SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી અભિનંદન જિન સ્તવન [દનપ્રાપ્તિની તલસના; દર્શનપ્રાપ્તિની દુર્લભતા; પ્રભુકૃપાથી એની સુલભતા ] સંબધ—આદિનાથના પ્રથમ સ્તવનમાં પેાતાના આદર્શ પતિ તરીકે જિનદેવને મુકરર કરી ચિત્તની પ્રસન્નતાએ પૂજનફળ પ્રાપ્ત કરવા નિર્ણય કર્યો. બીજા સ્તવનમાં એ પતિના પથનું અવલાકન કર્યું. ત્રીજા સ્તવનમાં સેવનની ભૂમિકાની શુદ્ધિ કરવાને અંગે એને અભય, અદ્વેષ અને અખેદ થવાના આદેશ રજૂ કર્યાં. હવે અહી આગળ વધતાં એ આદશ પતિના દર્શનની શુદ્ધિ કરવાના નિર્ણય કરવાની ઇચ્છાથી એની આકાંક્ષા રજૂ કરે છે. ત્યાં પ્રથમ દન શું, એમાં કયા ભાવ રહ્યા છે અને એ શબ્દ અહી કયા અર્થમાં વપરાય છે, એની ચાખવટ કરી લેવાની જરૂર પ્રાપ્ત થાય છે. -- ‘ દર્શન ’ શબ્દના અર્થ કોષ પ્રમાણે વિવિધ છે : દર્શન શબ્દ નીચેના અર્થમાં વપરાય છે ઃ જોવું, નજર, દૃષ્ટિ, અરીસા, દેખાડવું, ડાળ, ઘાટ, ઉપદેશ, સ્વપ્ન, ધમ` સબંધી જ્ઞાન, બુદ્ધિ, અક્કલ, સાંખ્ય, પાતંજલ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત એવા ષડૂદન પૈકી એક; હામ, યજ્ઞ, દૃષ્ટિમાં પડવું, વારવાર જોવું, મન, વગેરે (શબ્દચિંતામણિ). અથવા શ્રી હરિભદ્રસૂરિના ષડૂદનસમુચ્ચય'ના અભિપ્રાય પ્રમાણે બૌદ્ધ, નૈયાયિક. સાંખ્ય, જૈન, વૈશેષિક અને મીમાંસા (વેદાન્ત) પૈકી એક તત્ત્વજ્ઞાન કે મત–અભિપ્રાય. 6 દર્શનને અથ જૈન પરિભાષામાં · તત્ત્વરુચિ ' અથવા સમ્યક્ત્વ થાય છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની ઓળખાણુ, તેને તે તરીકે સ્વીકાર અને અશુદ્ધ દેવ, ગુરુ અને ધના રિહાર તેને જૈન પિરિભાષામાં દન તરીકે બતાવવામાં આવેલ છે. પ્રભુને અથવા પ્રભુને યાદ કરાવનાર આદર્શોને દેખવું તેને પણ જૈન પિરભાષામાં દર્શન શબ્દથી ઓળખવામાં આવેલ છે. અથવા વસ્તુના સામાન્ય ખાધને દન અને વિશેષ વિગતવાર ધને ‘જ્ઞાન ' કહેવામાં આવે છે. દા. ત. સામેથી ચાલી આવનાર દૂરથી દેખાય ત્યારે તે માણસ છે એટલે બેધ થાય તેને ‘દર્શોન' કહેવામાં આવે છે, અને તે હિંદી છે, કપડાં પહેરેલ છે, વાણીએ છે વગેરે એળખાણુ, તેનું નામ-ગામ જાય તે ‘ જ્ઞાન ' કહેવાય છે. જાતિના ખેધ Knowledge of genus તે દન અને વિશેષ વિગતને બેધ Knowledge of species તે જ્ઞાન. એ રીતે પણ જ્ઞાન અને દન વચ્ચેના તફાવત બતાવી શકાય. શ્રી દેવચંદ્રજીએ છઠ્ઠા પદ્મપ્રભુના સ્તવનમાં ‘તુજ દરસણુ મુજ વાલહે’રે લાલ’–એ ટેક સાથે · દન ' શબ્દ પર વિસ્તારથી તત્ત્વજ્ઞાન સ`કલિત કરી આપ્યું છે, તેમાં પ્રભુના દર્શનને અનેક પ્રકારે જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી ખચી એની મહત્તા બતાવી છે. ત્યાં એમણે ‘ દર્શન ' શબ્દના
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy