SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦] શ્રી આનંદઘન-ચાવીશી વાત તે એક જ છે કે આંતર આત્મપ્રદેશમાં પ્રગતિ કરવી હોય તો શરૂઆતમાં તદ્યોગ્ય ભૂમિકા તૈયાર કરવી જોઈએ, તેની અંદરના કષાય-વિકારે દૂર કરવા જોઈએ અને એના ઉપર બરાબર ચિતરામણ કરવા માટે એને અભય, અદ્વેષ અને અખેદ બનાવવી જોઈએ. આ રીતે તૈયાર થયેલી ભૂમિકા ઉપર ચિતરામણ બને તેમ હોવાથી એ ભૂમિકા પ્રાપ્ત કરવાની અત્ર આકાંક્ષા બતાવી. - એક બીજી પણ વાત છે. આત્મપ્રગતિ કરવાની ઈચ્છા થઈ હોય તે જે માગે અનુકરણીય પુરુષેએ પ્રયાસ કે ગમન કરેલ હોય તેની દોરવણ કે શિક્ષા સૂચન અનુસાર કામ લેવામાં આવે તે કામ સરળ બને છે અને કાર્ય સિદ્ધિ હસ્તગત થાય છે. એમ થાય તે ગપ્રગતિ જેવા ગહન વિષયમાં આત્મપ્રતારણ કે ખલિત પ્રયાગનો ઘણો ઓછો સંભવ રહે છે, એટલે આવા પ્રગત પુરુષને વિનય કરી, તેમની પાસે માગણી મૂકી, પ્રવાસ શરૂ કરે અથવા શરૂ કરવાની જોગવાઈ કરી આપવા વિજ્ઞપ્તિ કરવી એ ઘણો સલામત રહે છે. કેટલાંક નિશ્રા વગરનાં પ્રાણીઓ યુગને નામે હઠગ, કદર્શન અને આત્મવંચનામાં પડી ગયા છે. અને અણસમજથી આડે રસ્તે ચઢી ગયા હોય તેને ઠેકાણે લઈ આવવા માટે બેવડી માર્ગ વિચારણા કરવી પડે છે. ઊંધે રસ્તે જઈ ચઢાય તે ખોટો રસ્તે પાછો કરવામાં અને નવીન મેળવવામાં બેવડા પ્રયત્ન અને શક્તિનો વધારે પડતે વ્યય કરે પડે છે, એટલે આ યાચના કરવાની પાછળ ઘણી ભવ્ય વિચારણા હોય એમ પણ જણાય છે. અને આનંદઘનસ માટે તે અનેક સ્થળે ઘણી વિચારણા કરી છે. એ શબ્દમાં જ ચમત્કાર છે. એના ચિંતવનમાં લહેર છે, એના ઉચ્ચારણમાં લહાવે છે. અને એના વાતાવરણમાં શાંતિ અને ઉચ્ચગ્રાહિતા છે. એના પર અનેક દૃષ્ટિબિન્દુથી વિચાર કરવા જેવો છે. ભૂમિકા તૈયાર થયા પછી પણ આનંદમય થવાનું છે, ભૂમિકા તૈયાર કરવા માટે પણ આનંદને ઓળખવું પડે તેમ છે અને આ ભૂમિકાની પ્રાપ્તિ થયા પછીય આનંદમાં પ્રગતિ કરી કેવા આંતર સામ્રાજ્યનાં સોણલાં સેવવાનાં છે તેની કલ્પના પણ બનતી ચોખવટથી અત્યારે જ કરી નાખવા જેવી છે. જેવી ભાવના હોય તેવી સિદ્ધિ થાય છે, તેથી ધૃષ્ટતા કર્યા વગર તદ્યોગ્ય વાતાવરણ જમાવવા અથવા તૈિયાર કરવાને નિર્ણય કરી નાખવા જેવું છે અને તેને ગ્ય સામગ્રી તે જરૂર જમાવવા યોગ્ય છે. આ છેલ્લી ગાથામાં “મુગ્ધ” શબ્દને સ્થાને કઈ પ્રતિમાં “મુગતિ” શબ્દ આપે છે અને જ્ઞાનવિમળસૂરીએ એ પાઠને સ્વીકારી તે પર પણ ખાસ અર્થ વિવેચના કરી છે. મુગતિ એટલે મોક્ષ. મોક્ષ મેળવવો સહેલે છે એમ ધારી કેટલાક પ્રાણીઓ સેવાને માર્ગ સ્વીકારી લે છે. તેમને મન એવું હોય છે કે થેલી માળાઓ ગણશું કે છેડે વખત ચેતનરામની વાત ગંભીર મુદ્રાએ કરશું એટલે બેડે પાર પડી જશે, અને મુક્તિ મળી જશે. આવી પ્રકૃતિના માણસોએ જાણવું જોઈએ કે સેવન અગમ્ય છે, અનુપમેય છે, અદ્ભુત છે, ચમત્કારી છે. આ પાઠ પણ સારે ભાવ આપે છે. જ્ઞાનવિમળસૂરિએ “આનંદઘન રસરૂપ” ને “દેજે નું કર્મ બનાવ્યું છે તે પણ બહુ સારે ભાવ આપે છે, અને વિચારણીય છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy