SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તીર્થકરનાં ૨૨ સ્તવને; શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૩ સ્તવને, જેમાં બેના કર્તા તરીકે સ્તવનની છેલ્લી કડીમાં “આનંદઘન' નામ આવે છે, અને ત્રીજું સ્તવન શ્રી જ્ઞાનવિમલસૂરિજીની કૃતિ છે; એ જ રીતે શ્રી મહાવીર સ્વામીનાં પણ ૩ સ્તવને આપ્યાં છે, જેમાં બેના કર્તા તરીકે સ્તવનની છેલ્લી કડીમાં “આનંદધન નામ આપેલ છે, અને ત્રીજુ સ્તવન શ્રી જ્ઞાનવિમળસૂરિજીની રચના છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે મુંબઈના જૈન સાહિત્ય વિકાસ મંડળનું સંચાલન સંભાળતા, વિદ્યાવ્યાસંગી ભાઈ શ્રી સુબોધચંદ્ર નાનાલાલ જૈનને, જૂની હસ્તપ્રતોના સંશોધન દરમ્યાન આશરે બસે વર્ષ જના એક ગુટકામાંથી શ્રી વીર જિનેશ્વરનું એક અપ્રગટ સ્તવન મળી આવ્યું હતું, જેને અંતે ર્તા તરીકે આનંદધન’નું નાથ આપવામાં આવ્યું છે. આ સ્તવન તેઓએ સૌરાષ્ટ્રમાં લાખાબાવળથી પ્રસિદ્ધ થતા “શ્રી મહાવીર શાસન” માસિકના વર્ષ ૧૪, અંક ૯, વિ. સં. ૨૦૨૨ ના ભાદ્રપદ માસના અંકમાં પ્રસિદ્ધ કર્યું હતું. મારી વિનતિથી એમાં કેટલીક અશુદ્ધિઓ હતી તે તેઓએ સુધારી આપી હતી. એ સુધારેલું સ્તવન અહી સાભાર રજૂ કરવામાં આવે છે: આનંદઘનજીવિરચિત શ્રી વિરજિનસ્તવન વીર જિસેસર પરમેસર , જગજીવન જિનભૂપ; અનુભવ મિત્તે રે ચિત્તે હિત કરી, દાખ્યું તાસ સરૂપ. વીર જેિણેસર૦ ૧ જેહ અગોચર માનસ વચનને, જેહ અતીન્દ્રિય રૂપ; અનુભવ મિત્તે રે વ્યક શક્તિસ્યું, ભાખ્યું તાસ સરૂપ. વીર જિણેસર૦ ૨ નય નિક્ષેપે રે જેહ ન જાણીઈ, નવિ જિહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સરૂપે રે તે સદ્ય દાખવે, કેવલ અનુભવ ભાણ. વીર જિણેસર૦ ૩ અલખ અગોચર અનુપમ અને, કુણુ કહિ જાણે રે ભેદ, સહજ વિશુદ્ધાં રે અનુભવ વિણ જે, શાસ્ત્ર તે સઘલો રે ખેદ. વીર જિણેસર. ૪ દિસી દેખાડી શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત એ, અનુભવ મિત્ર વિખ્યાત. વીર જિણેસર ૫ અહો ચતુરાઈ રે અનુભવમિત્તની, અહો તસ પ્રીત અપ્રીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું પ્રીત. વીર જિણેસર ૬ અનુભવ સંગે રે રંગે પ્રભુ મિલ્યા, સફલ ફેલ્યાં સલિ કાજ; નિજ પદ સંપદ સહજે અનુભ, “આનંદઘન મહારાજ. વીર જિણેસર૦ ૭ વિ. સં. ૨૦૨૦ ની સાલમાં “શ્રી આનંદઘનજીનાં પદો ” ભાગ બીજાનું પ્રકાશન શ્રી મહાવીર જૈન
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy