SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ એમનું જીવન પોતાની જાતનું સંપૂર્ણ વિલીનીકરણ કરે અને પરમાત્માના સ્વરૂપને પિતાની જાતમાં પ્રગટાવો” –એ સત્યનું પ્રત્યક્ષ ઉધન કરતું હોય એમ આવી બધી જિજ્ઞાસાઓ અણપૂરાયેલી જ રહે છે. એટલે આ મહાત્મા પુરુષ અંગે “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજામાં અંજલિરૂપે જે કંઈ લખ્યું છે, તેથી વિશેષ અહીં લખી શકાય એમ ન હોવાથી ત્યાં જે કંઈ રજૂઆત થઈ છે તેટલાથી જ સંતોષ માનવાને રહે છે. જે વાત શ્રી આનંદઘનજી સંબંધી વિશેષ માહિતી ન મળવા અંગે ઉપર કહી, એ જ વાત સ્તવનના વિવેચક શ્રી મોતીચંદભાઈ અંગે અહીં કહેવી પડે એવી સ્થિતિ છે. “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ બીજામાં શ્રી મોતીચંદભાઈને જીવન, કાર્યો અને સાહિત્યસજન સંબંધી જે સવિસ્તર માહિતી મેં મારી અંજલિમાં રજ કરી હતી, તેથી વિશેષ નવી માહિતી આ ગ્રંથમાં આપવાની મારી હોંશ હતી. પણ, એ માટે પ્રયત્ન કરવા છતાં, આવી કશી સામગ્રી હું મેળવી શક્યો નહીં હોવાથી મારી એ ઇચ્છા પૂરી થઈ શકી નથી. શ્રી મોતીચંદભાઈ અંગે એટલું જરૂર કહેવું જોઈએ કે, જેમ શ્રી આનંદધનજીના જીવનમાં ભક્ત અને ભગવાન એકરૂપ બની ગયા હતા, તેમ શ્રી મોતીચંદભાઈના જીવનમાં ભક્તિ અને વિદ્વત્તા એકરૂપ બની ગઈ હતી અને આ એકરૂપતા એમને જીવનની ધન્યતા તરફ દોરી ગઈ હતી. સંશોધનની જરૂર શ્રી આનંદધનજીની પદ કે સ્તવનોરૂપ કૃતિઓનું અત્યાર સુધીમાં જે કંઈ અલ્પ-સ્વલ્પ વાચન-ચિંતન થઈ શક્યું તે ઉપરથી સ્પષ્ટ લાગે છે કે આ બધી જ કૃતિઓનું ધરમૂળથી અધ્યયન અને સંશોધન થવાની ખાસ જરૂર છે. ઉપલબ્ધ પદે અને સ્તવમાંથી સાચેસાચ એમની કૃતિ કઈ હોઈ શકે એ નક્કી કરવાની સાથે સાથે એક એક પદ કે સ્તવનની પ્રત્યેક કડીનું, અથસંગતિની દષ્ટિએ, શુદ્ધિકરણ થવાની ખાસ જરૂર છે. આ માટે મૂળ પદો કે સ્તવનોની તેમ જ એના ઉપરના ટબા કે બાલાવબોધરૂપ વિવેચનની સંખ્યાબંધ હસ્તપ્રત જ્ઞાનભંડારોમાંથી મળી શકે એમ છે. એ બધી સામગ્રી તેમ જ બીજી પણ ઉપયોગી સામગ્રી એકત્ર કરીને ગપ્રક્રિયાના તથા આત્મતત્ત્વના અનુભવી જાણકારે, જિજ્ઞાસુઓ અને વિદ્વાનોનું—ખાસ કરીને આવા મુનિવરેનું એક જૂથ અમુક વખત સુધી એકાગ્રતાપૂર્વક આ કામ કરે તે જરૂર એ કામ સાંગોપાંગ પૂરું થઈ શકે. શ્રી આનંદધનજીના આ અપૂર્વ વારસાને સુરક્ષિત કરવાની દૃષ્ટિએ આ કાર્ય કરવું એ આપણી ફરજ છે. ઉપસંહાર શ્રી મોતીચંદભાઈના હસ્તાક્ષરની છબી “શ્રી આનંદધનજીનાં પદે ” ભાગ બીજામાં આપેલ છે, તેથી આ ગ્રંથમાં નવી છબી આપી નથી. પ્રફે તપાસવામાં પંડિત શ્રી હરિશંકરભાઈ અંબારામ પડયાએ સહાય કરી છે; શુદ્ધિપત્રક પણ તેઓએ જ તૈયાર કરી આપ્યું છે. જરૂર પડતાં ટબાને અર્થ સમજવામાં તેમ જ પ્રાચીન પાઠોને શુદ્ધ કરવામાં પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલે જરૂરી મદદ કરી છે. આ બન્ને સાથીઓને હું આભાર માનું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગમ પ્રકાશનના કાર્ય નિમિરો એક્સાથે કામ કરવાને અમને ત્રણેને લહાવો મળે છે. તેમ જ મૂળ વસ્તુના નિરૂપણમાં, શરતચૂકથી કે સાચી સમજણના અભાવને કારણે, પુસ્તકમાં જે કંઈ ભૂલ રહી ગઈ હોય તે માટે હું માફી ચાહું છું. લુણાવાડા, મોટી પિળ સામે જૈન ઉપાશ્રય, અમદાવાદ-૧, વિ. સં. ૨૦૨૬, શ્રાવણ સુદિ એકમ, રતિલાલ દીપચંદ દેસાઈ તા. ૩-૮-૧૯૭૦, સોમવાર
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy