SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦] શ્રી આનંદઘન-વીશી તત્વજ્ઞાનમાં કેવું ભવ્ય સ્થાન છે અને અપેક્ષાવાદની સિદ્ધિના અંતરમાં પરમસહિષ્ણુતાને કેટલા ઉચ્ચ સ્થાન સુધી લઈ જઈ શકાય છે તે જાણવામાં આવશે. આ નયવાદની ઉપર ત્યાં પ્રાસંગિક વિવેચન કરવાનું રાખી અત્ર તે દર્શનપ્રાપ્તિને અંગે નયજ્ઞાનની જરૂરિયાત અને સાથે સાથે તેની દુરાપતા વિચારવી એટલી હકીક્ત પ્રસ્તુત ગણીએ. નયવાદને સમજનારને પ્રભાવકમાં સ્થાન આપવામાં આવ્યું છે, એટલે એ દુર્ગમ વાદ ઝીલનાર, પચાવનાર અને પ્રસિદ્ધ કરનારને દર્શનને અંગે અગત્યનું સ્થાન છે. જૈન શાસ્ત્રકારે આઠ પ્રકારના પ્રભાવક બતાવ્યા છે, તે શાસન અને સમાજની તરક્કી કરે, પ્રચાર કરે અને દુનિયા પાસે એની ભવ્ય રજુઆત કરી ધર્મના ડંકા વગડાવે. એ આઠ પ્રકારના પ્રભાવક આ પ્રમાણે છે – (૧) “પ્રાવચની શ્રુતજ્ઞાનને પારગામી, શ્રુતને અર્થ કરનાર–સમજનાર, સમજાવનાર અને તેમાં ઊંડો પ્રવેશ કરનાર, (૨) “ધમ થી—વ્યાખ્યાન કરવામાં નિપુણ, હજારેની સભાને રંજન કરે, નંદિષણની જેમ અનેકને બોધ પમાડે, લેકના દિલમાં સંદેડ થાય તેને ભાંગે. (૩) “વાદી’—તકવાદ-નયવાદમાં નિપુણ. અનેક રીતે અભિપ્રાયની સ્થાપના–ઉત્થાપના કરે, પણ કઈ જગાએ સ્કૂલના ન પામે, મુદ્દો ન ચૂકે, પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત યુક્તિ-કુયુક્તિમાં નિપુણ અને તીક્ષણ બુદ્ધિથી ચર્ચા કરનાર, સ્યાદ્વાદમાં નિપુણ અને વાદના નિયમને જાણકાર. (૪) “નિમિત્તી’—કુદરતના નિયમે, અવલોકનશક્તિને પરિણામે કે ગણતરી દ્વારા, જાણે અને તેને આધારે ભવિષ્યકથન કરે. અત્યારે વાયુશાસ્ત્રી હવામાન કહે છે તે પદ્ધતિએ કામ કરનાર અને કામ લેનાર. સંભાવનાને પણ વિશિષ્ટ આગાહી દ્વારા સુસિદ્ધ બતાવે. ખાસ લાભનું કારણ હોય ત્યારે જ આ શક્તિને ઉપગ શાસનસેવાને અંગે કરે. (૫) “તપસ્વી—ધર્મ હિત માટે ભારે તપ કરનાર, આમરણાંત ઉપવાસ કરનાર, તપના પ્રભાવથી વધેલી આંતર શક્તિને ધર્મ માટે ઉપયોગ કરનાર અને દેખાડા માટે નહિ પણ સામાન્ય હિતની વૃદ્ધિ માટે આકરી તપસ્યા કરનાર ધર્મની પ્રભાવના કરે છે. () વિદ્યાસિદ્ધિ–પિતાની પાસે વૈદકીય કે વૈજ્ઞાનિક વિદ્યા હોય, ખાસ અભ્યાસ કે પ્રયોગ દ્વારા વિશિષ્ટતા મેળવેલ હોય, તેને લાભ જનતાને આપે, સુખસગવડ વધે તેવી મોટી શોધખોળ કરે. આ પ્રભાવકને સંબંધ સાયન્સ સાથે કરવો. એમાં હિંસક સાધનને પિષણ ન આપે. છે “સિદ્ધિસંપન્નકઈ બાબતનું ખાસ જ્ઞાન હોય, કોઈ રાસાયણિક શોધખોળ કરેલ હોય કે વૈજ્ઞાનિક વિશિષ્ટતા પ્રાપ્ત કરી હોય તેને ઉપયોગ જનતાના હિતની વૃદ્ધિમાં અથવા આધિવ્યાધિ-ઉપાધિ ઘટાડવા માટે કરે. વિદ્યાસિદ્ધ શેખેળ કરનારને અંગે લાભકારક થાય છે, ત્યારે આ સંપન્નપ્રભાવક પ્રાયોગિક નજરે લાભ કરે છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy