________________ મોહવા - અમોષવન (.) (સફળ વચન) કહેવાય છે કે પરમાત્માના વચનો અમોઘ હોય છે. તેમણે કહેલ વાત ક્યારેય નિષ્ફળ જતી નથી. જિનેશ્વર ભગવંત દેશના આપે અને કોઇ આત્મા દીક્ષા માટે તૈયાર ન થાય એ ક્યારેય ન બને. જો તેવું થાય તો તે આશ્ચર્ય જાણવું જેમ મહાવીરસ્વામીની પ્રથમ નિષ્ફળ દેશના દશ આશ્ચયોમાંનું એક આશ્ચર્ય છે. અમો - મનોહા ( સ્ત્રd.). (1. જંબુ સુદર્શનાનું અપરનામ 2, પશ્ચિમ દિશાના અંજનક પર્વતની દક્ષિણ દિશામાં આવેલ વાવડી 3. સફળ, અનિષ્ફળ). મ - માઝ (ઈ.) (1. આંબો, કેરી ર.આંબાનું ઝાડ) अम्बकूणगहत्थगय - आम्रफलहस्तगत (त्रि.) (સ્વતપતેજથી ઉત્પન્ન થયેલ દાહને નાશ કરવા માટે કેરીના ગોટલા છોતરાને ચૂસનાર) ઉગ્ર તપના કારણે શરીરમાં ઉત્પન્ન થયેલ દાહને નાશ કરવા માટે કેરીના ગોટલાને ઔષધિનું કામ કરે છે. કેરી સ્વયં ગરમ સ્વભાવની હોવાં છતાં તેના ગોટલા શીતલતા આપવાના ગુણવાળા છે. શરીરદાહને શમાવવા માટે તે ગોટલાનું ભક્ષણ કરનારને આમફલહસ્તગત કહેવાય છે. મધ્યક - મME (કું.) (તે નામે પ્રસિદ્ધ એક પરિવ્રાજક શ્રાવક) અમયા -- અન્ના (.) (માતા, મા) શાસ્ત્રમાં જેમ સ્ત્રીને નરકનું દ્વાર, કપટી, મોહની ખાણ વગેરે કહેલ છે. તેમ રત્નકક્ષી તરીકે પણ ઉલ્લેખ કરેલ છે. કેમકે એ જ સ્ત્રીની કુખેથી તીર્થકર, ચક્રવર્તી, જિનશાસનની પ્રભાવના કરનાર મહાપુરુષોનો પણ જન્મ થતો હોય છે. જેનું લવલંત ઉદાહરણ છે ચોવીસ તીર્થકર ભગવંતની માતાઓ, પાહિનીદેવી, સુભદ્રા, ધારિણી વગેરે. જેઓએ પોતાના સંતાન જિનશાસનને સોંપીને જગતોપકાર કરેલ છે. ધન્ય હોજો! આવી રત્નકુક્ષી માતાઓને. મ- મહે(ગવ્ય) (હર્ષ, આનંદ) શાસ્ત્રમાં કહેલું છે કે નરકમાં વસનારા જીવોને નિતાંત દુખનો જ અનુભવ થતો હોય છે. માત્ર જિનેશ્વર ભગવંતોના પાંચેય કલ્યાણકના સમયે એકક્ષણ પૂરતો હર્ષનો અનુભવ થાય છે.” अम्मापितिसमाण - अम्बापितसमान (पुं.) (માતાપિતા સમાન, શ્રાવક) સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે કોઇપણ જાતના સંબંધ કે અપેક્ષા વિના એકાંતે સાધુ ઉપરે વત્સલભાવ રાખનાર શ્રાવક સાધુના માતાપિતા સમાન છે. જેવી રીતે માતાપિતા પોતાના સંતાન ઉપર મમતાભાવથી તેની દરેક અપેક્ષા પૂરી કરે છે. તેમ શ્રાવક શ્રાવિકા શ્રમણને ચારિત્રપાલનમાં જોઇતી દરેક સામગ્રી પૂરી પાડે છે.' મMપિયર -- પિત્ત (.) (માતાપિતા, માબાપ) કોઇક ચિંતકે બહુ જ સરસ કહેલું છે કે “જે ઘરમાં માતાપિતા નથી તે ઘર ઘેઘૂર વડલા વિનાની ઉજ્જડ ભૂમિ જેવું છે. જેમ વિશાળ વડલો ઘણા બધા જીવોનું આશ્રય સ્થાન અને છત્રછાયા બને છે. તેમ માતાપિતા સંતાનોના ઘડતર માટે અને મર્યાદાપાલન માટે વટવૃક્ષ સમાન છે. ધિક્કાર છે તે સંતાનોને જેઓ માતાપિતાના ઉપકારોને ભૂલીને તેમની પર અપકારને કરે છે. - 39 -