SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા श्रीवीरः श्रेयसे यस्य, चित्रं स्नेहदशाऽत्यये । सध्यानदीपोऽदिपिष्ट, जलसङ्गमविप्लवात् ॥१॥ જેમનો સપ્લાનરૂપી દીપક, રાગરૂપી તેલ ખૂટી જવા પર અને (જ્ઞાનરૂપી) પાણીનો સંગમ થવા પર વિશિષ્ટ રીતે પ્રકાશિત થયો, તેવા શ્રી વીરપ્રભુ અમારા કલ્યાણ માટે થાઓ. ९ अत्र क्रमात् प्रतिलिखेत्, मुखपटधर्मध्वजौ निषद्ये द्वे । पट्टककल्पत्रितये, संस्तारकोत्तरपट्टौ च दश ॥२॥ સવારે ક્રમસર મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા, ચોલપટ્ટો, ત્રણ કપડાં, સંથારો અને ઉત્તરપટ્ટો એમ ૧૦ વસ્તુનું પડિલેહણ કરવું. ११ सम्पातिमसत्त्वरजो-रेणूनां रक्षणाय मुखवस्त्रम् । वसतेः प्रमार्जनार्थं, मुखनासं तेन बध्नन्ति ॥३॥ સંપાતિમ જીવો અને રજ, અને ધૂળ મોઢામાં ન જાય તે માટે મુહપત્તિ છે. કાજો લેતી વખતે તેનાથી મોટું અને નાક બંધાય છે. १४ आदानत्वग्वर्तन-निक्षेपस्थाननिषदनादिकृते । पूर्वं प्रमार्जनार्थं, मुनिलिङ्गायेदमादेयम् ॥४॥ લેવું-મૂકવું, પડખું ફેરવવું, ઊભા થવું, બેસવું વગેરે વખતે પહેલાં પૂંજવા માટે અને સાધુના ચિહ્નરૂપે રજોહરણ રાખવાનું છે.
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy