SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨] શ્રી આનંદઘન-ચોવીશી પ્રાણીને સંસારદશામાં મજા આવે છે, એને આંતરમાં ઊતરવું ફાવતું નથી, એમાં એની સર્વ પ્રકારની તકલીફનો છેડે છે એ વાત એને બેસતી નથી અને ઘણાખરા તે એવી વાતની વિચારણાની નજીક પણ આવી શકતા નથી. એને આત્માને અને પુગળને તફાવત જણાતે નથી, એને પુદ્ગળભાવની રમણતા એ વિભાવરમણતા છે એ વાત બેસતી નથી અને એને પ્રભુના દર્શનની પ્રાપ્તિ જ થતી નથી. દીર્ઘ કાળના અભ્યાસથી એ દુનિયામાં રાચે છે, અને વિષયકષાયના કીચડમાં સબડે છે. હિલું–ઘણખર પ્રાણીઓ તે આત્મદર્શનને વિચાર પણ કરતાં નથી અને સંસારના વ્યવહાર-વેપાર-ધંધામાં કે આળસમાં એટલે આનંદ આવે છે કે એને દર્શન સંબંધી વિચાર કરવાની કે એ પ્રાપ્તવ્ય છે એ ખ્યાલ કરવાની તક પણ મળતી નથી. બીજો એક વર્ગ એ છે કે એ મત-મતાંતરના ઝઘડામાં પડી મિથ્યા જ્ઞાનના ચકકરમાં એવા ચઢી જાય કે એ પિતાની માન્યતાથી છૂટી શકતું નથી અને પકડેલ પુચ્છને પાટુ વાગે તે પણ મજબૂતપણે ઝાલી રાખે છે. આવા દુરાગ્રહીને અને આંખ ન ઉઘાડનારને દર્શનપ્રાપ્તિ સામાન્ય રીતે જ કઠણ છે. જેને ચાર પ્રકારની સહણ થઈ નથી અથવા જેને ઉપર જણાવેલાં છ સ્થાને પ્રાપ્ત થયાં નથી તેને દર્શનપ્રાપ્તિ સામાન્ય રીતે દુર્લભ છે. દર્શનપ્રાપ્તિ માટે ત્રણ લિંગ (ચિહ્ન) બતાવવામાં આવ્યાં છે, તે નીચે પ્રમાણે છે : (૧) શુશ્રષા–એને દર્શન સંબંધી હકીકત સાંભળવાની ખૂબ તમન્ના રહ્યા કરે. જ્યાં દર્શન પર વિવેચન થતું હોય, ત્યાં એ પિતાનાં બીજા કામે છેડી દડી જાય, એને તત્વવિચારણા, ચર્ચા, શ્રવણ કે વ્યાખ્યાનમાં સ્વાભાવિક રીતે ખૂબ રસ પડે અને એ પ્રસંગ પ્રાપ્ત થાય કે તરત જ એ તક એ આતુરતાથી ઝડપી લે. (૨) સેવા–એને ધર્મકરણીમાં ખૂબ મજા પડે. પિતાને જેટલો સમય ધર્મકરણીમાં જાય તેટલે જ સાચે સફળ સમય ગમે છે એમ તે અંત:કરણથી માને અને કોઈવાર બીજા કામમાં પડી જાય ત્યારે પણ ક્યારે પિતાને તક મળે અને ધર્મકરણીમાં પિતે જોડાઈ જાય એવી એને ઈચ્છા રહ્યા કરે. (૩) વૈયાવચ્ચ–આ પારિભાષિક શબ્દ છે. એનો અર્થ દેવ અથવા ગુરૂની સેવાચાકરી એવો થાય છે. ઉપકાર કરનાર ગુરુને જરૂરિયાતી ચીજો લાવી આપવી, રેગીની સેવા કરવી, વૃદ્ધને સહાય કરવી, તપસ્વીને સગવડ કરી આપવી–આનું નામ વૈયાવચ્ચ કહેવાય છે. નવયુગ આ વૈયાવચ્ચગુણ (લિંગ) તુરત સમજી શકશે. માંદાની માવજત, સેવા કરનારની સગવડ, સેવા કરવા જનારના કુટુંબીઓની કદર વગેરે વૈયાવચ્ચના અનેક પ્રકાર છે. - આ ત્રણ ચિહ્નો (લિગે) જ્યાં હોય ત્યાં દર્શનપ્રાપ્તિની શક્યતા છે. આ ત્રણ ચિહ્નોને બરાબર ઓળખવા જેવાં છે. આના સંબંધમાં શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાય બહુ સુંદર ઉપમાન પિતાની સડસઠ બેલની સક્ઝાયમાં રજૂ કરે છે એ ધ્યાન ખેંચવા લાયક છે. એ શઋષા
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy