂપે સર્વથા રહેનાર છે અને પછી એના જન્મવા, મરણ પામવાનો અને સંસારમાં પાઠાંતર–“સ” સ્થાને “સલ'. ધુરિ ભેદ સ્થાને “અધરૂપ સુગ્યાની ” આ પાઠ પ્રતમાં છે. આતમાં સ્થાને આતમ. પરિમાતમ એવો પાઠ પણ છેલ્લે છે. શબ્દાર્થ-ત્રિવિધ = ત્રણ પ્રકારને. સકળ = સર્વ, અપવાદ વગર કુલ. તનુધર = શરીરધારી, દેહધારી. ગત = તેમાં રહેલે. બહિરાતમ = બાહ્ય આત્મા. એ એની પ્રથમ દશા થઈ ધુરિ = પહેલે. ભેદ = અવસ્થા, પ્રકાર. તીસરે = ત્રીજે. અવિચ્છેદ = શુદ્ધ, એકસરખે. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy