SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કર] શ્રી આનંદવન-ચોવીશી આવ્યું છે અને જેના પર શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાયે દ્વાત્રિશદ્ધાત્રિ શિકાની અઢારમી બત્રીશીમાં વિસ્તાર કર્યો છે, તેવા પ્રકારનો અધ્યાત્મવેગ હજુ પ્રાપ્ત થયું નથી કે તેમાં પ્રવેશ થયે નથી,૧ પણ એને પ્રાપ્ત કરવાની ભૂમિકા મેળવવા માટે અધ્યાત્મગ્રંથનું શ્રવણ, મનન, પરિશીલન બહુ જરૂરી છે. યહેત’–નય એટલે દષ્ટિબિન્દુ, તેને સમજવા માટે અને તેને વિવેક કરવા માટે અધ્યાત્મને અભ્યાસ ખાસ ઉપયોગી છે. નયવાદ એ જૈન તત્ત્વજ્ઞાનને અપૂર્વ વિષય છે. જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓને લક્ષ્યમાં રાખવાથી અંશ સત્ય મળે છે અને એવાં અનેક દષ્ટિ. બિન્દુઓ નજરમાં રહે ત્યારે પ્રમાણ- સત્ય પ્રાપ્ત થાય છે. અપેક્ષાવાદમાં આ સર્વ હકીકત બતાવવામાં આવી છે. આ અંશ-સત્ય અને પ્રમાણ સત્ય, જેને નયવાદ અથવા અપેક્ષાવાદ કહેવામાં આવે છે અને જે તત્વજ્ઞાનની ખાસ વિશેષતા છે, તેના પર જેનને અનેકાંતવાદ રચાયેલ છે અને એ જૈન તત્વજ્ઞાનની ખાસ વિશેષતા ગણાય છે. અધ્યાત્મગ્રંથનું શ્રવણ કરવું, એમાં બતાવેલ આદર્શોનું મનન કરવું અને એનું દીર્ઘ સેવન કરવું, તેમાં મુદ્દો દષ્ટિબિન્દુઓ (નય) સમજવાનું છે. દષ્ટિબિંદુ સમજવામાં આવે તે પછી આ સંસારમાં વર્તતા આસક્તિભાવ, એનાં કારણો અને પરિણામેના મુદ્દા પર લક્ષ્ય જાય અને અધ્યાત્મગ્રંથની પ્રસાદીના ઉપયોગને લઈને છેવટે આ સંસારચકની રખડપાટીનાં કારણે સમજાય અને તેમાંથી બહાર નીકળી જવાના મુદ્દા પર લક્ષ્ય જાય. આ નયવાદને સમજવો એ જૈનધર્મની ચાવી છે. એના બધ કે એ તરફ લક્ષ્ય જતાં સેવનકારણની ભૂમિકા તૈયાર થઈ જાય છે. એટલે મુદ્દાઓ અને વિગતે સમજવા માટે, આખા સંસારનાં કારણે અને એના સ્વરૂપને ખ્યાલ કરવા માટે નય-દષ્ટિબિન્દુઓ જાણવાની જરૂર છે અને તેની પરસ્પરની કિંમત સમજવા માટે અધ્યાત્મગ્રંથનું શ્રવણ, મનન કે પરિશીલન ખાસ ઉપયોગી નીવડે છે. અથવા “નયહેત” એટલે “નય માટે? એવો પણ અર્થ થાય. નયવાદ એ જૈન તત્વજ્ઞાનને પામે છે, દરેક અંશ-સત્યને સમજવાને રાજમાર્ગ છે અને અનેકાંતવાદને આધાર છે. એટલે અધ્યાત્મગ્રંથી આત્માને ઓળખી ધર્મ-તત્વજ્ઞાનને બરાબર સમજવા કે ઓળખવાની ભૂમિકા આ નયજ્ઞાન પૂરી પાડે છે અને સેવન દ્વારા આત્મપ્રગતિ સાધવાનું એ અગત્યનું દ્વાર છે. નયવાદની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારને સમન્વય કરનાર શાસ્ત્રી તે નયવાદ. નયવાદમાં પરસ્પર વિરોધી દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં અવિરોધી એવા વિચારોના અવિરધીપણાનાં કારણોનું ગષણ મુખ્યપણે હોય છે. આ ગષણના કાર્યને પરિણામે ચેતન આત્માને (પોતાને) ઓળખે છે, અંશ-સત્યાની મર્યાદા સમજી પ્રમાણ સત્ય શોધે છે અને એ રીતે એની ભૂમિકા વિશિષ્ટ થતી હોવાને પરિણામે એ સેવનકાર્યમાં આગળ ધપે છે. ૧. અધ્યાત્મયોગના સંક્ષિપ્ત વર્ણન માટે જુઓ મારે “જૈન દષ્ટિએ યોગ' પૃ. ૬૧ – ૬૫ (પ્રથમત્તિ.) ૨. તત્ત્વાર્થ, અધ્યાય ૧, સૂત્ર ૩૪, (પં. સુખલાલજીકૃત વિવેચન) ૫ ૬૯.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy