SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૦૫ તે તેની અનંત આત્મસંપદા પ્રકટ થાય. એ આત્મસંપત્તિને પ્રકટ કરવાનું નિમિત્તકારણ જિનવરદેવનું ધ્યાન છે અને એ ધ્યાનનું નિમિત્ત જિનવર દર્શન છે, માટે એમણે દર્શનને આત્મગુણ પ્રકટ કરવામાં નિમિત્તકારણ તરીકે ખૂબ મહત્વ આપ્યું છે. અહીં એમણે દર્શન શબ્દને તત્વરુચિ અને સામાન્ય દેખવું એ બને અર્થમાં વાપર્યો છે અને આત્મપ્રગતિ માટે બન્ને અર્થમાં વપરાતે દર્શન શબ્દ બહુ ઉપયોગી છે એમ બતાવી દર્શનની બાબતમાં ખૂબ ચક્કસ થવા પ્રેરણા કરી છે. એ રીતે “દર્શન” શબ્દના તત્પરુચિ, શ્રદ્ધાન અથવા શાસનસેવાને એક અર્થ અને બીજે સામાન્ય દેખવું તે, બીજો અર્થ ખૂબ વિચારવા ગ્ય છે. દર્શનાવરણ કર્મમાં દર્શન’ શબ્દને તદ્દન જુદી રીતે ઉપયોગ થયો જણાય છે. દર્શન એટલે સામાન્ય છે, અને જ્ઞાન એટલે વિશેષ બોધ. ઉપર જણાવ્યું તેમ દૂરથી આવનાર માણસ છે એટલે બંધ થાય તેને દર્શન કહીએ તે, તે પુરુષ છે, અમુક નામનો છે, અમુક જાતને છે તેની વિગતે સાથે બોધ થાય તે જ્ઞાન કહેવાય છે. તકમાં સામાન્ય અને વિશેષને ‘પદાર્થનું સ્થાન આપવામાં આવ્યું છે. એમાં સામાન્ય પદાર્થ અને દર્શનબેધને સરખાવવા યોગ્ય છે અને વિશેષ પદાર્થને જ્ઞાનબોધ સાથે સરખાવવા ગ્ય છે. બધાં કારણેનું છેવટનું કારણ આત્મા છે અને તેટલા માટે તેને ઉપાદાનકારણ કહેવામાં આવે છે. પણ ઉપાદાનને એનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે નિમિત્તો મેળવવાં પડે છે. નિમિત્ત ન મળે તે એનામાં ગમે તેટલી શક્તિ કે સત્તા હોય, પણ એ સર્વ અંદર દબાયેલી પડી રહે છે અને ચેતનરાજ પિતે સંસારમાં અહીં તહીં અફળાયા-કુટાયા કરે છે. આપણામાં વેપાર કરી ધન પ્રાપ્તિ કરવાની કે પગ ચલાવી બે માઈલ પગપાળા મુસાફરી કરી ધારેલ સ્થાનકે પહોંચવાની શક્તિ હોય, પણ વેપાર (પ્રવૃત્તિ) કરવા યોગ્ય સાધને મેળવીએ અથવા પગ ચલાવી મુસાફરી કરીએ તે સાધ્ય ફળે છે, તેમ આત્મામાં ગમે તેટલી શક્તિ હોય, પણ તદ્યોગ્ય નિમિત્તે એને મળે, મેળવી અપાય, તે એની અનંત શક્તિ બહાર તરી આવે છે. અને એને માટે દરિસણદર્શન બહુ ઉપયોગી ભાગ ભજવે છે. માટે “દર્શન ”ને એના જુદા જુદા આકારમાં અને અર્થમાં સમજવાની જરૂર છે. સમજીને ઓળખાણ થાય તે પછી તેને વહેવારુ ઉપયોગ કરાય અથવા ઉપયોગને પરિણામે એ સાધ્યને નજીક લઈ આવે અને છેવટે પ્રાપ્ત કરી આપે. આ દષ્ટિએ નિમિત્તકારણની ઉપયોગિતા ઘણી મોટી છે. એમાં પણ ‘દર્શનને ઘણું આગળ પડતું સ્થાન છે, કારણ કે એ સાધ્ય મેળવવાની બાબત પર સીધી આંતરિક અસર ઉત્પન્ન કરે છે. આત્માને મૂળ ગુણ ચેતના છે, એના પર્યાયને ઉપયોગ કહેવામાં આવે છે. આ ઉપગના બે ભેદ છેઃ જ્ઞાન અને દર્શન. જ્ઞાનને સાકાર ઉપયોગ કહેવામાં આવે છે; દર્શનને નિરાકાર ઉપયોગ કહેવામાં આવે છે. જે ઉપગ પદાર્થના વિશેષ ધર્મોના ગ્રાહક હોય એટલે જેમાં જાતિ, ગુણ, ક્રિયા વગેરેનું ત્રણ થતું હોય, તેને જ્ઞાન કહેવામાં આવે છે, જે ઉપગ પદાર્થના સામાન્ય ધમને ગ્રાહક હોય એટલે કે જે માત્ર સત્તાને જ ગ્રહુણ કરે તેને દર્શન-ઉપગ કહેવામાં આવે ૧૪
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy