SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૨૫ વિચારણા એ સર્વ શંકા કહેવાય. નિગોદ વગેરેને મેળ ન બેસે, સેયના અગ્ર ભાગ પર અનંત જીવન કેમ રહે એવા પ્રત્યેક મુદ્દા પરની શંકા તે દેશશંકા. આ શંકા નામનું પ્રથમ દૂષણ થયું. (૨) “આકાંક્ષા–પિતાની સંસારથી મુક્તિ અહીંથી થશે કે ત્યાંથી થશે એવી ભ્રમણામાં વિચારણા વગર, જ્યાં ત્યાં માથું નમાવ્યા કરે, કોઈ જગ્યાએ અલ્પસ્વલ્પ ગુણ જુએ ત્યાં તારણહારની કલ્પના કરી, ત્યાં અભિલાષાપૂર્વક દોડ્યો જાય એ આકાંક્ષાદૂષણ છે. પરધર્મમાં રહેલ સત્ય સમજી તેટલા પૂરતી તેની મહત્તા માનવી એ એક વાત છે, પણ એક ગુણમાં સર્વસ્વનો આરોપ કરી ત્યાં વિશ્વાસ ધારણ કરે અને ઘરમાં અવિશ્વાસ રાખે એ આકાંક્ષા દૂષણ છે. (૩) વિતિગિરછા–અમુક ક્રિયા કરવાથી લાભ થશે કે નહિ અથવા એનું પાકું ફળ બેસશે કે નહિ, આવા પ્રકારની શંકા તે વિતગિચ્છા. કિયા કેઈવાર સફળ થાય, કોઈવાર નિષ્ફળ થાય, આવા પ્રકારની મનની ડામાડોળ સ્થિતિ દૂષણરૂપ છે. શંકા નામનું પ્રથમ દૂષણ ઉપર જણાવ્યું તે દ્રવ્ય વિષયે હોય છે, જીવાજીવાદિ પદાર્થ પર થાય છે, જ્યારે કિયા પરત્વે કે કિયાના ફળ પર શંકા-કુશંકા થાય તેને વિતિગિચ્છા કહેવામાં આવે છે અથવા સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર જોઈ એના તરફ ઘણું થાય તેને પણ વિતિગિચ્છા કહેવામાં આવે છે. (૪) પ્રશંસા–સાધારણ ત્યાગી કે ચમત્કારી, ઉપરચેટિયા ધર્મક્રિયા કરનાર અન્ય ધર્મનાં ખૂબ જ વધારે પડતાં વખાણ કરવા જતાં અન્યને એ વતન કે સ્વીકારનું કારણ બને. ગુણપ્રશંસાને વાંધો નથી, પણ અલ્પગુણીને આસમાને ચઢાવવા જતાં અન્યને અધર્મનું કારણ બને એટલે પ્રશંસાને પરિણામે હાનિ થાય. અનધિકારીની જાહેર પ્રશંસા પિતાના ગુણને મલીન કરે અને અન્યને અધઃપતનનું કારણ બને માટે અયોગ્યની જાહેર પ્રશંસા ત્યાજ્ય હોઈ દુષણમાં પરિણમે છે. (૫) સંસ્તવ–સદ્દહણ વગરના પ્રાણી સાથે વધારે પડતે પરિચય. કાળાની સાથે ધળાને બાંધવામાં આવે તે વાન ન આવે તે સાન તે જરૂર આવે. એટલે કાચા ધર્મજિજ્ઞાસને બહારના થરની વ્યક્તિની પ્રશંસા પણ ન ઘટે અને તેનું સંસ્તવન પણ ન ઘટે. પરિચય અને પ્રશંસા બને નુકસાનકારક છે, આપેલ ગુણદશા ઉપર વાઘાત કરનાર થઈ પડે છે અને નવાસવા જિજ્ઞાસુને ઊંધે રસ્તે ચઢાવી દે છે કે ઊધે પાડી નાખે છે. આવાં આવાં દૂષણવાળો પ્રાણ પ્રાપ્ત કરેલ ગુણને મલિન કરે છે, તે જ પ્રમાણે ગુણપ્રાપ્તિ પહેલાં પણ શંકા, કુશંકા, વિતિ ગિછા, પ્રશંસા કે સંસ્તવને કારણે ગુણપ્રાપ્તિ જ અટકી જાય છે. જેમ મદમાં ઘેરાઈ ગયેલું પ્રાણી સૂર્ય-ચંદ્રનું દર્શન કરી શક્તા નથી, તેમ આ પાંચ દુષણોમાંથી કઈ પણ દૂષણવાળે પ્રાણી દર્શનને દોહ્યલું બનાવે છે; એ કોઈ પણ જાતને સ્પષ્ટ નિર્ણય લઈ શકાતું નથી અને તદ્દન અચોક્કસ દશામાં મસ્ત બની રહી દોહ્યલા દશનને વધારે મુશ્કેલ બનાવે છે. આ રીતે એ ઘે-સામાન્ય રીતે-દર્શનપ્રાપ્તિ દોહ્યલી છે, મતમતાંતરની ગૂંચવણને કારણે વધારે દોહ્યલી છે અને હવે પછી જોવામાં આવશે તેમ, એનો પાકા નિર્ણયને પરિણામે તે સ્વીકાર વધારે મુશ્કેલ છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy