________________ अमुत्तिमग्ग - अमुक्तिमार्ग (पुं.) (અધર્મસ્થાન, મોક્ષમાર્ગનો અભાવ) પર્યુષણ પર્વના સ્તવનમાં કહ્યું છે કે “જગતમાં હોળી, બળેવ, દશેરા, દિવાળી વગેરે ઘણા પ્રકારના ધાર્મિક તહેવારો છે. પરંતુ તે બધામાં સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રનો અભાવ હોવાથી મોક્ષમાર્ગ નથી બનતાં.” મુવ - સ્મૃતિ (.) (સ્મૃતિમાં નહિ આવેલ) ગીતાર્થ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવાના વિધાનમાં કહેલું છે કે “પ્રાયશ્ચિત્ત લેનાર આત્માએ જે દોષ જાણતાં કે અજાણતાં સેવ્યા હોય. જે દોષમૃતિપટ પર વિદ્યમાન હોય તેનું તો પ્રાયશ્ચિત્ત લેવાનું જ છે. કિંતુ જે દોષ પોતાના ધ્યાન બહાર નીકળી ગયેલ હોય તેવાં અમૃત દોષોનું પણ ગુરુ પાસે અવશ્ય પ્રાશ્ચિત્ત લેવું જોઇએ.” અમુયા - કૃતજ (વિ.) (1. બાહ્યાભ્યતર પુદ્ગલ લીધા વિના વૈક્રિયશરીર બનાવનાર 2. વિર્ભાગજ્ઞાનવિશેષ) બાહ્ય અને અત્યંતર પુદ્ગલરહિત દેવોના વૈક્રિયશરીરને જોઇને જીવનું શરીર પુદ્ગલ દ્વારા નિર્મિત નથી એવો મિથ્યા નિર્ણય તેને સ્થાનાંગસૂત્રમાં અમૃતક કહેલ છે. મકુ7 - અષા (અવ્ય.) (સત્ય). મમુહ - અમુક (ર). (નિરુત્તર, જવાબ ન આપી શકે તે) બાલ હેમચંદ્રાચાર્ય મહારાજ જયારે સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય સાથે વાદ લડવા ગયા ત્યારે વૃદ્ધ દિગંબરાચાર્યે બાળ સાધુ જોઇને તેની પર કટાક્ષ કર્યો. ‘ત# 'જેનો અર્થ થતો હતો “હે બાળમુનિ ! શું તમે છાશ પીને મારી જોડે વાદ લડવા આવ્યા છો?” બસ તેમના શબ્દોને પકડીને બાળ હેમચંદ્રાચાર્યજીએ જડબાતોડ જવાબ આપ્યો. ‘ત7 di જેત' અર્થાત્ “હે મહારાજ છાશ પીળી નહીં સફેદ હોય છે.' બાળમુનિનો આવો જવાબ સાંભળીને પ્રતિપક્ષી આચાર્યની બોલતી જ બંધ થઇ ગઇ. તેમની પાસે આશ્ચર્ય વ્યક્ત કરવા સિવાય કાંઇ રહ્યું જ નહિ. अमुहरि (ण) - अमुखरिन् (त्रि.) (અવાચાળ, મિતભાષી) ઉપદેશમાલામાં શ્રમણગુણોનું વર્ણન કરવામાં આવેલ છે. તેમાં કહ્યું છે કે “મુનિ મિતભાષી હોય તે અતિવાચાળ કે વાતોડિયો ન હોય. જયાં જેટલું જરૂરી અને ઉપયોગી હોય તેટલું જ બોલનારો હોય. તેમ કરવાથી સાધુધર્મનું પાલન થાય છે અને લોકમાં પ્રીતિકર બને છે. જે અતિવાચાળ અને બોલકો હોય છે તે અવિશ્વસનીય અને હાંસીને પાત્ર બને છે.” મૂઢ અમૂઢ (a.) (તત્ત્વને જાણનાર, સન્માર્ગને જાણનાર, વિચક્ષણ) જ્ઞાની મહર્ષિએ જ્ઞાનવરણીય કર્મ અને મોહનીય કર્મ બન્ને ભિન્ન વસ્તુ કહેલ છે. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ હોતે છતે મોહનીયકર્મનો પણ ક્ષયોપશમ હોય તેવું જરૂરી નથી. અન્યથા તત્ત્વાતત્ત્વનો વિશિષ્ટ જ્ઞાતા એવો રાવણ મોહનીય કર્મના ઉદયે પરસ્ત્રીમાં લપટાઇને નરકગતિને પ્રાપ્ત ન કરત. અમૂળ - મૂઢશાન (ઉ.) (યથાવસ્થિતજ્ઞાન છે જેને તે, સાચું જ્ઞાન)