SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મરાય - મહાત (g.) (અઈન્મિત્રના જયેષ્ઠભાઈ). *અર7% (ઈ.) (ત નામે એક મુનિ, અરણિક મુનિ) તારાનગરીમાં એક પરિવાર રહેતો હતો. દત્ત, તેની પત્ની અને પુત્ર અરણિક. તે ત્રણેય જણાએ એક સાથે સંસારનો ત્યાગ કરીને અન્મિત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. પિતામુનિના સ્વર્ગવાસ પછી અરણિકમુનિને સ્વયં ભિક્ષા લેવા જવાનો વારો આવ્યો. તડકો સહન ન થવાથી ચારિત્રમાંથી પતિત થયા અને શ્રેષ્ઠી સ્ત્રી સાથે ઘર માંડીને રહેવા લાગ્યા. આ વાતની જાણ માતાને થતાં તેમનાથી આ વાત સહન ન થઇ અને ગાંડા જેવા થઇ ગયા. તેઓ આખા નગરમાં અરણિક અરણિક કરીને ફરવા લાગ્યા, નગરના લોકોને આવી ગાંડી સ્ત્રીને જોવાની મજા પડી. એક વખત અરણિક બહાર ઝરૂખામાં બેઠા હતાં અને પોતાની માતાની અવદશા જોઇને શરમાઈ ગયા. તેમણે નીચે ઉતરીને માતાની ક્ષમા માંગી અને પુનઃ દીક્ષા લેવા ઉઘત થયા. અરણિક ગુરુ સમીપે પોતાના દોષોની આલોચના લઇને વૈરાગ્યપૂર્વક પુનઃ દીક્ષિત થયા. અંતે તપતી શિલા પર સંથારો કરીને આત્મકાર્ય સાધ્યું. अरहमित्त - अर्हन्मित्र (ત નામે પ્રસિદ્ધ શ્રમણ, અહંન્નતના લઘુભ્રાતા) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અહંન્નત અને અહન્મિત્ર નામે બે ભાઈરહેતા હતાં. તેમાં અહંન્નતની પત્ની પોતાના દિયર અઈન્મિત્રમાં આસક્ત હતી. તેણે અઈન્મિત્ર પાસે ભોગની માંગણી કરી. દિયરે કહ્યું મોટા ભાઇ હોતે છતે મારાથી આવું અપકૃત્ય ન કરાય. આથી તેણીનીએ પોતાના પતિને મારી નાંખીને કહ્યું. હવે તો મારા પતિ પણ નથી રહ્યા માટે મારી સાથે ભોગ ભોગવો. સંસારનું આવું બિહામણું સ્વરૂપ જોઇને તેઓ વૈરાગી થયા અને તેઓએ શ્રમણધર્મ અંગીકાર કર્યો. તે સ્ત્રી અહન્મિત્રમાં આસક્ત થઈને મૃત્યુ પામી અને કૂતરી બની ત્યાં મુનિને જોઇને પૂર્વભવની આસક્તિને કારણે તેમને ચાટવા લાગી. મુનિએ ત્યાંથી પીછો છોડાવીને જતા રહ્યા. કતરી મરીને જંગલમાં વાંદરી થઈ ત્યાં મુનિદર્શને પાછી તેમની પાછળ લાગી. સાધુ જેમતેમ કરીને ત્યાંથી છૂટીને ચાલ્યા ગયા. તે વાંદરી મરીને વ્યંતરી થઇ, તેણે અવધિથી પોતાનો પૂર્વભવ જોયો અને મુનિ પર ગુસ્સે ભરાઈ. તે સાધુના છિદ્રને જોવા લાગી જેથી પોતાનો બદલો લઇ શકે. અંતે નદી ઓળંગવા માટે નીકળેલ સાધુના તેણે પગ છેદી નાંખ્યા. તે વખતે ત્યાં રહેલ સમ્યગ્દષ્ટિ દેવે તે વ્યંતરીને નિરસ્ત કરીને ત્યાંથી કાઢી મૂકી અને ઋષીશ્વરના ચરણ પહેલા જેવા કરી નાંખ્યા. મહા - મહંતા () (તીર્થંકરપણું) अरहस्सधारक - अरहस्यधारक (पुं.) (છેદસૂત્રના ગુપ્તમાં ગુપ્ત તત્ત્વને ધારણ કરનાર, છેદસૂત્રદાતા) પિસ્તાલીસ આગમોમાં છ છેદસૂત્રો આવે છે. આ છેદસૂત્રોમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું કથન કરવામાં આવેલ છે. છેદસૂત્રગત અતિગૂઢરહસ્યોના ધારક આચાર્યભગવંત યોગ્ય પાત્રતાવાળા આત્માને જ તેનું અધ્યાપન કરાવે છે. કેમકે અપાત્રને કરેલું જ્ઞાનદાન અપકારને માટે થાય છે. અ&#mm( ) - રાગિન (g) (જમનાથી કોઇ રહસ્ય છાનું નથી તે, સર્વજ્ઞ, અરિહંત) મરાપુર - સરસ્વર (3) (મહાશબ્દ, મોટો અવાજ છે જેનો) સત્યને ક્યારેય પણ પ્રચાર, પ્રસાર કરવો પડતો નથી. તેણે મોટા અવાજે ઘોષણાઓ કરવાની પણ આવશ્યકતા હોતી નથી. સત્યનો અવાજ ભલે ધીમો હોય કિંતુ તે મક્કમ અને સક્ષમ હોય છે. મોટા બરાડા પાડવાની જરૂરતો જૂઠને પડે છે. મરા - મરાતિ (કું.) (1. વ્યાધિ, રોગ 2. દુશ્મન, શત્રુ) - 50 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy