SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] શ્રી આનંદઘન ચાવીશી · પ્રાપતિ પ્રવચન વાક ’ એટલે ચેતનને પ્રવચનની વાણીની પ્રાપ્તિ થાય; · પ્રવચન ' એટલે સિદ્ધાંતવાકય. વક્તાના સુયેાગ્ય ગુણપૂર્વક શ્રોતાને મહામૂલ્યવાન સિદ્ધાંતનાં મહાન સત્યે સમજાવવાનું કાર્યાં તે પ્રવચન કહેવાય. સિદ્ધાંતના યથાસ્થિત વાકયને પણ પ્રવચન કહેવામાં આવે છે. આવા પ્રકારના પરમેોપકારી સિદ્ધાંતનાં મહાન સૂત્રોની પ્રાપ્તિ થાય છે. દુનિયાદારીનાં સૂત્રોમાં સંસારરસિકતા, પૌદ્ગલિક પ્રેમ અને આકષ ણા એવાં જોડાઈ જાય છે કે ઘણીવાર સંભાળ રાખવા છતાં પણ પ્રાણી સ`સારનું પાષણ કરી બેસે છે, પણ જ્યારે એની પાસે પ્રવચનનાં નિર્દોષ પ્રેરક વચના આવી પહોંચે, જ્યારે એને પ્રવચનની વાણી પર શ્રદ્ધા બેસે, ત્યારે એને સેવન-કારણ-ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. જૈન શાસ્ત્રકાર જેમ શ્રદ્ધાની અગત્ય વારંવાર સમજાવે છે અને દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે, તેમ જ શ્રદ્ધાની સ્થિરતા માટે બેધની જરૂર સ્વીકારે છે. ધ માટે શુદ્ધ પ્રવચનના મહિમા તેમાં વારંવાર ભાર મૂકીને બતાવ્યા છે. આ પ્રવચન-અંજનના મહિમા પદરમા ધર્મનાથના સ્તવનમાં આગળ ખૂબ વિસ્તારથી આપવાના છે; ત્યાં તે પ્રસગે જરૂરી વિવેચન થશે. અહી' કહેવાની બાબત એ છે કે ભવપરિણિતના પરિપાક થાય તે વખતે દોષો ટળી જાય છે. ષ્ટિ ખૂલતી જાય છે અને શુદ્ધ પ્રવચનની વાણીના શ્રવણને લાભ પ્રાપ્ત થાય છે. · પ્રવચન ’ ના અ` જિનદેવપ્રણીત સિદ્ધાંત થાય છે. ભગવતીસૂત્ર અને વિશેષાવશ્યકના મતે એ શબ્દ પારિભાષિક છે અને આગમજ્ઞાનના અર્થમાં વપરાય છે. પ્રવચન માટે માગધી શબ્દ ‘ પવયણ ' છે અને તેના અર્થ ‘જૈન સંઘ ’ પશુ થાય છે. અત્ર પ્રવચનની વાણીની પ્રાપ્તિની હકીકત સૂચવી છે, તે સુવિહિત જિનાગમની વાણી સમજવી. એ પ્રવચનથી સંસારનું સ્વરૂપ ઓળખાય છે, સ્વપરનું વિવેચન થાય છે અને મેક્ષમાના પ્રયાણને વધારે પાકુ અને ચોક્કસ સ્થિર બનાવાય છે. આવા પ્રવચનના વચનથી પ્રતીતિ બરાબર થાય છે અને જામેલ શ્રદ્ધા કે કરેલ પ્રગતિ પાકી બનતી જાય છે. શ્રી ઉપમિતિભવપ્રપ ચા કથામાં પ્રથમ પ્રસ્તાવમાં જે સ્થાન ધમ એધિકર ’રસવતીપતિને આપવામાં આવ્યું છે, બીજા પ્રસ્તાવમાં સદાગમને જે સ્થાન આપવામાં આવ્યું છે, તેવા સદ્ગુરુને ચેગ એ પ્રવચનપ્રાપ્તિ છે. એવા પ્રવચનની પ્રાપ્તિ કરાવનાર શાંત, ધીર, નિષ્પક્ષ અને સમતાવાન હોય; એનામાં સહિષ્ણુતા, આવડત અને સમજાવટ કરવાની કુનેહ હોય; એની ઉપકારબુદ્ધિ અતુલ્ય અને અજોડ હાય; એનામાં આક્ષેપષ્ટિ કે તોડી પાડવાની પદ્ધતિ ન હાય—એવા વિશિષ્ટ ઉપદેશક પાસેથી પ્રવચનવાણીની પ્રાપ્તિ થાય, ત્યારે મા પલટો થાય છે. પ્રવચનવાણીની પ્રાપ્તિનું મહત્ત્વ આગળ જતાં તેરમા સ્તવન (ગાથા ૪)માં આવવાનું છે. સદ્ગુરુકૃત પ્રવચન અંજનનો મહિમા પદરમા સ્તવનમાં (ગાથા ૩)માં આવવાના છે અને વિશિષ્ટ વાણીનાં પરિણામેા કેટલાં સુંદર નીવડે છે, તે પર વિચારણા અનેક દૃષ્ટિબિન્દુથી કરવાના પ્રસ`ગ આગળ આવે છે. અહીં વાત એટલી થઈ કે પ્રાણી છેલ્લા પુદ્ગળપરાવમાં આવે અને ત્રીજુ` કરણ કરે અને જ્યારે એની સ’સાપરિણતિના પરિપાક થાય ત્યારે
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy