SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮] શ્રી આનંદઘનવીશી અથ—અને “દર્શન’ ‘દર્શન” એવા શબ્દો આરડતે આરડતે જંગલી રેકડાની માફક જ્યાં ત્યાં ફર્યા કરું તે મારી અમૃતનું પાન કરવાની તરસ, મારી ઉચ્ચ પીણું પીવાની તમન્ના, તે ઝેર જેવી કડવાટ પીવાથી કેમ છીપે? કેમ તૃપ્ત થાય? ટબો–દર્શન દર્શન કરી, સ્વમતનું પિષણ હઠે પ્રાપ્ત કરીને, જે ફરતે રહું છું તે જેમ રણમાં રેઝ પશુ ફર્યા કરે છે તેમ તે પ્રાપ્તિ વેગળી થાય છે. જેમ ઉપદેશરત્નાકરમાં ષટ્ પુરુષ સાધ્યા તેમ જેને અમૃતપાનની ઈચ્છા હોય-પિપાસા હોય, તે કાંઇ વિષ પીધે ન ભાંજે; અથવા અમૃતપાનની–દુધપાનની ઈચ્છા તે વિષ કહેતાં પાણીએ તે ન ભાંજે. પીવઉ પીવઉં સર્વ કહે તેમ દરશણ દરશણ સર્વ કહે, પણ મિથ્યાદર્શન સમ્યગ્દરશનને ન ઓળખે. (૫) વિવેચન—દર્શનની દુર્લભતાને વિચાર કરતાં તે ગૂંચવણ વધતી દેખાય છે. નથી તકવાદમાં એની શાંતિ મળતી કે નથી આગમવાદમાં, અને જ્યાં જઈએ ત્યાં અનેક પ્રકારનાં આવરણો, ખાડા-ટેકરાઓ રસ્તામાં જણાય છે. અને એવા માગે સંચાર કરવા ધૃષ્ટતા કરું તે પિલા ઘાતી ડુંગરમાંથી રસ્તે બતાવે એ સાચો મિયે મળતું નથી. ત્યારે હવે કરવું શું? આ તે મારા મનમાં દર્શનની તાલાવેલી થઈ છે એટલે “દર્શન “દર્શન'ની બૂમ માર્યા કરું છું અને અહીંથી દર્શન પ્રાપ્ત કર્યું કે ત્યાંથી સાચું દર્શન મેળવું એવી ઘોષણા કરી દ્વારે દ્વારે રખડું છું, પણ એમાં વળે શું? જંગલમાં એક રેઝ નામનું વનચર પશુ થાય છે. એને આકાર ઘડા જે હોય છે. એને કોઈ નીલગાય પણ કહે છે. એને ઉનાળામાં પાણીની તરસ લાગે ત્યારે એ પાણી પાણી એવા પિકાર કરે અને એને મીઠાં ઠંડાં વહેતાં નિર્મળ જળની તરસ હોય એ કાંઈ ખારા કડવાઝેર જેવા પાણીથી તૃપ્ત થાય? એમાં “પાણી પાણી ના પિકાર કરવાથી કાંઈ વળતું નથી અને એની તરસ છીપતી નથી. ત્યારે મારી તે અત્યારે વગડાઉ રોઝ જેવી દશા થઈ છે. હું ‘દર્શન” “દર્શન” બોલ્યા કરું અથવા ગમે ત્યાં જેવું મળે તેવું અંશસત્ય હોય તેને સર્વસત્ય માની મેં સુંદર જળપાન કર્યું છે એમ માની લઉં, એમાં મારા દહાડા શા વળે? પંથડો નિહાળતાં માર્ગદર્શનની ભૂખ લાગી કે તરસ જાગી, પણ તેટલા માટે કાંઈ દર્શન શબ્દના નામની બૂમ પાડું તેમાં મારું વળે નહિ. અને દર્શન’ ‘દર્શન’ બોલવાથી ભૂખ ભાંગતી નથી, તે જ પ્રમાણે ગમે તેવું દર્શન સ્વીકારવાથી તૃપ્તિ થતી નથી. ખાવાની ઈચ્છા હોય દૂધપાક કે ઘેબરની, અને એને કુશકા કે કળથી મળે એમાં કાંઈ ભૂખ ભાંગે નહિ. એટલે દર્શન’ ‘દર્શન’ના પિકાર કરવાથી તે જંગલના રેઝ જેવી મારી દશા થાય. રેકના દાખલામાં બે પ્રકારની હકીક્ત જણાય છે. એક વાત “દર્શન’ શબ્દની રચનાને અંગે જણાય છે. એટલે ખાલી “દર્શન “દર્શન’ શબ્દના પિકાર કરવા એમાં કદી દર્શનની પ્રાપ્તિ ન થાય. અહીં દર્શન મેળ જ ન થાય તે એક વાતનું દષ્ટાંત થાય. અને દર્શન મળે છતાં તે કુદર્શન હોય, દર્શનને નામે ચાલતું ઢંગધડા વગરનું એકાંત દર્શન હોય, તે તેથી દર્શનની તરસ કેમ ભાંજે? આ બન્ને ભાવ સમીચીન છે, વિચારવા ગ્ય છે, સંબંધને બંધબેસતા છે,
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy