________________
ઓઘનિર્યુક્તિ
શેષકાળમાં કાપ કાઢવાથી બકુશપણું, બ્રહ્મચર્યનો નાશ, અસ્થાને સ્થાપના (લોકો અબ્રહ્મચારી માને), સંપાતિમ જીવોની વિરાધના, કપડાં સૂકવવાથી વાયુની વિરાધના, પાણીના રેલાથી જીવવિરાધના, હાથમાં ચીરા વગેરેથી આત્મવિરાધના થાય. नि.३५० अइभारचुडणपणए, सीयलपाउरण अजीरगेलन्ने ।
ओभावणकायवहो, वासासु अधोवणे दोसा ॥६९॥
વર્ષાઋતુ આવે ત્યારે કાપ ન કાઢવામાં આ દોષો છે : ઘણું વજન થાય, ફાટી જાય, નિગોદ થાય, ઠંડા કપડાં પહેરવાથી અજીર્ણ-બિમારી થાય, લોકો નિંદા કરે, વરસાદમાં ભીના થાય તો અપ્લાયની વિરાધના થાય. नि.५४८ जह अब्भंगणलेवा, सगडक्खवणाण जुत्तिओ होति ।
इय संजमभरवहणट्टयाए, साहूण आहारो ॥७०॥
જેમ ગાડાના પૈડાને તેલ પૂરવું કે ઘાને લેપ કરવો - યુક્તિથી જરૂર પૂરતાં જ થાય છે - ઓછાં કે વધુ નહીં, તેમ સંયમભારને વહન કરવા જરૂરી એટલો જ આહાર સાધુએ લેવો. नि.५५५ अतरंतबालवुड्डा, सेहाएसा गुरु असहुवग्गो ।
साहारणोग्गहा, ऽलद्धिकारणा मंडलि होइ ॥७१॥
ગ્લાન, બાળ, વૃદ્ધ, નૂતન દીક્ષિત, પ્રાથૂર્ણક, આચાર્ય, અસહિષ્ણુ - આ બધાને ઉપકાર કરવા માટે અને લબ્ધિ વિનાના માટે માંડલી છે.